Skip to main content

સંસદનું ગત સપ્તાહ

ચાલુ શિયાળું સત્રમાં રાજ્યસભામાં ઇલેક્ટ્રિક સિગારેટ પ્રતિબંધક વિધેયક 2019, વિશેષ સુરક્ષા ગ્રુપ સંશોધન વિધેયક 2019 અને દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશોનું વિલીનીકરણ વિધેયક 2019 પસાર કરવામાં આવ્યા.

લોકસભામાં તોફાની ચર્ચા બાદ કરવેરા કાયદા સુધારા વિધેયક 2019 પસાર કરવામાં આવ્યું. ચર્ચા દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, રોકાણકારોને આકર્ષવા તથા રોજગારીના સર્જન હેતુથી આ નિર્ણય કરાયો છે. તેમણે ઉમેર્યુ કે અમેરિકા – ચીન વચ્ચે ચાલી રહેલા વેપાર યુદ્ધ બાદ બહુરાષ્ટ્રીય કંપનીઓ ચીનનો વિકલ્પ શોધી રહી છે ત્યારે ભારતને સ્પર્ધાત્મક સ્થળ બનાવવાના માટે આ લેવાયેલો આ વ્યુહાત્મક નિર્ણય છે.

તેમણે કહ્યું કે, પહેલી ઓક્ટોબર પછી સમાવેલા કોઇપણ કંપની તથા ઉત્પાદન એકમમાં રોકાણ કરનાર 15 ટકાના દરે ચૂકવણી કરી શકશે. જો કે તેણે અન્ય છૂટોનો લાભ લીધો હોવો જોઇએ નહી અને 2023ની 31 માર્ચ પહેલા ઉત્પાદન કરવાનું શરૂ કરવું પડશે આગ્રણી ઉદ્યોગપતિઓએ કરદરોમાં કરાયેલા ઘટાડાને ભારતીય કંપનીઓને સ્પર્ધાત્મક બનાવવા મોદી સરકારે લીધેલાં હકારાત્મક પગલું ગણાવ્યું હતું.

રાજ્યસભામાં ઇલેક્ટ્રોનીક સિગરેટ પ્રતિબંધક વિધેયક 2019 ધ્વનિમતથી પસાર કરાયો જેનાથી દેશમાં ઇ-સીગરેટના ઉત્પાદન સંગ્રહ અને પ્રચાર પર પ્રતિબંધ મુકયો છે. આ વિધેયકમાં ઇ-સીગરેટ કે જેમાં નીકોટીન તથા અન્ય રસાયણો હોય છે જે પ્રવાહીને શ્વાસ લઇ શકાય તેવી વરાળરૂપમાં પરિવર્તિત કરે છે. તેને વ્યાખ્યાયીત કરાઇ છે આમાં એક વર્ષની સજા તથા દસ લાખ રૂપિયાના દંડની જોગવાઇ છે.આરોગ્યમંત્રી ડો. હર્ષવર્ધન ચર્ચામાં જવાબ આપતા નોંધ્યું કે આ બાબત, ભારતની તમાકુ નિયંત્રણ સામેના પડકારો સામેની કટિબદ્ધતા દર્શાવે છે.

ઉપલા ગૃહે વિશેષ સુરક્ષા સુધારા વિધેયક 2019 પણ પસાર કર્યું. ગત સપ્તાહે નીચલા ગૃહમાં માત્ર પ્રધાનમંત્રી અને તેમના નજીકના પરીવારને વિશેષ SPG સુરક્ષા તથા પૂર્વ પ્રધાનમંત્રી અને તેમના પરીવારને પાંચ વર્ષ સુધી SPG સુરક્ષા આપવાની દરખાસ્ત છે.

લોકસભા એ દાદરા અને નગર હવેલી કેન્દ્રશાસિત પ્રદેશોના વિલીનીકરણ કરતુ વિધેયક પણ પસાર કર્યું છે. વીલીન કરાયેલ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ – દીવ તરીકે ઓળખાશે.

નીચલા ગૃહે જહાજ રીસાઇકલીંગ વિધેયક 2019 પર પસાર કર્યું. જેમાં જહાજમાં હાનિકારક પદાર્થોના ઉપયોગને મર્યાદિત કરવાની તથા જહાજના રીસાઇકલીંગને નિયંત્રિત કરવાની જોગવાઇ છે.

કેન્દ્રિય મંત્રીમંડળે નાગરીકત્વ સુધારા બિલ CABને પણ મંજૂરી આપી છે. જેને આવતા અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવશે.

ચાર ડિસેમ્બરે કેબિનેટે મંજૂર કરેલું નાગરિકત્વ સુધારા બિલ મહત્વપૂર્ણ હતું કારણ કે, સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ દેશભરમાં રાષ્ટ્રીય નાગરીકતા નોંધણી NRCની ભારપૂર્વક હિમાયત કરી રહ્યું છે.

આ વિધેયકનો હેતુ હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી ધર્મના અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓને ભારતીય નાગરીકતા આપવાનો છે આ સુધારેલા વિધેયકમાં નાગરીકતા કાયદો 1955 કે જેમાં યોગ્ય પ્રવાસ દસ્તાવેજો વગર વસતા લોકોને ગેરકાયદેસર શરણાર્થી ગણાવતી જોગવાઇમાં મોટો સુધારો કરાશે.

મંત્રીમંડળે વ્યક્તિગત માહિતી સુરક્ષા વિધેયકને પણ મંજુરી આપી છે અને સરકાર આ શિયાળુ સત્રમાં આ વિધેયક ગૃહમાં રજૂ કરશે. આ વિધેયકનો હેતુ વ્યક્તિગત માહિતીના સંગ્રહ, વ્યક્તિની સંમતિ, દંડ, વળતર, આચરસંહિતા તથા અમલીકરણ માટે વિસ્તૃત માર્ગદર્શિકા આપવાનો છે.

નાણાકીય તથા આરોગ્ય સહિતના મહત્વપૂર્ણ રેકોર્ડ ભારતમાં સ્ટોર કરાશે વિદેશીઓ માટેની જોગવાઇ વિધેયક રજૂ કર્યા બાદ નક્કી કરાશે.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગૃહને જણાવ્યું કે, સરકારે ભારતીય દંડ સંહિતા અને ફોજદારી કાર્યવાહી સંહિતામાં જરૂરી સુધારા સુચવવા એક સમિતિની રચના કરી છે.

ઉપલા ગૃહમાં પ્રશ્નકાળ દરમિયાન ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે, સરકારે ગેરકાયદેસર વસાહતીઓના દેશ નિકાલ માટે રાજ્યોને કડક સૂચનાઓ આપી છે.

લેખક – યોગેશ સાઠુ, પત્રકાર

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...