ગયા મહિને ઇરાન સરકારે જાહેરાત કરી હતી કે તેઓ ગરીબ નાગરીકોને મદદ કરવા માટે વધારાના પૈસા બચાવવા માટે પેટ્રોલ રાશન ઉપર આપી રહી છે. તેલથી સમૃધ્ધ દેશની સરકાર ધ્વારા અચાનક કરવામાં આવેલી આ જાહેરાતથી પેટ્રોલની કિંમતોમાં વધારો થયો અને લોકોએ કરેલો વિરોધ ઝડપથી ઘણા શહેરોમાં ફેલાઇ ગયો અને આ વિરોધે શાસનની સ્થિરતા સામે પડકાર ઊભો કરતી રાજકીય અશાંતિનું સ્વરૂપ ધારણ કર્યુ.
ઇરાની અધિકારીઓએ આ વિરોધાભાષ માટે નિર્વાસિત વિરોધી સમુહો અને વિદેૃશી દુશ્મનોને દોષી ગણાવ્યા છે અને નિર્ણાયક પ્રતિક્રિયા આપી છે. સરકારે વિરોધી પ્રદર્શનો ફેલાતા રોકવા માટે ઇન્ટરનેટ સેવાને બંધ કરી દીધી. ઇરાની રિવાલ્યુશનરી ગાર્ડ કોર્પસ – આઇઆરજીએસના મુખ્ય કમાન્ડરના મતે આ અશાંતીના માધ્યમથી ઇરાનના દૂશ્મનોનો ઉદેૃશ ઇસ્લામી ગણતંત્રના અસ્તિત્વને જોખમમાં મુકવાનો છે. તેમ છતાં ઇરાને વિરોધ પ્રદર્શનમાં માર્યા ગયેલા લોકો અંગે કોઇપણ સત્તાવાર આંકડાઓ જાહેર નથી કર્યા. એમનેસ્ટી ઇન્ટરનેશનલે દાવો કર્યો છે કે તેણે વિરોધ પ્રદર્શનમાં ઓછામાં ઓછા ર૦૮ લોકોના મોત નોંધાયા છે. એક અહેવાલ મુજબ ઇરાનમાં હાલની અશાંતીના સમયમાં આશરે બે હજાર લોકો ઇજાગ્રસ્ત થયા છે અને ઇરાની સુરક્ષા દળો ધ્વારા સાત હજાર લોકોની અટકાયત કરાઈ છે.
કોઇપણ આંડકા આપ્યા વિના ઇરાની મીડીયાએ સુરક્ષા દળો ધ્વારા કેટલાક પ્રદર્શનકારીઓની હત્યાનો સ્વીકાર કર્યો છે અને સુરક્ષાદળોને સશસ્ત્ર આતંકવાદી ગણાવ્યા છે. વળી ઇરાનના ગુપ્તચર મંત્રાલયે કહયું છે કે આ ધરપકડ દરમિયાન સીઆઇએ સાથે જોડાયેલા ઓછામાં ઓછા આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આશરે બે અઠવાડીયાના હિંસક ઘર્ષણ પછી આ અઠવાડીયામાં એક ટેલીવીઝન ભાષણમાં ઇરાનના રાષ્ટ્રપતિ હસન સુહાનીએ ધરપકડ કરાયેલા હથિયાર વગરના અથવા નિર્દોષ લોકોની મુકિતની હાકલ કરી હતી ઇરાનમાં અશાંતી એવા સમયે થઇ છે જયારે યુનાઇટેડ સ્ટેટસ ધ્વારા ઇરાન પર ગંભીર પ્રતિબંધો છે. જેણે ગયા વર્ષે ઇરાન અને છ વિશ્વ શકિતઓ ધ્વારા સંમત પરમાણુ ડીલથી પીછેહટ કરી હતી. અમેરીકી પ્રતિબંધોને કારણે ઇરાનને પોતાના તેલ અને ગેસની નિકાસમાં ભારે નિયંત્રણોનો સામનો કરવો પડી રહયો છે અને તેની તેલ આધારીત અર્થવ્યવસ્થા પેટ્રો –ડોલરનની આવક મેળવવાથી અસરકારક રીતે વંચિત બની રહી છે. પ્રતિબંધો ઇરાનના લોકોના રોજિંદા જીવનને અસર કરી રહ્યા છે. અને લોકો આર્થિક સમસ્યાઓ સામનો કરી રહ્યા છે. માટે જ ઇરાની શાસન માટે પણ ઇરાની પ્રજાની આર્થિક મુશ્કેલીઓનો સંપુર્ણ દોષ વિદેશી વિરોધીઓ પર ઢોળવાનું હાથવગું બની ગયું છે. તેમ છતાં તેલની કિંમતોમાંના વધારાને પગલે ફાટી નીકળેલા વિરોધ ઇરાન અને અમેરીકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી મંડાગાઠના પ્રત્યાઘાત સ્વરૂપ છે. ઇરાને કહયું છે કે જો અમેરીકા પ્રતિબંધો હટાવે તો તે હાલના સંકટને સમાપ્ત કરવા માટેની વાટાઘાટોમાં સામેલ થવા તૈયાર છે.
અમેરીકા જો કે ભારપુર્વક કહે છે કે આ પ્રતિબંધોને ત્યારે જ ઉઠાવશે જયારે ઇરાન પોતાના પરમાણુ કાર્યક્રમને પરત લેશે. પોતાના મિસાઇલ કાર્યક્રમને પુર્ણ કરી દેશે અને પોતાની ક્ષેત્રીય સક્રિયતામાં સંયમ દેખાડશે. આવી પરિસ્થિતિમાં ઇરાન અને અમેરીકાની વચ્ચે મડાગાંઠ વધુ ગુચવાઈ છે. જે પેરિસિયન ગલ્ફ ક્ષેત્રની શાંતી અને સ્થિરતા માટે જોખમરૂપ છે.
જો કે અસ્થિર ઇરાન કોઇના હીતમાં નથી. એવી આશંકા છે કે વંશીય લઘુમતીઓ વાળા યુઝેસ્તાન, સિસ્તાન, બલુચિસ્તાન અને કુર્દીસ્તાન જેવા ઇરાની પ્રાંતોમાં વિરોધીઓના સંભવીત દમનથી વધુ હિંસા થઇ શકે છે. એવી પણ આશંકા વ્યકત કરવામાં આવી રહી છે કે પોતાની તાકાત દર્શાવવા માટે ઇરાની શાસન તેના આંતરીક અને બાહય પ્રતિસ્પર્ધકોને દેખાડવા માટે દમનકારી શકિતઓનો ઉપયોગ કરે છે. ગલ્ફ ક્ષેત્રોમાં તથા ઇરાનમાં અશાંતિની સ્થિતિ ભારતના હિતમાં નથી. ઇરાન સહિત અખાતના દેશો સાથે ભારતના સારા સંબંધો છે. જેઓ ભારતનાં પરંપરાગત તેલ નિકાસકાર દેશો છે. ભારત ઇરાનમાં નવી દિલ્હી પણ ઇરાનમાં ચાબહાર બંદર વિકસાવી રહ્યું છે અને આવી અશાંતિ અને વિક્ષેપોના કારણે ભારતના રોકાણ ઉપર વિપરિત અસર પડી શકે છે.
અજય ઇન્દ્રેકર, અમિતા વાંઝા –મુકેશ
Comments
Post a Comment