Skip to main content

વૈશ્વિક ગુણવતાના ભારતીય ઉત્પાદનો માટે પ્રધાનમંત્રી એ કરેલી હાકલ અંગે સમીક્ષા



પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વર્ષ 2021માં દેશ નવી ઉંચાઇઓ હાંસલ કરશે. તેવી આશા વ્યક્ત કરી છે. પ્રધાનમંત્રીએ ભારતની છબી વિશ્વમાં વધુ મજબુત બને તેવી અપેક્ષા દર્શાવી છે.

પ્રધાનમંત્રીએ વીતી રહેલા વર્ષની યાદો મમળાવતા જનતા કફર્યુ જેવા અનુભવોમાં નાગરીકોની ઉત્સાહભેર ભાગીદારીનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કહ્યું કે, જયારે આખા દેશના લોકોએ થાળી વગાડી કોરોના વોરીયર્સનું સન્માન કર્યું ત્યારે કોરોના સામેની લડતમાં લોકોની એકજૂટતા અને ભાગીદારીના દર્શન થયા.

શ્રી મોદીએ કહ્યું કે, દેશના સામાન્યમાં સામાન્ય લોકોએ પરીવર્તનની અનુભુતિ કરી. શ્રી મોદીએ કહ્યું કે, તેમણે દેશમાં આશાની અસાધારણ લહેર જોઇ. કોરોના દરમિયાન અનેક પડકારો આવ્યા દુનિયાભરમાં સપ્લાય ચેન વ્યવસ્થા ખોરવાઇ, પણ આપણે પ્રત્યેક પડકારમાંથી નવો પાઠ શીખ્યા. દેશમાં નવી ક્ષમતાઓ ઉભી થઇ. દેશમાં આત્મનિર્ભર-સ્વનિર્ભર થવાની ક્ષમતા ઉભી થઇ.

પ્રધાનમંત્રીએ વિશાખાપટ્ટનમના વૈંકટ મુરલી પ્રસાદના પત્રનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વેંકટે રોજબરોજ વપરાતી ઇલેક્ટ્રોનિક્સ, સ્ટેશનરી, સેલ્ફકેર સહિતની અનેક વસ્તુઓની યાદી બનાવી છે. વેંકટે પ્રધાનમંત્રીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, જાણ્યે અજાણે આપડે એવી અનેક વિદેશી વસ્તુઓનો રોજીંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ જેના સ્વદેશી વિકલ્પો બજારમાં આસાનીથી ઉપલબ્ધ છે. વેંકેટે પત્રમાં હવેથી ભારતીય ઉત્પાદનો જ વાપરવાની નેમ વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ દેશના ઉત્પાદકો અને ઉદ્યોગ અગ્રણીઓને કહ્યું કે, દેશના લોકોએ મજબૂત હિંમતભર્યું પગલું લીધું છે વોકલ ફોર લોકલ આજે પ્રત્યેક ઘરોનો પ્રતિ ધ્વનિ બની રહ્યો છે ત્યારે સ્વદેશી ઉત્પાદનો આંતરારાષ્ટ્રીય ગુણવત્તા ધરાવતા હોય તે સુનિશ્ચિત કરવું જોઇએ. વિશ્વના શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો ભારતમાં જ બનેલા હોય તે પુરવાર કરવા ઉદ્યોગ સાહસિકોએ આગળ આવવું પડશે. સ્ટાર્ટઅપ કંપનીઓએ પણ આ દિશામાં આગળ વધવું પડશે.

​શ્રી મોદીએ આ પ્રસંગે શ્રી ગુરુ ગોવિંદસિંહજી તથા તેમના પુત્રો, સાહિબઝાદે જોરાવરસિંહ અને ફતેહસિંહને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, જુલમીઓ ઇચ્છતા હતા કે સાહિબઝાદે તેમની માન્યતા છોડી, મહાન ગુરુ પરંપરાનો ત્યાગ કરે. પરંતુ, સાહિબઝાદેએ કૂમળીવયે પણ આશ્ચર્યજનક હિંમત અને નિશ્ચય બતાવ્યો. શ્રી ગુરુ ગોવિંદસિંહજીના કુટુંબના સભ્યો દ્વારા કરવામાં આવેલ શહાદત માનવતાની દીવાદાંડી સમાન બની રહ્યા છે. આ શહાદતનાં આપણે ઋણી છીએ.

દેશમાં દિપડાઓની વધેલી સંખ્યા અંગે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ભારતમાં 2014 થી 2018 ની વચ્ચે, દીપડાઓની સંખ્યામાં 60 ટકાનો વધારો થયો છે. 2014 માં, દેશમાં દીપડાઓની સંખ્યા લગભગ 7,900 હતી, જ્યારે 2019 માં તે વધીને 12,852 થઈ ગઈ છે.

દેશના મોટાભાગના ભાગોમાં, ખાસ કરીને મધ્ય ભારતમાં દીપડાઓની સંખ્યા વધી છે. દીપડાઓની મહત્તમ વસ્તી ધરાવતા રાજ્યોમાં; મધ્યપ્રદેશ, કર્ણાટક અને મહારાષ્ટ્ર ટોચ પર છે. આ વર્ષની આ એક મોટી ઉપલબ્ધિ છે. દીપડો , સમગ્ર વિશ્વમાં જોખમોનો સામનો કરી રહ્યો છે; તેના નિવાસસ્થાનને સમગ્ર વિશ્વમાં નુકસાનનો સામનો કરવો પડ્યો છે. આવા સંજોગોમાં, ભારતમાં દીપડાઓની વસ્તીમાં સતત વૃદ્ધિએ સમગ્ર વિશ્વને માર્ગ બતાવ્યો છે.

પ્રધાનમંત્રી મોદીએ ઉમેર્યું કે આપણે દેશને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત બનાવવાનો છે. 2021ના આપણા સંકલ્પોમાં દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના સંકલ્પનો સમાવેશ થવો જોઇએ.

અંતમાં પ્રધાનમંત્રીએ લોકોને નવા વર્ષ માટે શુભેચ્છાઓ પાઠવી અને તેમણે નાગરિકોને સ્વસ્થ રહેવા અને તેમના પરિવારને પણ સ્વસ્થ રાખવા અનુરોધ કર્યો.

લેખક – કૌશિક રોય

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...