Skip to main content

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ભારતીય અર્થતંત્ર વિસ્તરણના માર્ગે છે. તે સમીક્ષા

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક કહ્યું છે કે, ભારતીય અર્થતંત્ર વિસ્તરણના માર્ગે આગળ વધી રહ્યું છે. જીડીપી દરમાં ધીમો ઘટાડો થવાની પૃષ્ઠભૂમિમાં પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો છે. કે, તેમની સરકાર આગામી પાંચ વર્ષમાં ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલીયન ડોલર સુધી લઇ જવા માટે પ્રતિબદ્ધ છે.

પ્રધાનમંત્રીએ સરકારની આર્થિક નીતિનું પુનઃમુલ્યાંકન કરતાં ભારપૂર્વક કહ્યું કે, ભૂતકાળમાં અનેક મક્કમ પગલા લેવામાં આવ્યા છે. જેના કારણે આવતા વર્ષોમાં તેના પરિણામ મળશે. એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી – એસોચેમે 100 વર્ષ પૂર્ણ કરવાના અવસરે સંબોધન કરતાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય અર્થવ્યવસ્થામાં ઘટાડો થઇ રહ્યો હોવાની ધારણાને દૂર કરવા જબરજસ્ત હસ્તક્ષેપ કર્યો.

વાસ્તવમાં છેલ્લા કેટલાક ત્રિમાસિક ગાળામાં જી.ડી.પી.ના વિકાસ દરમાં ઘટાડા અંગે ઘણું બધું કહેવામાં આવ્યું છે. જે વૈશ્વિક આર્થિક મંદીની પૃષ્ઠભૂમિમાં પણ છે. અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલો વેપાર યુદ્ધ પણ નિર્વિવાદ રીતે ભારતીય અર્થવ્યવસ્થાને અસર કરી રહ્યો છે. આ હકીકતને કોઇ નકારી શકે તેમ નથી કે પ્રધાનમંત્રી શ્રી મોદીને એક એવી અર્થવ્યવસ્થા વારસામાં મળી છે જેને ખરાબ લોનથી ભારે નુકશાન થયું છે.

જાહેર ક્ષેત્રની બેંકો એન.પી.એ.ની સમસ્યાઓનો સામનો કરી રહી છે. બેંકો, ઉદ્યોગોને ધિરાણ આપવામાં સંઘર્ષ કરી રહી છે. ત્યારે અર્થતંત્રના વિસ્તરીકરણ માટેની જગ્યા સંકોચાય તે દેખીતું છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, તેમની સરકારની પ્રાથમિકતા જાહેર ક્ષેત્રની બેંકોની સ્થિતિ સુધારવાની છે. તેમણે કહ્યું કે, રીઝર્વ બેંકની દેખરેખ હેઠળ અડધો ડઝનથી વધુ બેંકો આમાંથી બહાર આવી છે.

એ વાત સાચી છે કે, એન.ડી.એ. સરકારે છેલ્લા પાંચ વર્ષમાં જાહેર ક્ષેત્રની બેંકોના વીલીનીકરણની પ્રક્રિયા શરૂ કરી છે. જેથી આ બેંકો વધુ વિશાળ અને સ્પર્ધાત્મક બને.

એસોએમ બેઠકમાં પ્રધાનમંત્રીએ પરત ન ચૂકવાયેલા ધિરાણ ના કારણે બેંક ક્ષેત્રની પડી ભાંગેલી ધિરાણ સ્થિતિ ના કારણે અર્થતંત્રના જોખમો વિશે વિસ્તારપૂર્વક વાત કરી હતી. એ સાચું છે કે, ઘણી કોર્પોરેટ કંપનીઓએ ધિરાણની પરત ચુકવણી કરી નથી જેનાથી અર્થતંત્રની નાણાકીય વ્યવસ્થા મંદ પડી છે.

નાદારી પ્રક્રિયાના નિષ્કર્ષ માટેના એસ્સાર સ્ટીલનો સફળ ઠરાવ બેંકિંગ સંસ્થાનો માટે રાહત રૂપ છે. પ્રધાનમંત્રી મોદીએ ભારપૂર્વક કહ્યું કે, સરકારે લીધેલા પગલાઓના પરિણામો હવે મળી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમની સરકારે 2014માં કાર્યભાર સંભાળ્યો ત્યારે અર્થંતંત્ર આપત્તિજનક સ્થિતિ તરફ જઇ રહ્યું હતું. તેમની સરકારે અર્થતંત્ર સ્થિર કર્યું અને જરૂરી શિસ્ત આણ્યું. સરકારે ઉદ્યોગોની લાંબા સમયથી પડતર માંગણીઓ પર ધ્યાન આપ્યું.

પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે, સરકારે ભારતીય ઉદ્યોગની વાત સાંભળી છે અને કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો એ તેનો પૂરાવો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નીરીક્ષણ કર્યું કે, સરકારે અર્થવ્યવસ્થામાં પારદર્શિતા લાવવા માટે અનેક પગલાં લીધા છે. વસ્તુ અને સેવાકર એટલે કે, જીએસટીનો અમલ પણ કરમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવાની દિશામાં એક પગલું ગણાવી શકાય.

શ્રી મોદીએ ઉલ્લેખ કર્યો કે, વર્ષ 2014માં વેપારના સરળીકરણમાં ભારતનું રેન્કિંગ 190 દેશોમાં 142મું હતું. આજે ભારતે 63મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જે નિશ્ચિતરૂપે સરકારના પ્રયત્નો તેમજ રોકાણની દરખાસ્તોને ઝડપથી મંજૂરી આપવાની વાતને દર્શાવે છે.

તેમણે કહ્યું કે, મજૂર સુધારા માટે પગલાં લેવામાં આવ્યા છે જેમાં ઉદ્યોગો દ્વારા ઇચ્છિત મજૂર કાયદાના કોર્ડિફિકેશનનો સમાવેશ થાય છે.

ઇનસોલ્વન્સી અને બેંક કરપ્સી કોડ (આઈ.બી.સી.)માં સુધારા એ વાતની પુષ્ટિ કરે છે કે, સરકાર બેન્કો અને ઉદ્યોગોના હિતોનું રક્ષણ કરી રહી છે. જેથી અર્થવ્યવસ્થાને ગતિ મળશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દોહરાવ્યું છે કે, ભારતની અર્થવ્યવસ્થાને પાંચ ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થાનો લક્ષ્યાંક બનાવવાનો હાંસલ કરી શકાય તેમ છે.

પ્રધાનમંત્રીએ એમ પણ જણાવ્યું કે, તેમની સરકારે ભૂતકાળમાં નિર્ધારીત લક્ષ્યો પ્રાપ્ત કર્યા છે. સ્વચ્છ ભારત અભિયાન એ એનું પ્રમાણ છે.

જેના લેખક છે મનિષ આનંદ,
ધી ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસના સિનિયર સંવાદદાતા

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...