Skip to main content

પાકિસ્તાનમાં ત્રાસવાદી વિરોધી વિધેયકને મંજૂરી-નહીવત આશાનું કિરણ

પાકિસ્તાનની સંયુક્ત સંસદે ત્રાસવાદ માટે નાણાં પૂરા પાડવા અને દેશમાં કાળા નાણાં વિરોધને લગતાં ત્રાસવાદ વિરોધી કાનૂન સુધારા વિધેયક અને અન્ય બે વિધેયકોને મંજૂર કર્યા છે. વિરોધપક્ષોના પ્રભુત્વવાળી સંસદે છેલ્લા એક મહિના દરમિયાન સતત આ વિધેયકોને ઠુકરાવી દીધા પછી હવે આ વિધેયકોને મંજૂરી અપાઈ છે. ફ્રાન્સના પેરિસ સ્થિત પાકિસ્તાન અંગેના નાણાંકીય કાર્યવાહી કાર્યદળ-એફએટીએફ દ્વારા પાકિસ્તાનને કાળી યાદીમાંથી દૂર કરવા મુકેલી શરતના પાલનના હેતુથી આ વિધેયકો પસાર કરવા પડ્યા હોય તેવું લાગે છે. વિશ્વમાં ત્રાસવાદને રોકવા કામ કરી રહેલી આ સંસ્થા દ્વારા પાકિસ્તાનને જૂન 2018થી શંકાસ્પદ દેશોની યાદીમાં મુકવામાં આવ્યું છે.

આ સંજોગોમાં પાકિસ્તાન સરકારનું સંસદનું ખાસ સંયુક્ત સત્ર બોલાવીને આ વિધેયકો મંજૂર કરવાનું એક આવકાર્ય પગલું છે. પરંતુ સાથો સાથ એફએટીએફની કાળી યાદીમાંથી નામ દૂર કરાવવા માટે ઇમરાન ખાન સરકાર દ્વારા લેવામાં આવેલું આ ફરજિયાત પગલું હોય તેવું લાગી રહ્યું છે. ઇમરાન ખાન આ ક્વાયત હાથ ધરવા કેટલાક ગંભીર છે અને તેમનો ઇરાદો કેટલો સારો છે તે હજી સુધી જણાતું નથી. ભૂતકાળના કોઈપણ અનુભવને ધ્યાનમાં લેતાં પાકિસ્તાન સરકારનું આ પગલું ખરેખર ફેરફાર કરતાં ધાકપીછોડા સમાન હોય તેવું લાગે છે.

એફએટીએફ ડિસેમ્બર 2019માં મુલતવી રાખેલી તેની સમીક્ષા આવતા મહિને કરવાનું છે. કોવિડ-19 મહામારીના કારણે આ સમીક્ષા નવ મહિના પાછી ઠેલાઈ છે. આ સંસ્થાએ અલગ તારવેલા કુલ 27 મુદ્દાઓ પર પાકિસ્તાનને પગલા લેવાનું કહી રહી છે. કારણ કે, શંકાસ્પદ દેશોની યાદીમાં મુકાવાથી પાકિસ્તાનને આઈએમએફ, વિશ્વ બેન્ક, એશિયાઈ વિકાસ બેન્ક, અને યુરોપીય સંઘ જેવી વૈશ્વિક નાણાં સંસ્થાઓ પાસેથી ધિરાણ મેળવવાથી વંચિત રખાયું છે. પરિણામે પાકિસ્તાનની કમર તૂટી ગઈ છે અને જો તે આ સમયે પગલા લેવામાં નિષ્ફળ જાય અને એફએટીએફને સંતોષી ન શકે તો કાળી યાદીમાં મુકાઈ જવાની શક્યતા પણ છે. તેઓ અર્થ એ થયો કે, પાકિસ્તાન હવે વધુ પ્રતિબંધો સહન કરી શકે તેમ નથી.

