Skip to main content

ત્રિભેટે આવી પહોંચેલા ઈરાક અંગે સમીક્ષા

ઈરાકના યુવાનો છેલ્લા બે મહિનાથી દેશમાં ભ્રષ્ટાચાર, બેરોજગારી જેવી ઉભી થયેલી સમસ્યાઓ તથા ઈરાન અને અમેરિકા દ્વારા ઈરાકની આંતરિક બાબતોમાં દરમિયાનગીરી કરવાના બનાવોનો વિરોધ કરી રહ્યા છે.

આરંભમાં માત્ર વિરોધના સ્વરૂપવાળાં દેખાવોએ હવે સરકાર સામે નાગરિક અસહકાર ચળવળનું સ્વરૂપ ધારણ કર્યું છે.

ઈરાકના નજફ, કરબલા, બસરા તથા બગદાદમાં સરકાર સામે મોટી સંખ્યામાં નાગરિકો ધરણામાં જોડાઈ રહ્યા છે.

દરમ્યાન સરકાર વિરોધી દેખાવ કરનાર લોકો સામે સલામતીદળોએ કરેલી કાર્યવાહીમાં 400 લોકોના મોત નિપજ્યા હોવાના અહેવાલ છે.

ગયા શુક્રવારે શીયા ધર્મગુરૂ આયાતોલ્લાહ અલી અલ સીસ્તાનીએ સરકારને ટેકો આપવાના નિર્ણયની સમીક્ષા કરવાની અપીલ કરતા ઈરાકના પ્રધાનમંત્રી અબદેલ અબદુલ મહાદીએ પદ પરથી રાજીનામું આપ્યું છે.

ઈરાકની સંસદે પ્રધાનમંત્રીના રાજીનામાનો સ્વીકાર કરીને નવા પ્રધાનમંત્રીની નિમણૂક કરવા રાષ્ટ્રપ્રમુખને નિર્દેશ આપ્યો હતો.

જોકે દેખાવો ચાલુ જ રહ્યા હતા અને ચળવળનું કેન્દ્ર બગદાદનો તાહરીર ચોક બન્યો.

આર્થિક મુશ્કેલી તથા ભ્રષ્ટાચારના દૂષણોએ ઈરાકના યુવાનોમાં વિરોધનો જુવાળ ઉભો કર્યો છે.

અમેરિકાએ વર્ષ 2003માં આક્રમણ કર્યા બાદ ઈરાક ગૃહયુદ્ધમાં સપડાયું છે. સમયાંતરે ચૂંટણીઓ યોજાતી હોવા છતાં ઈરાકમાં રાજકીય સ્થીરતા એક મૃગજળ સમાન બની રહી છે.

આશ્ચર્યની વાત એ છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ઈરાક ખનીજ તેલનો મોટો નિકાસકાર હોવા છતાં ઈરાકમાં આર્થિક મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે.

ઈરાકના નાગરિકો આ સ્થિતિ માટે ભંડોળનો ગેરવહિવટ તથા ભ્રષ્ટાચારને જવાબદાર ગણાવે છે.

વર્ષ 2013-14માં ISIS ત્રાસવાદી સંગઠનના ઉદય સાથે ઈરાક બધી જ રીતે ભાંગી પડવાના આરે આવીને ઉભુ રહ્યું.

IS જુથે ઈરાકના ઘણાં વિસ્તારો ઉપર કબજો મેળવ્યો.

ડિસેમ્બર 2017માં IS જૂથના વર્ચસ્વમાંથી મોસૂલ શહેર મુક્ત થયું છતાં ઈરાકના નાગરીકોની સમસ્યાનો અંત આવ્યો નહીં.

મે 2018માં ઈરાકમાં યોજાયેલી સંસદીય ચૂંટણી પછી ઈરાકમાં નવા યુગનો આરંભ થવાની આશા હતી.

જોકે આ ચૂંટણીમાં લોકમત સ્પષ્ટરીતે અભિવ્યક્ત નહી થતા સરકારની રચનામાં વિલંબ થયો.

નવી રચાયેલી સંસદમાં નવી સરકારની રચનામાં પાંચ મહિનાનો વિલંબ ઉભો થયો.

ઓક્ટોબર 2018માં સત્તાના સૂત્રો ગ્રહણ કરનાર અબ્દેલ અબ્દુલ મહાદી લોકોનો વિશ્વાસ જીતવામાં નીષ્ફળ રહ્યા.

ઈરાન દ્વારા ઈરાકની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ થતો હોવાથી ઈરાકના યુવાનોમાં અસંતોષ ઉભો થયો.

IRGC દ્વારા તાલીમ અપાયેલા શીયા લડવૈયાઓએ PMFની રચા કરી જેણે IS ત્રાસવાદી જૂથને હરાવ્યું.

એવો પણ આક્ષેપ થાય છે કે, ઈરાનની દરમીયાનગીરી કરવાના લીધે જ ઈરાકમાં સરકારની રચનાને વિલંબ થયો.

અમેરિકા પણ ઈરાકમાં તેનો પ્રભાવ વધારવા પ્રયાસ કરી રહ્યું હતું. અમેરિકાએ સાઉદી અરેબિયાની મદદથી ઈરાકના સમાજ જીવન તથા રાજકારણમાં પોતાનો પ્રભાવ વધારવાના પ્રયાસો હાથ ધર્યા.

ઈરાકના યુવાનોને ઈરાન તથા અમરિકાનો પ્રભાવ વધારવાના પ્રયાસો નહીં ગમતા યુવાનોમાં આ બંને સામે વિરોધનો વંટોળ ઉભો થયો.

ઈરાક ખનીજ તેલનો વિશ્વમાં ઘણા મોટા તેલક્ષેત્રો પૈકી ખનીજતેલનો મોટો જથ્થો ધરાવતું મોટું ક્ષેત્ર છે.

ભારત પણ ઈરાક પાસેથી ખનીજ તેલના નોંધપાત્ર જથ્થાની આયાત કરે છે.

ભારતે વર્ષ 2018-19માં ઈરાકમાંથી 23.3 અબજ અમેરિકી ડોલરની કિંમતના ખનીજ તેલની આયાત કરી હતી.

ભારત ઈરાકમાં ઉભી થયેલી પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહ્યો છે. દેખાવકારો સાથે શાંતિથી કામ નહીં કરી શકવાથી ઈરાકમાં પરિસ્થિતિ વધુ જટીલ બની છે.

આમ ત્રિભેટે આવી પહોંચેલા ઈરાકે ભવિષ્યમાં પ્રગતીનો રસ્તો પસંદ કરવાનો છે.

ઈરાકની અશાંત પરિસ્થિતિનો સમગ્ર મધ્ય-પૂર્વ અખાતી વિસ્તાર ઉપર ગંભીર પરિણામ થઈ રહ્યો છે.

ભારત આશા રાખે છે કે, ઈરાકની સરકાર તેના નાગરિકોની ફરિયાદો ઉકેલવા તથા દેશમાં શાંતિ અને સ્થીરતાની સ્થાપના કરવામાં ચોક્કસ પગલાં લેશે.




શ્રીરંગ તેંડુલકર, જતિન કામદાર


લેખક – ડોક્ટર મહંમદ મુદસ્સર કમાર, પશ્ચિમ એશિયાના વિશ્લેષક

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...