સંસદના શિયાળુ સત્રની કામગીરીમાં નાગરીકત્વ સુધારા વિધેયકને મળેલી મંજુરી એ સૌથી મહત્વની કામગીરી ગણાવી શકાય.
ગૃહમાં આ વિધેયકને રજુ કરતા ગૃહમંત્રી અમીત શાહે જણાવ્યું હતું કે, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં લઘુમતીઓએ જે મુશ્કેલીઓ વેઠી છે, તેના નિવારણ માટે આ વિધેયક લાવવાની જરૂર ઉભી થઈ છે.
દેશના વિભાજન પછી આ દેશોમાં ધાર્મિક લઘુમતી સમુદાયો ધાર્મિક સતામણીનો ભોગ બનતા આવ્યા છે.
આ વિધેયક નાગરિકત્વ ધારો-1955માં સુધારો કરવાના હેતુથી રજુ કરાયું હતું, જેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી ભારતમાં ગેરકાયદેસર રીતે આવેલા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રીસ્તી સમુદાયના લોકોને ભારતીય નાગરિકત્વ આપવાની જોગવાઈ હતી.
બંધારણીય રીતે વિધેયકની યોગ્યતા અંગે બોલતા શ્રી શાહે જણાવ્યું હતું કે, આ અંગેની શરતોના પાલન હેતુથી વિધેયકમાં પૂરતા પ્રમાણમાં વર્ગીકરણ કરાયું છે.
આ વિધેયક ઉતાવળમાં લાવવામાં આવ્યું છે તથા અન્ય મુદ્દાઓથી લોકોનું ધ્યાન બીજે દોરવા માટે લાવવામાં આવ્યું હોવાના વિપક્ષના સભ્યોના આક્ષેપોને ગૃહમંત્રીએ નકારી કાઢ્યા છે.
તેમણે કહ્યું કે, અગાઉ શ્રીલંકા અને યુગાંડાના નાગરિકોને પણ ભારતીય નાગરિકત્વ અપાયું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટર ઉપર જણાવ્યું હતું કે, દેશના ભાઈચારા અને કરૂણાનું પ્રતીક સ્વરૂપ આ વિધેયક આજે ગૃહમાં રજુ થયું, તેને ઐતિહાસિક દિવસ ગણવો જોઈએ.
કારણ કે આ વિધેયક ઘણાં વર્ષોથી ધાર્મિક સતામણીનો ભોગ બનનારા લોકોને મદદરૂપ બનશે.
સંસદે બંધારણમાં 126મો સુધારો સૂચવતા વિધેયકને ગત ગુરૂવારે બહાલી આપી હતી.
આ વિધેયકમાં સંસદ તથા રાજ્ય વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને 25 જાન્યુઆરી 2030 સુધી અનામત આપવાની જોગવાઈ છે.
આ વિધેયક પરની ચર્ચામાં ભાગ લેતા કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, SC-ST વર્ગના અનામતમાં સરકાર ક્રિમી લેયર અર્થાત આર્થિક રીતે સંપન્ન લોકોને અલગ તારવવાની નીતિ ઘડવા વિચારી રહી છે.
તેમણે જણાવ્યું કે, કેન્દ્રની NDA સરકારે આ બંને વર્ગોના લોકોના કલ્યાણ માટે ઘણાં પગલાં લીધા છે.
તેમણે જણાવ્યું કે, સરકાર એંગ્લો-ઈન્ડિયન સમુદાયના લોકોએ શિક્ષણ તથા સેનામાં આપેલા યોગદાનને બિરદાવે છે.
ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં જણાવ્યું હતું કે, આસામમાં વિવિધ ટ્રિબ્યુનલોએ ઓક્ટોબર-2019 સુધીમાં 1 લાખ 29 હજારથી વધુ લોકોને વિદેશી ગણાવ્યા છે.
આ પૈકી 1 લાખ 14 હજારથી વધુ લોકોએ વિદેશીના દરજ્જાને પડકારતા તેમને ભારતીય નાગરિક જાહેર કરાયા છે.
સાંસ્કૃતિક બાબતોના મંત્રી પ્રહલાદ પટેલે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીને દેશ-વિદેશની મુલાકાત વખતે મળેલી ભેટ વસ્તુઓના લીલામ દ્વારા 15 કરોડ રૂપિયા મળ્યા છે.
ગૃહરાજ્યમંત્રી જી.કિશન રેડ્ડીએ લોકસભામાં લેખિતમાં જણાવ્યું હતું કે, કાશ્મીરમાં 370મી કલમ ગત ઓગસ્ટમાં રદ કરાયા બાદ વાસ્તવિક નિયંત્રણ રેખા પારથી ઘૂસણખોરોએ ભારતમાં 85 વખત પ્રવેશવાના પ્રયાસો કર્યા હતા. આ પૈકી આશરે 59 વખત તેઓ સફળ રહ્યા.
વર્ષ 1990થી ઓક્ટોબર 2019 દરમિયાન કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરનારા 22 હજાર 557 ઘૂસણખોરોને ઠાર કરાયા છે.
આ ઉપરાંત 42 ઘૂસણખોરોને પકડી લેવાયા છે, જ્યારે બે હજાર 253થી વધુને પાછા ખદેડી મૂકાયા છે.
વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરને લોકસભામાં જણાવ્યું હતું કે, પાકિસ્તાની જેલમાં 292 ભારતીય નાગરિકો તથા માછીમારો સબડી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પહેલી જુલાઈ 2019ના રોજ પાકિસ્તાને જાણ કરી હતી કે, તેમની જેલમાં 52 નાગરિકો તથા 209 માછીમારો બંદી છે.
તેમણે જણાવ્યું હતું કે, ભારત સરકારના સઘન પ્રયાસોના લીધે જ 2014થી અત્યાર સુધીમાં બે હજાર 112 ભારતીયોને પાકિસ્તાનના કબજામાંથી છોડાવવામાં સફળતા મળી છે.
લેખક – વી.મોહન રાવ, પત્રકાર

Comments
Post a Comment