વર્તમાન મહામારીના સંદર્ભમાં વૈશ્વિક શિખર બેઠકો અને ઉચ્ચસ્તરીય બહુપક્ષીય બેઠકો અભૂતપૂર્વ પડકારોનો સામનો કરી રહી છે. આવા નીતીનિર્ધારકો જ્યારે એક જ સ્થળે એકત્રિત થાય છે અને પોતાના વિચારો રજૂ કરવાની સાથે વ્યક્તિગત સભ્ય દેશ માટે ચોક્કસ વલણ લે છે. તેમજ સમસ્યાનો ઉકેલ શોધે છે ત્યારે પ્રમાણમાં સમસ્યાનો ઉકેલ સરળ બને છે. તેમ છતાં આ વિશાળ ડીજીટલ વિશ્વના ફલક પર તેઓ જુદા જુદા રહીને પણ ઓનલાઈન એકબીજા સાથે મળે છે. પરિણામે મહત્વના એવા રાજનૈતિક અલ્પહાર વિરામ કે, વાહનમાં જતા આવતાં અને મોડી રાત્રના ભોજન સમારંભોની ગેરહાજરીની વચ્ચે સમસ્યાઓનો ઉકેલ માટે નવા વ્યૂહની હિમાયત કરે છે ત્યારે તે સમસ્યાનો ઉકેલ તરફનો એક કદમ બને છે.
જોકે, આ મહામારી વચ્ચે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલ શિખર બેઠકો અને ઉચ્ચસ્તરીય બેઠકો હવે નવા ધારાધોરણ મુજબ જરૂરી બની રહી છે. આ વર્ષે રશિયા બ્રિક્સ અને એસસીઓ શિખર બેઠકોની યજમાની કરી રહ્યું છે. ગયા અઠવાડિયે આ બંને બેઠકો એક સપ્તાહમાં યોજાઈ હતી. તેમાં એસસીઓના સંરક્ષણ મંત્રીઓની બેઠક મોસ્કોમાં ભજવાઈ રહી હતી જ્યારે બ્રિક્સના વિદેશ મંત્રીઓની બેઠક વીડિયો કોન્ફરન્સથી યોજાઈ હતી.
આમ, તો બ્રિક્સ સંગઠનની બેઠક ગયા જુલાઈ માસમાં યોજાવાની હતી. પરંતુ કોરોના રોગચાળાના લીધે તેને આગામી ઓક્ટોબરમાં યોજવાનું નક્કી કરાયું હતું. રશિયા વિદેશીમંત્રીઓની અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક રૂબરૂમાં યોજવા ખૂબ આતુર હતું. ભારત પણ આવો જ આગ્રહ રાખતું હતું. કારણ કે, 2021માં બ્રિક્સનું અધ્યક્ષપદ તેને મળવાનું છે.
રાષ્ટ્રસંઘના 75ની વર્ષગાંઠના સંદર્ભમાં બ્રિક્સના વિદેશમંત્રીઓની બેઠકની ચર્ચા વૈશ્વિક પરિસ્થિતિ અને રાષ્ટ્રસંઘની 75મી સભા સમક્ષના મહત્વના મુદ્દાઓ ઉપર જ કેન્દ્રીત રહી હતી.
વિદેશમંત્રી ડો.એસ.જયશંકરે તેમના જોશપૂર્ણ પ્રવચનમાં આધુનિક વિશ્વની હકીકતોને પ્રતિબિંબિત કરે તેવા ફેરફારોની જરૂર જણાવી હતી. તેમણે રાષ્ટ્રસંઘની સલામતી સમિતિના કાયમી અને હંગામી સભાસદોની સંખ્યામાં વધારો કરવાની જરર પણ જણાવી હતી. ભારત, રાષ્ટ્રસંઘ, વિશ્વ વેપાર સંગઠન – ડબલ્યૂટીઓ, આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળ આઈએમએફ, વિશ્વ આરોગ્ય સંગઠન ડબલ્યૂએચઓ વગેરે જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં સુધારાની ભાર પૂર્વક તરફેણ કરે છે અને આમ, બહુમત વાત તરફની તેની વચનબદ્ધતા નિશ્ચિત છે.
