Skip to main content

મેડ્રીડ પરીષદમાં આબોહવા પરીવર્તન ઘટાડવા ભારતે રજુ કરેલીક કાર્ય યોજના 

આબોહવા પરીવર્તન હકીકત છે અને તેનાથી દુર ભાગી શકાય તેમ નથી. આબોહવા પરીવર્તન કોઇ એક દેશની કામગીરી કે નિષ્ક્રીયતા પર આધારીત નથી માટે તેની અસરોથી દુનિયાનો કોઇપણ દેશ બાકી રહી શકે તેમ નથી. કમોસમી વરસાદ, અતિશય ગરમી અને અતિશય ઠંડી વિગેરે આબોહવા પરીવર્તનના પરીણામ છે. જેની અસર આરોગ્ય અને ખાદ્ય ઉત્પાદનો પર થાય છે. હમણા જ પુરી થયેલી આબોહવા પરીવર્તનની મેડ્રીડ પરીષદ અથવા કોપ-રપ પરિષદમાં આબોહવા પરીવર્તન સામે અસરકારક પગલાં માટે પેરીસ સંધી ર૦૧પ ના અમલીકરણ માટેની કાર્ય યોજના ઘડવા અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઇ હતી. બે અઠવાડીયા ચાલેલી આ પરીષદમાં આબોહવા પરીવર્તનની અસરો અંગેની વૈજ્ઞાનીક ચેતવણીઓ, તેના પરીણામો અને તેની વિનાશકતાથી વિશ્વનો બચાવ જેવી બાબતોની સમીક્ષા કરાઇ હતી. આબોહવા પરીવર્તન માટેની સંયુક્ત રાષ્ટ્ર સંઘની સંસ્થા - આંતર સરકાર પેનલ – આઇપીસીસી એ આ પરીષદમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો તમામ રાષ્ટ્રો આબોહવા પરીવર્તન સામે પોતાની કાર્યયોજનાને વધુ સઘન નહી બનાવે તો પ્રકૃતિને નુકશાન કરી રહેલા પરીબળોને ઘટાડવા માટેના ઇચ્છીત પરીણામો મળી શકશે નહી. સંયુકત રાષ્ટ્રસંઘ પર્યાવરણ કાર્યક્રમના એમિશન ગેપ રીપોર્ટ – ર૦૧૯માં અત્યંત ગંભીર ચેતવણી આપતા જણાવાયું કે આપણે આબોહવા પરીવર્તનને ૧.પ ડિગ્રી સેલ્સીયસ સુધી ઘટાડવાની તક ગુમાવવાના આરે છીએ. હજારો વૈજ્ઞાનીક સંદર્ભોને આધારે આઇપીસીસીએ તેના વિશેષ અહેવાલના વૈશ્વીક ચેતવણી આપી છે કે જો આબોહવા પરીવર્તન આજની ગતિ એ જ ચાલુ રહેશે તો ર૦૩૦ થી ર૦પર સુધીમાં તાપમાનમાં ૧.પ ડિગ્રી જેટલો વધારો થશે. પેરીસ આબોહવા પરીષદમાં, આબોહવા પરીવર્તન સામેની લડતમાં એકઝુટ થઇ લડવા માટે પ્રથમવાર તમામ રાષ્ટ્રોએ ર૦૧પ સંધિ અંગે સમંતી સાધી હતી. 

વર્તમાન સદીમાં વૈશ્વિક તાપમાનનો વધારો બે ડિગ્રી કરતા ઓછો રાખી આબોહવા પરિવર્તનના પડકારો સામે વૈશ્વિક લડત આપવી અને ભવિષ્યમાં તાપમાન વધારો 1.5 ડિગ્રીથી વધુ ન થાય તે માટે અસરકારક પગલા લેવાએ પેરિસ સંધિનો મુખ્ય ઉદ્દેશ છે. મેડ્રીડ પરિષદમાં તમામ રાષ્ટ્રો આ વૈશ્વિક કાર્યયોજનાને વળગી રહે તેવો લક્ષ્યાંક રખાયો હતો. 

