Skip to main content

શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખની ભારતની મુલાકાતથી મજબુત બનેલા દ્વિપક્ષીય સંબંધો અંગે સમીક્ષા

શ્રીલંકાના નવા ચુંટાયેલા રાષ્ટ્રપ્રમુખ અથવા પ્રધાનમંત્રી ભારતની મુલાકાતે આવે તેવુ પ્રથમવાર બન્યું નથી. અગાઉ ભુતકાળમાં પણ શ્રીલ;કાની ટોચનો હોદૃો ધરાવતી વ્યકિતએ ભારતની મુલાકાત લીધી જ છે. જો કે શ્રી ગોતાબાયા રાજપક્ષેએ શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે પદભાર સંભાળ્યા પછી તેમણે કાર્યકાળના માત્ર ૧૦ દિવસમાં ભારતની મુલાકાત લીધી, તે બાબતમાં ભારત તરફથી થોડી અપેક્ષાઓ પણ હતી અને પરિસ્થિતિ તાકીદની ગણાવી શકાય. રાષ્ટ્રપ્રમુખ રાજપક્ષેની આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મજબુત બન્યા છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે, રાજયપક્ષેની રાષ્ટ્રપ્રમુખ તરીકેની ચુંટણી પછી શ્રીલંકાની મુલાકાત લઇને શ્રી રાજપક્ષેને રાષ્ટ્રપ્રમુખ તરીકે ચુંટાવા માટે અભિનંદન આપ્યા હતા. તેમણે ભારતવતી રાજપક્ષેને અભિનંદન આપવાની સાથે સાથે શ્રી રાજપક્ષેને ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ આપતો પ્રધાનમંન્રી નરેન્દ્ર મોદીનો પત્ર પણ તેમને આપ્યો હતો. શ્રી રાજપક્ષેએ ભારતના પ્રધાનમંત્રી ધ્વારા વિધિવત રીતે અપાયેલા આમંત્રણનો સ્વીકાર કરીને શ્રી મોદીને પણ શ્રીલંકાની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યુ હતું. આ મુલાકાતની વિસ્તૃત વિગતો ટુંક સમયમાં નકકી કરાશે.

ભારત અને શ્રીલંકાના સંબંધો ભુતકાળના દ્રષ્ટીકોણમાં બંધાઇ ન જાય અને તે હજી મજબુત બને તેવા આશયથી જ બંન્ને પક્ષોએ એકબીજાને વિધીવત આમંત્રણ આપવાની તત્પરતા દર્શાવી. ભુતકાળમાં શ્રીલંકાએ એલટીટીએફ સંગઠન સાથે ગૃહયુધ્ધ શરૂ કર્યુ હતું ત્યારે ભારત અને શ્રીલંકાના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે આગવો દ્રષ્ટીકોણ ઉભો થયો હતો. તે વખતે મહિન્દા રાજપક્ષે શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ હતા અને શ્રી ગોતાબાયા રાજપક્ષે શ્રીલંકાના સંરક્ષણ મંત્રી હતા. ભારત તે વખતે શ્રીલંકાને સંપુર્ણ સમર્થન આવ્યું હતું પણ સાથે સાથે શ્રીલંકાની લઘુમતી તમીળ લોકવસતી સાથે ન્યાયિક વર્તન થાય તે બાબત સુનિશ્ચિત કરી હતી. તાજેતરમાં શ્રીલંકા અને ભારતની યોજાયેલી દ્વિપક્ષીય વાતચીતમાં પણ તમીળ લોકો સાથે ન્યાયિક વર્તનની બાબત અંગે ચર્ચા થઇ હતી. કારણ કે તમીળ ટાઇગર્સ સાથેના યુધ્ધને પુર્ણ થયાને વર્ષો થયા છતા તેમજ શ્રીલંકાના સત્તાવાળાઓએ વચનો આવ્યા છતાં તમીળલોકો સાથે ન્યાયિક વર્તન થયું નથી. આ વખતે પણ ભારતે પોતાનો દ્રષ્ટીકોણ દોહરાવ્યો હતો અને શ્રીલંકાના સત્તાવાળાઓએ સકારાત્મક પ્રતિભાવ આપ્યો. શ્રી ગોતાબાયા રાજપક્ષેએ પણ જણાવ્યું હતું કે તેઓ શ્રીલંકાના બહુમતી લોકોના મતોથી ભલે વિજયી થયા છે. આમ છતાં વહીવટમાં તેઓ તમીળ તથા મુસ્લીમ લઘુમતી સહિત બધા જ નાગરીકો સાથે અકે સમાન તથા ન્યાયીક વર્તન દાખવશે. નિરીક્ષકોના મતે આ બાબત ઘણી સકારાત્મક ગણાવી શકાય. ભારતે વ્યકત કરેલી ચિંતાને ધ્યાનમાં લઇને શ્રી રાજપક્ષેએ ભારપુર્વક જણાવ્યું હતું કે ચીન અને પાકિસ્તાન સાથેના શ્રીલંકાના સંબંધોની અસર ભારતના સંબંધો ઉપર થવા દેવાશે નહી.

તેમણે એ બાબતનો સ્વીકાર કર્યો હતો કે વિવાદાસ્પદ હંબન તોટા પ્રોજેકટમાં ચીનને મંજુરી આપવી એ શ્રીલંકાની કદાચ ભુલ થઇ છે. આ બાબત દર્શાવે છે કે શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે શ્રી રાજપક્ષે ખુલ્લુ મન ધરાવે છે. શ્રીલંકાના સાથેની દ્વિપક્ષીય વાતચીતમાં ભારતે શ્રીલંકાને ૪પ કરોડ ડોલરની ધિરાણ સહાય આપવાની પ્રતિબધ્ધતા દોહરાવી હતી.

ચીને મુડીરોકાણ માટે કરેલી દરખાસ્તોની તુલનાએ ભારતે કરેલી નાણાં સહાય ઘણી ઓછી હોવા છતાં પ્રોજેકટોના વાસ્તવિક અમલીકરણ બાબતે ભારતે સારો દેખાવ કર્યો છે. એવી જ રીતે ખુબ જ મોટા પ્રોજેકટો તથા મોટા ધીરાણો શ્રીલંકાના અર્થતંત્ર માટે અનુકુળ નથી તેવી જાગૃતિ શ્રીલંકાના નાગરીકોમાં આવી રહી છે. મેગા પ્રોજેકટો અને તેમાં થતાં મુડીરોકાણના પગલે લોકોમાં ઉભી થતી અપેક્ષાઓનું આદર્શ ઉદાહરણ હંબનવોટા બંદર છે. ભારતની વાસ્તવિક ચિંતાઓનો શ્રીલંકા ખ્યાલ રાખશે. તો ભારત અને શ્રીલંકાના દ્વિપક્ષીય સંબંધોમાં બંન્ને દેશો માટે વિજયની ક્ષણ ઉભી થશે. રાષ્ટ્રપ્રમુખ રાજપક્ષેએ પણ સકારાત્મક અભિગમ અપનાવીને બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ઉંચાઇએ લઇ જવાની નેમ વ્યકત કરી છે.

નવા રાષ્ટ્રપ્રમુખ શ્રી રાજપક્ષેએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ભારત અને શ્રીલંકાના સંબંધોમાં તેવો નવો અભિગમ અપનાવશે. બીજા શબ્દોમાં કહીએ તો તેમણે આ ક્ષેત્રે સકારાત્મક શરુ કરી કહેવાય

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...