ભારતે રાષ્ટ્રસંઘના સંચાલન, શાંત રક્ષક દળો, વિદ્વાનોનું પ્રદાન અને આંતરરાષ્ટ્રીય મૂલ્કી અધિકારીઓની કામગીરી જેવા પ્રયાસો દ્વારા રાષ્ટ્રસંઘમાં ખૂબ મોટું યોગદાન આપેલું છે. વિકાસશીલ દેશો વતી પ્રશ્નો રજૂ કરવામાં અને તેના ઉકેલ નક્કી કરવામાં ભારત રાષ્ટ્રસંઘની સૌથી વધુ મદદ કરી રહ્યું છે. અને તેમ છતાં સલામત સમિતિના સુધારાની માંગ હજી સુધી યથાવત છે.
ધારણા એવી છે કે, બહુપક્ષીય લોકશાહીની કેટલાક દેશો નબળી પાડી રહ્યા છે. ભારત એવું માને છે કે કેટલાંક દેશોના અયોગ્ય ફાયદા ખાતર આ સમિતિના સુધારા હવે જરૂરી બની ગયા છે.
ડો.જયશંકરે ભારતમાં શરૂ કરાયેલું આત્મનિર્ભર ભારત અભિયાન ઝડપી વિકાસ અને વૃદ્ધિ માટે ચાવી રૂપ ગણાવી વૈશ્વિક આર્થિક જોડાણો માટે પરસ્પર લાભ રૂપ બની રહેશે એ અંગે સમજણ આપી હતી.
વિદેશમંત્રીએ આતંકવાદના પડકારો વિશે વાત કરતાં આતંકવાદ સામે બ્રિક્સની સહભાગીતા ઉપર ભાર મુક્યો હતો. તેમણે આતંકવાદ વિરોધી બ્રિક્સ વ્યૂહરચનાના નિષ્કર્ષો અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો.
બ્રિક્સ વિદેશમંત્રીઓએ નવા ચેપી રોગચાળા સામેની લડત માટેની વ્યૂહરચના અંગે પણ વિગતવાર ચર્ચાઓ કરી હતી. ડબલ્યૂએચઓએ ભજવેલી ભૂમિકાનો ઉલ્લેખ કરતાં તેઓએ આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય સુરક્ષા માટે બ્રિક્સ દેશોના હકારાત્મક યોગદાન વધારવાના મહત્વ પર ભાર મુક્યો હતો. નોંધપાત્ર રીતે, બેઠકમાં કોવિડ રોગચાળાના પરીણામે સામાજીક આર્થિક હકો અને વૃદ્ધિ પર થયેલી અસરોને પહેંચી વળવા સઘન સહયોગની જરૂરિયાત પર ભાર મુકાયો હતો. ઉલ્લેખનીય ચે કે, ભારતે કોવીડ સામેની લડતમાં 150થી વધુ દેશોને સહાય આપી છે.
કહેવાય છે કે, બ્રિક્સ નવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. એવું મનાઈ રહ્યું છે કે, ચીન જો તેનું આક્રમણ વલણ ચાલુ રાખશે અને ડબલ્યૂટીઓ , બ્રિક્સ અને અન્ય વૈશ્વિક સંસ્થાઓને અસરકારકતા ઓછી થતી રહેશે તો ભારતને છેવટે આ જૂથોમાંથી દૂર થવું પડશે.
ચીનના વલણના કારણે ભારતને કેટલાંક સહભાગીતા જોડાણોમાંથી પીછેહઠ કરવાની ફરજ પડી છે.
કેટલાંક સૂચનો મુજબ ભારતે બ્રિક્સ અને એસસીઓ કરતાં ઇન્ડોનેશીયા, વિયેતનામ, દક્ષિણ કોરિયા અને સિંગાપોરને સમાવતા ક્વાડ - પ્લસ વ્યૂહરચનામાં જોડાવું જોઈએ.
જો ચીન તેનું આક્રમક વલણ આ જ રીતે ચાલુ રાખશે તો નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય નિર્દેશોનું ઉલ્લંઘન થશે જ પણ તેનાથી બ્રિક્સના ભવિષ્ય સામે પણ પ્રશ્નાર્થ ઊભો થશે.
ભરતભાઈ, નીકીતા શાહ, રમેશ પરમાર
લેખક : ડો.આશ નારાયણ રોય

Comments
Post a Comment