ચીન, ભારત, યુરોપીયન સંધ તથા અમેરિકા 2017માં અશ્મિભૂત બળતણ દ્વારા કાર્બન ડાયોક્સાઇન ઉત્સજનમાં 60 ટકાનો હિસ્સો ધરાવનાર દેશો હતા. 

ભારતે, 2030 સુધીમાં ગ્રીન કાર્બન ગેસ ઉત્સર્જનમાં જીડીપી યુનિટ દીઠ 33થી 35 ટકા ઘટાડો કરવાનો નિર્ધાર કર્યો છે.

ભારત તેની હાલની નીતીના આધારે કોઈ પણ શરત વગર આ લક્ષ્યાંક હાંસલ કરશે. અને તેનાં લક્ષ્યાંકને 15 ટકાથી વટાવી દેશે તેવી સંભાવના છે. ભારતની કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન ઘટાડવાની પ્રતિબદ્ધતા ચાર પગલા ઉપર આધારિત છે. જેમાં કોલસા આધારિત ઉર્જા એકમોના બદલે વીજળી ઉત્પાદનમાં બિન અશ્મીભૂત ઇંધણ સ્ત્રોતોનો ઉપયોગ, ઝિરો ઉત્સર્જન ટેકનોલોજીની દિશામાં પર્યાવરણને અનુકૂળ ઉદ્યોગોનો વિકાસ, જાહેર પરિવહન વ્યવસ્થાનું વિસ્તરીકરણ અને ઝીરો ઉત્સર્જન કરતી નવી ગાડીઓ વેચાણ દ્વારા રાષ્ટ્રીય ઇલેક્ટ્રીક પરિવહન વ્યવસ્થા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. 

મેડ્રિડ ખાતે યોજાયેલી પર્યાવરણ પરિષદમાં ભારતે મહાત્મા ગાંધીની ઓછી જરૂરિયાત સાથેની સરળ જીવનશૈલીની વિચારસરણી દ્વારા સાતત્યપૂર્ણ વિકાસના દૃષ્ટિકોણને રજૂ કર્યો હતો. ભારતે કહ્યું કે, સાતત્યપૂર્ણ વપરાશ અને ઉત્પાદનના સિદ્ધાંતોના આધારે તે આબોહવા પરિવર્તનના પડકારને ઉકેલી રહ્યો છે. 

ભારતે તેની કાર્બન ઉત્સર્જન માત્રામાં 21 ટકા ઘટાડો કર્યો છે અને તે પેરિસ સંધિમાં અપાયેલા વચન મુજબ 35 ટકાના ઘટાડાના લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યો છે. કોપ 25 પરિષદમાં ભારતના પ્રતિનિધિ મંડળની અધ્યક્ષતા કરી રહેલી કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ મુજબ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આબોહવા પરિવર્તન સામે શ્રેષ્ઠ કામગીરી કરનાર ટોચના 6 દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે, પેરિસ સંધિમાં અપાયેલા વચન મુજબ ભારતે 175 ગિગાવોટ નવીનીકરણ ઉર્જાના લક્ષ્યાંક સામે 83 ગિગાવોટ નવીનીકરણ ઉર્જાનું ઉત્પાદન શરૂ કરી દીધું છે અને હવે તેણે 450 ગિગાવોટ સુધી લઈ જવા માટેનીયોજના બનાવી રહ્યું છે. આબોહવા પરિવર્તનની માનવીય જીવન અને પરિસર તંત્ર પર મોટી અસરો જોવા મળી છે. અને આ મુદ્દો હાલના સમયનો સૌથી મોટો પડકાર છે. 

અશ્મિભૂત ઇધણો પરની નિર્ભરતા ઘટાડી, નવીનીકરણ ઉર્જાની દિશામાં આગળ વધીને જ આ પડકારનો સામનો કરી શકાશે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...