Skip to main content

ભારત – જાપાન સંરક્ષણ અને વિદેશમંત્રીઓની પહેલી બેઠક અંગે સમીક્ષા

બે વત્તા બે થી જાણીતી વિદેશ અને સંરક્ષણ મંત્રીઓની પ્રથમ બેઠક નવી દિલ્હીમાં યોજાઇ ગઇ. જાપાનના વિદેશ મંત્રી ટોશી મિત્સુ મોતેગી અને સંરક્ષણ મંત્રી તારોકોનોએ ભારતના વિદેશ મંત્રી ડોકટર એસ. જયંશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંગ સાથે ચર્ચા મંત્રણા કરી હતી. બંને મંત્રીઓની આ બેઠકો ભારત અને જાપાન વચ્ચેના સંરક્ષણ તેમજ વ્યુહાત્મક સંબંધો વધુ ગાઢ બનાવવામાં મદદરૂપ બનશે. ભારત અને જાપાન વચ્ચેની વ્યુહાત્મક ભાગીદારી ર૦૧૦ થી સુદૃઢ બની રહી છે. ર૦૧૦ થી બંને દેશોના સંયુકત કાર્યજુથોની અધિકારી સ્તરની બેઠક યોજાતી હતી. પરંતુ તે સચિવ સ્તરની યોજવામાં આવતી હતી, જે હવે સુધારીને મંત્રી કક્ષાની કરવામાં આવી છે.

આ પ્રકારની દ્વિપક્ષીય બેઠક યોજવાની સૌ પહેલી દરખાસ્ત ભુતપુર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઇ અને તે વખતના જાપાનના ભુતપુર્વ પ્રધાનમંત્રી યોશીરો મોરીના કાર્યકાળ દરમિયાન ર૦૦૦ – ર૦૦૧માં કરવામાં આવી હતી. ત્યારપછી આ સંબંધો વધુ ને વધુ સારા થતાં રહયાં છે. બેઠક બાદ ભારત અને જાપાનના મંત્રીઓએ બહાર પાડેલા સંયુકત નિવેદનમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન બહાર કાર્યરત એવા ત્રાસવાદીઓ પ્રાદેશિક શાંતી અને સલામતી માટે મોટો ખતરો ઉભો કરે છે. આ નિવેદનમાં સામુહિક માનવ સંહારના તમામ શસ્ત્રોનો નાશ કરવાનો ઉત્તર કોરીયાને અનુરોધ પણ કરવામાં આવ્યો હતો. તેની સાથોસાથ રાષ્ટ્રસંઘની સલામતી સમિતિના ઠરાવ અનુસાર તમામ અંતરની બેલાસ્ટીક મિસાઇલોનો નાશ કરવા પણ અપીલ કરાઇ હતી.

બે વત્તા બે મંત્રીઓની આ શિખર બેઠક જાપાનના પ્રધાનમંત્રી સિન્જો આબેની આ મહિનાના અંત ભાગમાં ભારત – જાપાન શિખર બેઠક માટે યોજાનારી ભારતની મુલાકાત પહેલા જ યોજાઇ છે. વાર્ષિક શિખર બેઠક પણ ર૦૧૪ થી ધીમે ધીમે મહત્વની બની રહી છે. ભારત – જાપાન દ્વિપક્ષી સંબંધોને ર૦૦૬માં સારો પ્રોત્સાહન મળ્યું હતું. બાદમાં ર૦૦૭માં બંને દેશોની લશ્કરી ટુકડીઓની મલબાર કવાયતના નામથી જાણીતી સંયુકત કવાયત પણ તેનો મહત્વનો ભાગ હતી. જાપાન ર૦૧પ થી આ મલબાર કવાયતમાં નિયમીત ભાગ લેતુ આવ્યું છે.

