Skip to main content

ભારત અને આસિયાન સંગઠનના દેશોના મજબૂત બની રહેલા સંબંધો અંગે સમીક્ષા

ભારતે વર્ષ 1990 ની શરૂઆતમાં અપનાવેલી આર્થિક ઉદારીકરણની નીતિ અને તે વખતે વિશ્વના રાજકારણમાં થયેલા ફેરફારોને ધ્યાનમાં લઈને ભારતે દક્ષિણ-પૂર્વ એશિયાના દેશોના સંગઠન – આસિયાન દેશો સાથે બહુસ્તરીય સંબંધો મજબૂત બનાવવાના પ્રયાસો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. અત્યાર સુધીના પ્રયાસોથી ભારતની પૂર્વના દેશો તરફી નીતિ હવે વધુ પરિપક્વ બનીને વધુ જોમવંતી તથા કાર્ય દ્વારા પરિણામો હાંસલ કરતી નીતિ બની છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બારમી ભારત – આસિયાન શીખર બેઠક તથા મ્યાનમારમાં નવેમ્બર 2014માં યોજાયેલી 9મી પૂર્વ એશિયા બેઠકમાં ભારતની પૂર્વના દેશો તરફી નીતિને વધુ વિધિવત સ્વરૂપ આપ્યું હતું.

આસિયાન ઉપરાંત ભારતે આ વિસ્તારમાં હાથ ધરેલી BIMSTEC અને MGC જેવી પહેલોમાં આસિયાન સંગઠનના કેટલાંક દેશોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ભારત – એશિયા યુરોપ મીટિંગ – ASEM, પૂર્વ એશિયા બેઠક – EAS, આસિયાન પ્રાદેશિક મંચ ARF, આસિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠક જેવા બીજા પ્રાદેશિક મંચોમાં પણ સક્રિય રહે છે.

ભારતના આસિયાન દેશો સાથેના સંબંધો દેશની વિદેશ નીતિનો આધારસ્તંભ છે તેમજ પૂર્વના દેશો તરફી નીતિનો પાયો છે. આ સંબંધે વિસ્તરણ પામીને વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિણામે એ બાબત પણ સહજ પ્રક્રિયા ગણાવી શકાય.

ભારત પણ આસિયાન સંગઠનમાં પ્રથમ ભાગીદાર દેશ, 1996 માં મંત્રણા ભાગીદાર દેશ તથા 2002 માં શીખર સ્તરનો ભાગીદાર દેશ – એમ વધતી જતી જવાબદારી અને સક્રિયતા સાથે આસિયાન દેશો સાથે જોડાયો છે. વર્ષ 2015 માં ભારતે આસિયાન સંગઠન સાથે અલાયદુ મીશન અને જાકાર્તામાં EAS સાથે પણ અલાયદુ મીશન નક્કી કર્યું હતું.

ભારતે ઉત્તર-પૂર્વ અર્થાત્ ઇશાન ભારતને ખૂલ્લુ મૂકવા વિવિધ પહેલ હાથ ધરી છે અને વિદેશ નીતિમાં ફેરફારો પણ કર્યા છે. ભારત માટે પૂર્વ તથા દક્ષિણ – પૂર્વ એશિયાના દેશો માટે ઇશાન ભારતએ પ્રવેશ દ્વાર છે. આમ ભારતની પૂર્વના દેશો તરફી નીતિ તથા પાડોશી દેશો પહેલાં આ બંને વિદેશ નીતિ માટે ઇશાન ભારત આધારસ્તંભ છે. આથી જ ભારતે ઇશાન ભારતમાં માળખાકીય સુવિધાઓ તથા સંપર્ક વધારવાના પ્રયાસો શરૂ કર્યા છે. 

ગત સપ્તાહમાં વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાયેલી આસિયન દેશોની મંત્રીસ્તરની બેઠક ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર તથા થાઇલેન્ડના નાયબ પ્રધાનમંત્રી દોન પ્રમોદવીનાઈના અધ્યક્ષપદે યોજાઈ ગઈ.

આ બેઠકમાં ભારત – આસિયાન વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં દરિયાઈ ક્ષેત્રે સહકાર, શિક્ષણ તથા લોકો વચ્ચેનો સંપર્ક જેવા ઘણાં ક્ષેત્રોને આવરી લેવાયા હતા. આ બેઠકમાં વર્ષ 2016માં નિર્ધારિત આસિયાન – ભારત કાર્ય યોજનાના અમલમાં થયેલી પ્રગતિની પણ સમીક્ષા કરાઈ હતી. આ બેઠકમાં આસિયાન – ભારતની 17મી શીખર બેઠકની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

ભારત – આસિયાનની વર્ષ 2021-2025 માટેની નવી કાર્ય યોજનાને બેઠકમાં બહાલી આપવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ કોવિડ સામેની લડતમાં આસિયાન સંગઠનના દેશોનો સહકાર વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા કરાઈ હતી. એવી જ રીતે વિયેતનામના અધ્યક્ષપદે યોજાયેલી આસિયાન પ્રાદેશિક મંચની બેઠકમાં વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરન જોડાયા હતા.

આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય તથા પ્રાદેશિક મુદ્દાઓ, હિન્દ – પ્રશાંત પહેલ, આતંકવાદનો ખતરો જેવા મુદ્દાઓ અંગે ચર્ચા કરાઈ હતી. બેઠકના અંતે કોવિડ સામેની લડતમાં સહકાર સહિત ત્રણ ઠરાવો નિવેદનોને બહાલી અપાઈ હતી. ભારત ARF ની વિવિધ પહેલોમાં ઘણી સક્રિયતાથી ભાગ લે છે.




લેખક : આકાશવાણીના સમાચાર વિશ્લેષક પદમસિંહ

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...