પાકિસ્તાનને તેની આર્થિક હાલત સુધારવાની તાતી જરૂર છે. અને ત્રાસવાદીઓ સામેની કાર્યવાહીમાં વધુ વિલંબ તેના માટે ઘાતક નિવડી શકે તેમ છે. તેથી જ પ્રધાનમંત્રી ઇમરાન ખાન દુનિયા સમક્ષ એફએટીએફ દ્વારા અપાયેલી સૂચનાનું પાલન કરાઈ રહ્યું હોવાની છાપ ઊભી કરી રહ્યા છે. પાકિસ્તાને ગયા મહિને તેના 100 વ્યક્તિઓને ત્રાસવાદીઓ જાહેર કર્યા છે. પરંતુ ત્યારપછી શું થયું તે હજી જાણી શકાયું નથી.

પાકિસ્તાની સંસદના સંયુક્ત સત્ર દ્વારા ત્રણ વિધેયકોને અપાયેલી મંજૂરી પાછળની ભાવના ખોટી ન હોઈ શકે. એફએટીએફ દ્વારા નિર્ધારીત કરાયેલા આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ વર્તમાન કાયદામાં સુધારો કરવાના હેતુથી કાળા નાણાં નાબૂદી, સુધારા વિધેયક અને ત્રાસવાદ વિરોધી સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યા છે. પરંતુ લાખ રૂપિયાનો સવાલ એ છે કે, શું પાકિસ્તાન આ બાબતે ગંભીરતાથી પગલા લઈ રહ્યું છે કે, પછી એએફટીએફની જાળમાંથી છૂટવાનો પ્રયત્ન માત્ર છે ?

પાકિસ્તાન સાથે આતંકવાદ સામેની લડતમાં આતંકવાદને પૂરું પડાતું ભંડોળ મુખ્ય પરિબળ છે. કારણ કે, પાકિસ્તાનનું સૈન્ય અને સરકાર દેશમાંથી આતંકવાદ નાબૂદ કરવા ક્યારેય એક પક્ષે રહ્યા નહીં. ઉલટાનું બંનેએ હંમેશાં આતંકવાદને પોષણ આપ્યું છે અને રાજ્ય નીતીઓમાં તેનો સાધન તરીકે ઉપયોગ કર્યો છે. કોઈ ને ખબર નથી કે આ વખતે પણ સૈન્ય સરકાર સાથે છે કે નહીં.

વળી, વિપક્ષો અલગ જ વાત કરે છે. સંસદમાં વિધેયક પસાર થયા બાદ પીપીપી નેતા બીલાવત ભુટ્ટો ઝરદારી અને પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન)ના નેતા શાહબાઝ શરીફે કહ્યું કે, સરકાર, વિપક્ષોને કચડવા FATF ના નામે રાષ્ટ્રીય જવાબદેહીતા સંસ્થાને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે.

તેમણે કહ્યું કે, આ ખરડો તપાસ સંસ્થાઓને કોઈપણ ને વોરંટ વગર ધરપકડ કરવાની અંડરકવર ઓપરેશન કરવાની અને સંદેશાવ્યવહાર અવરોધવાની તથા કોમ્પ્યૂટર સિસ્ટમને એક્સેસ કરવાની સત્તા આપે છે. તેમણે આ દિવસને પાકિસ્તાન ઇતિહાસનો કાળો દિવસ ગણાવ્યો. ઇમરાન ખાને, તેમના પર લોકશાહી મોરચે પોતાનો બચાવ કરી રહ્યા હોવાનો આરોપ મૂક્યો છે. ઇમરાન ખાને વિપક્ષો પોતાના લાભ માટે વિધેયકને બહાલી અવરોધી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. પોતાની ટીપ્પણીમાં ઇમરાન ખાને કહ્યું કે, વિપક્ષો પોતાના કાળા-નાણાંને બચાવવા દેશને એફએટીએફના બ્લેક લિસ્ટમાં પણ ધકેલી શકે છે.

આશા છે કે, આ વખતે ઇમરાન ખાન પોતાના દેશના લોકોના હિતમાં આતંકવાદ વિરૂદ્ધ ગંભીરતાથી પગલા લેશે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...