Skip to main content

ભારતીય અર્થતંત્રનો વિકાસદર વધી રહે તેવો ઓઇસીડી આર્થિક સર્વેક્ષણમાં વ્યકત કરાયેલો અંદાજ.

આર્થિક સહકાર અને વિકાસ સંસ્થા – ઓઇસીડી ધ્વારા નવી દિલ્હીમાં ગયા અઠવાડીયામાં ભારતનું આર્થિક સર્વેક્ષણ રજુ કરવામાં આવ્યું. જેમાં ભારતીય અર્થતંત્ર શાશ્વત વિકાસ તરફ આગળ વધશે તેવો અંદાજ વ્યકત કરવામાં આવ્યો. જો કે સર્વેક્ષણમાં ઘટી રહેલા ખાનગી રોકાણ અને ઔદ્યોગીક ઉત્પાદન અંગે ચિંતા વ્યકત કરવામાં આવી. વેરા પધ્ધતિમાં સુધારા, વેપાર સરળીકરણ માટે તથા માળખાકીય ક્ષેત્રમાં રોકાણ વધારવા લેવાયેલા પગલાઓના કારણે ભારતીય અર્થતંત્ર ફરી ગતી પકડશે તેવી આશા વ્યકત કરવામાં આવી છે. તેમ છતાં ગુણવત્તાયુક્ત રોજગાર નિર્માણ અને ગ્રામીણ આવક વધારવા જેવા પડકારો અર્થતંત્ર સામે છે. ભારતના રાજયોમાં આર્થિક અભિસરણની અછત છે. એટલે કે ગરીબ રાજયો અમીર રાજયો સાથે હરીફાઇ નથી કરી શકયા. દેશની અંદર વધી રહેલી આર્થિક અસમાનતા ઉપર તાત્કાલિક ધ્યાન આપવું આવશ્યક છે. અહેવાલ રજુ કરતા ઓઇસીડીના મુખ્ય અર્થશાસ્ત્રી લોરેન્સ બુને જણાવ્યું કે વૈશ્વીક અર્થતંત્રમાં ભારત પ્રગતીશીલ રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત થયું છે. અર્થતંત્રને ફરી પાટા ઉપર ચડાવવા ભારતને ચક્રીય તથા રચનાત્મક સુધારા લાવવાની જરૂર છે. ઓઇસીડીના આર્થિક સર્વેક્ષણમાં ભારતનો વિકાસદર વર્ષ ર૦ર૦ માં ૬.ર ટકાથી જયારે વર્ષ ર૦ર૧માં પ.૮ ટકા રહેશે. તેવો અંદાજ વ્યકત કરવામાં આવ્યો છે. અહેવાલમાં જણાવ્યા મુજબ હાલના 5.8 ટકા વિકાસદરને આગળ વધારવા ભારતને નિકાસ તેમજ રોકાણ ચેતનવંતુ કરવાની જરૂર છે. 

નવા સંધિય અભિગમ સાથેના જીએસટી, અમલીકરણ નાદારી માટેના કોડનો અમલ વધુ સારી રીતે થઇ રહેલા અમલ, બેંકોની લગતી એનપીએની સમસ્યાનો નિકાલ કરી નાણાંકીય ક્ષેત્રમાં સુધારો લાવવા જેવા ભારતે લીધેલા પગલાઓનો અહેવાલ ઉલ્લેખ કરાયો છે. ઓઇસીડી રીપોર્ટના જણાવ્યામુજબ સેવા ક્ષેત્રના વેપારના નિયમો હળવા કરવાથી અર્થતંત્રને ગતી મળશે. ઓઇસીડીએ જાહેર કરેલા આંકડા મુજબ વૈશ્વીક વસ્તુ અને સેવા નિકાસમાં ભારતનો હિસ્સો વર્ષ ૧૯૯૦ માં ૦.પ ટકા હતો જે ર૦૧૮માં વધીને ર.૧ ટકા થયો છે. જેમાં માહિતી અને ટેકનોલોજી તેમજ દવા ઉત્પાદન ક્ષેત્રો હિસ્સો મહત્વપૂર્ણ છે. ઓઇસીડીના અહેવાલમાં ભારત સરકાર ધ્વારા લેવાયેલા કેટલાક પગલાઓ પર ભાર મુકવામાં આવ્યો છે. જેમાં ભૌતિક અને માળખાકીય સુવિધા માટે રાજકોષીય જગ્ય બનાવવા કામદાર કાયદાઓને આધુનિક બનાવવા અર્થતંત્રમાં વધુમાં વધુ મહિલાઓને રોજગારી, નાણાંકીય ક્ષેત્રમાં સુધારો મિલકત તેમજ ભાડા નિયમોમાં મજબુત બનાવવા અને બધાને પરવડી શકે તેવા આવાસોનું નિર્માણ કરવા જેવા પગલાઓનો સમાવેશ થાય છે.