ગયા વર્ષે ભારતીય સેના અને જાપાનના ભૂમીદળે ત્રાસવાદને નાથવાના મહાવરા તરીકે પહેલીવાર સંયુકત કવાયત યોજી હતી. હવે હવાઇ દળની ટુકડીઓની સંયુકત કવાયત માટે પણ મંત્રણા થઇ રહી છે. જેની બે વત્તા બે મંત્રી શિખર બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશના યુધ્ધ જહાજો આકાશ ગજવતા હશે તે પણ ટુંક સમયમાં જ હકીકત બનશે તેવી ધારણા છે.

જાપાન મંત્રીસ્તરની બે વત્તા બે બેઠકો છ દેશો સાથે કરે, જયારે ભારત આ રીતની બેઠકો માત્ર અમેરીકા અને જાપાન સાથે જ યોજે છે. જો કે આ વર્ષના સપ્ટેમ્બર માસમાં સંયુકત રાષ્ટ્ર સંઘ મહાસત્તા દરમિયાન ભારત, જાપાન, ઓસ્ટ્રેલીયા અને અમેરીકાના વિદેશમંત્રીઓએ અલગથી બેઠક યોજી હતી. તાજેતરમાં આ ચારેય દેશોએ કવોડ જુથ પર દબાણ ઉભુ કરતો આતંકવાદ વિરુધ્ધની પ્રથમ વ્યવહારૂ કવાયત હાથ ધરીહ તી. નિષ્ણાંતોના મતે આ બે વત્તા બે બેઠકમાં હિંદ – પ્રશાંત ક્ષેત્રમાં શાંતી જાળવવાની બાબત કેન્દ્રમાં રહી હતી. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગકોક ખાતે યોજાયેલી ઇસ્ટ એશિયા સમિટના પોતાના સંબોધનમાં હિંદ – પ્રશાંત સમુદ્રમાં મુકત નૌપરીવહન, શાંતી અને સ્થિરતા માટે હિંદ પ્રશાંત સમુદ્રી પહેલનો કરેલા ઉલ્લેખનો પડઘો પડે છે. હાઇસ્પીડ ટ્રેન સહિત ઘણા પ્રોજેકટ સાથે ભારત – જાપાન વચ્ચેના સંબંધો ઝડપથી વિકસી રહયાં છે.

સંરક્ષણ ક્ષેત્રની પણ યોજનાઓના કારણે વિશ્વાસ વધુ ઉંડો બન્યો છે. મંત્રી સ્તરીય બે વત્તા બે બેઠક દરમિયાન બંને પક્ષોએ એસીએસએ વાટાઘાટોના જલ્દી નિષ્કર્ષની ઇચ્ીા દર્શાવી હતી. જેનાથી બંને દેશો વચ્ચે સંરક્ષણ સહભાગીતામાં વધારો થશે. ડિસેમ્બર-ર૦૧૮ માં ગુરૂગ્રામ ખાતે શરૂ કરાયેલા ફયુઝન સેન્ટર – ઇન્ડિયન ઓશન રીજન ખાતે જાપાનના સંપર્ક અધિકારીની નિમણુંક કરાશે. ર૦૧૦માં શરૂ થયેલી બે વત્તા બે મંત્રી સ્તરીય બેઠક, ચતુષ્કોણીય સંરક્ષણ તકનીન સહકાર ધરાવે છે. જેના ધ્વારા રોબોટીકસ માનવરહિત જમીન વાહન જેવી ટેકનોલોજીના આદાન પ્રદાનમાં વધારો થયો છે. ભારતના ડીઆરડીઓ, જાપનીના સંરક્ષણ સંસથાનો સાથે વિવિધ મુદેૃ ભાગીદારી કરી રહયું છે. આ ઉપરાંત આ બેઠકમાં દક્ષિણ – ચીની સમુદ્રનો પણ ઉલ્લેખ કરાયો છે. આ સમુદ્રી વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય નિયમ મુજબ મુકત નૌ પરીવહન, નિયમ આધારીત મુકત વેપાર અને વિવાદોના શાંતિપુર્ણ ઉકેલ જેવી બાબતો પર ભાર મુકાયો હતો.

ભરત રાજગોર, નિકિતા શાહ – મુકેશ

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...