Skip to main content

એવરેસ્ટ પર્વત ઉપર પર્વતારોહણ કરવા માટેના નિયમો વધુ કડક બનાવવાનો નેપાળનો નિર્ણય આ અંગે સમીક્ષા

હિમાલયના સૌથી ઊંચા 8 હજાર 843 મીટરની ઉંચાઇવાળા માઉન્ટ એવરેસ્ટ ઉપર જતા પર્વતારોહક પાસેથી નેપાળને દર વર્ષે નોંધપાત્ર આવક મળે છે.

જો કે એવરેસ્ટની ટોચ ઉપર જવાનો પ્રયાસ કરનાર પર્વતારોહકો પૈકી આ વર્ષના મે માસમાં 11 પર્વતારોહીઓના મૃત્યુ નીપજતાં નેપાળમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

વર્ષ 2015માં 25મી એપ્રિલે હિમાલયના કેટલાક વિસ્તારોમાં વિનાશક ભૂકંપ અને તેના પગલે ભેખડો ધસી પડતા 22 પર્વતારોહકોના મૃત્યુ થયા હતા.

આ વર્ષે 800થી વધુ પર્વતારોહકોએ એવરેસ્ટ સર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પૈકી ઘણા પર્વતારોહીઓ લગભગ એક જ સમયે એવરેસ્ટના 8 હજાર મીટરની ઊંચાઇએ આવેલા અને ડેથ ઝોન તરીકે ઓળખાતા વિસ્તારોમાં એકઠા થતા ઘણાં પર્વતારોહકોને આ ક્ષેત્રમાં કલાકો સુધી રાહ જોવાની ફરજ પડી હતી.

દરેક પર્વતારોહક શીખર સર કરવા માટેના આબોહવાના અનુકૂળ સમયમાં જ એવરેસ્ટના શીખર ઉપર પહોંચવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. ખૂબ જ ઉંચાઇ ઉપર લાંબો સમય રહેવાથી થતી બીમારીના લીધે ઘણા પર્વતારોહકોના મૃત્યુ નીપજયા હતા.

નેપાળ સરકારના જણાવ્યા મુજબ આ વર્ષે 22મી મે ના રોજ 223 લોકો એવરેસ્ટના શીખર ઉપર ગયા હતા.

નેપાળ સરકાર પર્વતારોહણના યોગ્ય સીઝનમાં એવરેસ્ટ ઉપર વધતી જતી ભીડના લીધે ચિંતીત છે.

આથી જ સરકારે પર્વતારોહીઓની સલામતીને ધ્યાનમાં લઇને પર્વતારોહણના નિયમો વધુ કડક બનાવવા વિચારણા શરૂ કરી છે.

આ વર્ષે સૌથી વધુ 381 મંજુરીઓ આપવામાં આવતા એવરેસ્ટ ઉપર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

આથી જ નિષ્ણાતોની સમિતીની ભલામણોના આધારે નેપાળ સરકાર આગામી 2020થી નવા નિયમો લાગુ કરવા વિચારણા કરી રહી છે.

સૂચિત નવા નિયમોમાં એવરેસ્ટ ઉપર જવા ઇચ્છતી વ્યક્તિએ, નેપાળમાં સાડા છ હજાર મીટરની ઉંચાઇ ધરાવતું શીખર સર કરેલું હોવું જોઇએ, તેણે 11 હજાર ડોલરની ફી ચૂકવવી પડશે તથા તેનું આરોગ્ય સારૂ હોવા અંગે પ્રમાણપત્ર આપવું પડશે.

નેપાળ સરકાર એવરેસ્ટ શીખરની તળેટીમાં પર્વતારોહણ કરનારની આરોગ્ય તપાસ ફરજીયાત બનાવવા પણ વિચારી રહી છે.

દરેક પર્વતારોહકે જીવન વીમા તથા સ્વાસ્થ્ય સંભાળ અંગેના વિમાનું કવચ લેવું પડશે.

નિષ્ણાતોની સમિતીએ પર્વતારોહણ અભિયાન હાથ ધરતી સંસ્થાઓ માટેની ફી એવરેસ્ટ માટે 35 હજાર જયારે બીજા 8 હજાર મીટરથી વધુ ઉંચાઇવાળા અભિયાનો માટે 20 હજાર ડોલરની ફી કરવાની ભલામણ કરી છે.

નેપાળ સરકાર એવરેસ્ટ ઉપર જવાની મંજુરી આપવાની સંખ્યા મર્યાદીત કરવા વિચારી રહી છે. પણ આ પગલાથી તેની આવકને થનાર નુકશાનનો પણ તેને ડર છે.

વર્ષ 1953માં એડમંડ હિલેરી અને તેનઝીંગ નોર્ગેએ એવરેસ્ટ ઉપર પ્રથમવાર સફળતાપૂર્વક આરોહણ કર્યા બાદ એવરેસ્ટની મુલાકાતે આવનાર પર્વતારોહકોની સંખ્યામાં ધીમે-ધીમે વધારો થતો રહ્યો છે.

આ પર્વતારોહકોના કારણે એવરેસ્ટ સુધીના માર્ગ ઉપર ખાદ્યચીજો, ટેન્ટ, ઓકસીજન સીલીન્ડર જેવો કચરો પણ જોવા મળી રહ્યો છે.

નેપાળ સરકારે આ વર્ષે પર્વતારોહણની સીઝન પૂરી થયા બાદ એવરેસ્ટના પરિસરમાંથી 11 ટન કચરો દૂર કર્યો હતો.

વૈજ્ઞાનિકોના એક અભ્યાસના તારણ મુજબ અફઘાનીસ્તાનથી મ્યાનમાર સુધી ફેલાયેલા હિમાલય પર્વત ઉપર આવેલી ગ્લેસીયર અર્થાત હિમનદીઓ પૈકી એક તૃતિયાંશ હિમનદીઓ આ સદીના અંત સુધીમાં નાશ થવાની સંભાવના છે.

આબોહવામાં ઝડપથી થઇ રહેલા પરિવર્તનના લીધે હિમનદી સંકોચાવા ઉપરાંત ભેખડો ધસી પડવી, હીમપ્રપાત જેવી આપત્તિઓમાં પણ વધારો થઇ રહ્યો છે.

આ પાર્શ્વભૂમિમાં પર્વતારોહણ માટેના નિયમો કડક બનાવવાના નેપાળ સરકારના વિચારને ભારતે આવકાર્યો છે.

ભારત પ્રથમથી હિમાલય પર્વત પરના પર્યાવરણને થઇ રહેલા નુકસાનથી ચિંતીત છે.

ભારતમાં સીક્કીમ, મેઘાલય, નાગાલેન્ડ અને ઉત્તરાખંડ સહિત દેશના 12 પર્વતીય વિસ્તારના રાજ્યોએ ગયા વર્ષે પંદરસો જેટલા સ્થળોએ હિમાલય સ્વચ્છતા કાર્યક્રમ હાથ ધર્યો હતો.

એવી જ રીતે નેપાળ – હિમાલયની પર્યાવરણ વ્યવસ્થા જાળવવા તૈયાર કરેલ રાષ્ટ્રીય મીશન વહેલી તકે અમલમાં મૂકે તેની ભારત તરફેણ કરે છે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...