Skip to main content

SCO ની બેઠક વખતે, ભારત અને ચીને કરેલી મંત્રણા અંગે સમીક્ષા

ભારતે SCOની બેઠકમાં વ્યક્ત કરેલી પ્રતિબદ્ધતા, યુરોપ – એશિયા સહકારને મજબૂત કરવાની ભારતની પ્રતિબદ્ધતા જ દર્શાવે છે. 

ભારત જમીન માર્ગે મધ્ય એશિયાના દેશો સાથે જોડાયેલો ન હોવાથી, SCO સંગઠન ભારતને આ પ્રદેશો સાથેના આર્થિક સંબંધો મજબૂત બનાવવાની તક પૂરી પાડે છે. 

આથી જ , ભારત જ્યારે કોવિડના કારણે ઊભા થયેલા પડકારોનો સામનો કરી રહ્યો હતો ત્યારે SCO ની 10મી બેઠકે દેશને નવી તક આપી. 

ભારત આગામી 29 અને 30મી નવેમ્બર 2020ના રોજ SCO ના સરકારોના વડાઓની બેઠકનો પ્રથમવાર યજમાન બનશે. 

ભારતે, આ ઐતિહાસિક ક્ષણનો ઉપયોગ આપણા વિસ્તારના સામાન્ય સલામતી પડકારોનો ઉકેલ મેળવવા કરવાનો નિર્ધાર કર્યો છે. 

SCO સંગઠન આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્તર – દક્ષિણ પરિવહન કોરીડોર, જેવી પહેલોને પૂરક કામગીરી કરે છે. 

આમ, બહુવિધ સ્વરૂપના પરિવહન અને ઊર્જા પ્રોજેક્ટો, ભારતના પાડોશી દેશો સાથેના સંબંધો મજબૂત કરવામાં મદદરૂપ બનશે. 

અફઘાનિસ્તાનમાં સલામતીની સ્થિતિ વણસી છે, જે બાબ સમગ્ર દક્ષિણ એશિયાની સલામતીની સ્થિતિને અસર કરી રહી છે. આવા સંજોગોમાં SCO નું પ્રાદેશિક આતંકવાદ વિરોધી માળખું RATS ભારતને આ વિસ્તારની આતંકવાદી પ્રવૃત્તિઓની માહિતી પૂરી પાડવા ઉપરાંત, SCO સંગઠનનના સભ્ય દેશોમાં આતંકવાદ વિરોધી કામગીરીમાં જોડાવાની તક આપે છે. 

કોવિડ રોગચાળાએ ઘણાં દેશો સામે પડકારો ઊભા કર્યા છે, પણ સાથે સાથે આર્થિક અને રાજકીય સહકારની તક પણ ઊભી કરી છે. 

સમગ્ર વિશ્વના સ્તરે કોવિડના પડકારને પહોંચી વળવાના સામૂહિક પ્રયાસોના અભાવમાં નાના નાના જુથો વધુ સરળતાથી તકો આપે છે. 

દાખલા તરીકે ભારતે, રશિયાની સ્પુતનીક રસીમાં નોંધપાત્ર રસ દાખવ્યો છે. 

ભારત હાલ, રસીની ત્રીજા તબક્કાની ટ્રાયલ અને રસીના ઉત્પાદન બાબતે મંત્રણા કરી રહ્યો છે. 

રશિયાના SCO ના મહામંત્રી વ્લાદીમીર નોરોવે રસીના સંશોધન અને વિકાસમાં ભારતની ભૂમિકા માન્ય રાખી, તે દ્વારા રશિયાએ પણ ભારત સાથેના આ ક્ષેત્રના સંબંધો વધારવામાં રસ દાખવ્યો ગણાય. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હેલ્થ એટલે કે, આરોગ્ય, આર્થિક, વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો સાહિત્ય અને સંસ્કૃતિ ક્ષેત્રના સંબંધો તથા T- એટલે કે, આતંકવાદ મુક્ત સમાજની દરખાસ્ત રજૂ કરી છે. 

SCO ના વિદેશમંત્રીઓની બેઠકમાં ભારત માટે લદ્દાખ ખાતે તણાવભરી પરિસ્થિતિ હોવા છતાં ભારતે સલામતી ઉપરાંત આર્થિક અને વેપાર ક્ષેત્રના પડકારો બાબતે પણ ચર્ચા કરી હતી. 

SCO ની બેઠકની સાથે સાથે વિદેશમંત્રી એસ.જયશંકર અને ચીનના વિદેશમંત્રી વાંગ યી એ ભારત – ચીન સરહદે તણાવ ઘટાડવા માટે મંત્રણાઓ કરી હતી. 

આ મંત્રણા વખતે સરહદની તણાવની સ્થિતિ ઘટાડવા બંને પક્ષો એક સમજૂતી કરી શકે તેવી શક્યતા ઊજળી બની.

બંને અગ્રણીઓએ ભારત-ચીન સરહદી વિવાદ બાબતે મુક્ત અને રચનાત્મક ચર્ચા કરવાની સાથે સાથે ભારત અને ચીનના સંબંધો અંગે પણ ચર્ચા કરી હતી.

બંને અગ્રણીઓ ભારત અને ચીન વચ્ચેના મુદ્દાઓ વિવાદ ન બને તે જોવા, તેમજ અત્યાર સુધીની ચર્ચામાં જ્યાં જ્યાં સમતિ સધાઈ હતી, એમાંથી માર્ગદર્શન મેળવવા બાબતે એકમત ધરાવતા થયા. બંનેએ એવો મત વ્યક્ત કર્યો કે, સરહદે ઊભો થયેલો તણાવ, ભારત અને ચીનના હિતમાં નથી. 

આથી જ સરહદ મુદ્દે સેના સ્તરની વાતચીત ચાલુ રાખવી જોઈએ તથા બંને દેશોની સેનાએ ચોક્કસ અંતર જાળવીને પોતાના મૂળ સ્થાને પાછું જવું જોઈએ.

બંને પક્ષોએ બાબતે પણ સહમત થયા હતા કે સરહદને લગતી બાબતોમાં શાંતિ જાળવવી જોઈએ તથા સધાયેલી સમજૂતી અને પ્રોટોકોલનું પાલન થવું જોઈએ. 

બંને દેશો સરહદની બાબતોમાં ખાસ પ્રતિનિધિ વ્યવસ્થા દ્વારા મંત્રણા ચાલુ રાખવા સંમત થયા હતા. 

બંને મંત્રઓએ હાલની તણાવભરી સ્થિતિમાં ઘટાડો થયા પછી, વિશ્વાસ મજબૂત કરવા નવા પગલાં લેવાની બાબતે પણ સહમતી સાધી હતી.



લેખક – ચીન અંગેની બાબતોના વ્યૂહાત્મક વિશ્લેષક, ડોક્ટર એમ.એસ. પ્રતિભા
શ્રીરંગ તેડુંલકર – રમેશ પરમાર

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...