અહેવાલમાં આવક અસમાનતા તેમજ કાર્યબળમાં મહિલાઓનો સહયોગ વધારવા જેવા મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવી છે. અહેવાલમાં જણાવ્યું છે કે, દેશને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત બનાવવા સરકારે ઓક્ટોબર 2014થી 10 કરોડ શૌચાલયોનું નિર્માણ કર્યું છે. જેનાથી, લોકોના આરોગ્યમાં સુધાર થયો છે. આ ઉપરાંત, મહિલાઓના સશક્તિકરણ માટે સ્ત્રીભૂર્ણ હત્યા રોકવા અને મહિલાઓને શિક્ષણ આપવા વિશેષ કાર્યક્રમ હાથ ધરાયો છે. જોકે, આર્થિક વિકાસ સાથે આર્થિક સમાનતા વધારવા જેવા કેટલાંક પડકાર હજી ઊભા છે. 

OECDના અહેવાલમાં નોંધ્યું છે કે, આબોહવા પરિવર્તનને મર્યાદિત કરવા તથા સુખાકારી માટે હરીયાળી લીલોતરીમાં વધારા પર ભાર મુકવો આવશ્યક છે. તેમાં નોંધ્યું છે કે, વાયુ પ્રદૂષણનું સ્તર ખૂબ ઉંચું છે અને સાહસિક નિર્ણય નહીં કરાય તો એમાં વધારો થશે. ભારતમાં પ્રીમેચ્યોર મરણ માટે ઘરની અંદરનું હવા પ્રદૂષણ મુખ્ય પરિબળ છે. સરકારે ગરીબોને ગેસ જોડાણો આપવા અનેક પગલા લીધા છે. તેમ છતાં અમલીકરણ ક્ષેત્રે હજુ ઘણું કાર્ય કરવાનું બાકી છે. વિશ્વના સૌથી વધુ હવાપ્રદૂષણ ધરાવતા 10 શહેરોમાંથી નવ ભારતના છે. 

ભારતના આર્થિક સર્વેક્ષણનો OECD અહેવાલ ભરતના મુખ્ય આર્થિક સલાહકાર કે.સુબ્રમ્ણ્યમ અને નાણામંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ રજૂ કરાયો હતો. 

OECD અહેવાલમાં ભારતે ફુગાવાને કાબૂમાં લેવા જાહેર કરેલું નવું નાણાંકીય નીતી માળખું અને વૈશ્વિક અર્થતંત્રમાં ભારતની વધી રહેલી ભાગીદારીને બિરદાવાયું છે. OECD અહેવાલમાં કરાયેલી ભલામણોમાં વ્યાપક આર્થિક નીતી અને શાસન , રોકાણને પ્રોત્સાહન, સામાજિક અસમાનતા દૂર કરવા માટેના પગલા લેવા, વૈશ્વિક અર્થતંત્રમાં ભાગીદારી વધારવા, વ્યાજબી મકાનોમાં વધારો અને વધુ હરિયાળી સાથેનો પર્યાવરણ લક્ષી વિકાસ જેવી બાબતોનો સમાવેશ થાય છે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...