Skip to main content

ભારતે કોવિડની રસી પ્રસ્તુત કરી એ અંગે સમીક્ષા

આત્મનિર્ભર ભારત અને મેઇક ઇન ઇન્ડિયા પહેલને મજબૂત બનાવવા ભારતના વૈજ્ઞાનિકો તથા તબીબી સમુદાયે સ્વદેશી ટેકનિકથી કોવિડની રસી ઘરઆંગણે તૈયાર કરી છે. હૈદરાબાદ ખાતેની ભારત બાયોટેકે તૈયાર કરેલી રસીને ભારતના ઔષધ નિયંત્રણ નિદેશકે ઇમરજન્સી ઉપયોગ માટે મંજુરી આપી છે.
એવી જ રીતે પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટે ઓક્સફર્ડ એકસ્ટ્રાઝેનેકાના સાથ – સહકારમાં તૈયાર કરેલી કોવિશીલ્ડને પણ ઇમરજન્સી ઉપયોગ માટે DGCI દ્વારા માન્યતા આપવામાં આવી છે. આ બંને રસીઓ સલામત, કાર્યક્ષમ વાજબી દરવાળી તથા ભારતીય હવામાનને અનૂકુળ. સીરમ તથા ભારત બાયોટેકની રસીઓના બે ડોઝ આપવાના રહેશે.
આ રસીનો 2-8 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને સંગ્રહ કરી શકાય છે. સરકાર, રસીકરણના કાર્યક્રમની ટૂંક સમયમાં જાહેરાત કરે તેવી શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય કંપનીઓની રસીના ઇમરજન્સી ઉપયોગને મળેલી માન્યતાને કોવિડ સામેની લડતમાં મહત્વનો નિર્ણય તરીકે ઓળખાવ્યો છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું છે કે, આ બંને કંપનીઓએ દેશને કોવિડ મુક્ત અને તંદુરસ્ત રાષ્ટ્રના પંથે મૂકી આપ્યો છે. તેમણે દેશના વૈજ્ઞાનિકોને અથાક અને સઘન પ્રયાસોથી મેળવેલી સિધ્ધિ માટે બિરદાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહમાં નિષ્ણાતોની સમિતિની મળેલી બેઠકમાં સઘન ચર્ચા વિચારણા બાદ ભારતીય કંપનીઓ દ્વારા વિકસાવેલી રસીના ઇમરજન્સી ઉપયોગ તથા નિયંત્રિત ઉપયોગને મંજુરી આપવાની ભલામણ કરવામાં આવી હતી.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ તથા ભારત બાયોટેકની રસીના ઇમરજન્સી ઉપયોગની ભલામણ ઉપરાંત કેડિલા હેલ્થકેરની રસીની ત્રીજા તબક્કાની ક્લિનિક્લ ટ્રાયલને પણ મંજુરી આપવાની ભલામણ કરાઈ છે. પુણેની સીરમ ઇન્સિટ્યૂટે એક્સ્ટ્રેઝેનેકા ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા મળેલી ટેકનોલોજીની મદદથી સાર્સ – કોવિ-ટૂ સ્પાઇકને ડિકોડ કરીને કોવિશીલ્ડ રસી તૈયાર કરી છે.
આ કંપનીએ 23 હજાર, 745 સ્વયંસેવકો ઉપર થયેલો ક્લિનિક્લ પરિક્ષણનો ડેટા સુપરત કર્યો છે. આ પરિક્ષણમાં રસીની કાર્યક્ષમતા 70.42 ટકા હોવાનું જણાવ્યું છે. આ ઉપરાંત સીરમ ઇન્સિટ્યૂટે બીજા અને ત્રીજા તબક્કાની સોળસો પાર્ટીસીપન્ટ્સ ઉપર હાથ ધરાયેલા પરિક્ષણની વિગતો પણ આપી હતી.
આ બધી જ માહિતીની ચર્ચા કર્યા બાદ નિષ્ણાતોની સમિતિએ રસીના ઇમરજન્સી ઉપયોગની ભલામણ કરી છે. બીજી તરફ ભારત બાયોટેકે ભારતીય તબીબી સંશોધન પરિષદ – ICMR ના સહકારમાં કોવેક્સિન રસી વિકસાવી છે.
આ રસી સલામતી માટે જાણીતા વેરો સેલ પ્લેટફોર્મના આધારે વિકસાવી છે. ભારત બાયોટેકે જુદા જુદા પ્રાણીઓ ઉપર પહેલા અને બીજા તબક્કાના પરિક્ષણો હાથ ધર્યા હતા, તેની વિગતો આપી છે.
ત્રીજા તબક્કાની ક્લિનિક્લ પરિક્ષણોમાં 22 હજાર, 500થી વધુ પાર્ટીસીપેન્ટોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં પરિક્ષણમાં રસી સલામત જણાઈ છે. નિષ્ણાંતોની સમિતિએ માહિતીનો અભ્યાસ કર્યા બાદ રસીના ઇમરજન્સી ઉપયોગની મંજુરી આપવાની ભલામણ કરી છે.
દેશની કેડિલા હેલ્થકેર કંપનીએ પણ DNA પ્લેટફોર્મ ટેકનોલોજીની મદદથી એન કોવ વેક્સિન તૈયાર કરવાનો આરંભ કર્યો છે. કેડિલાએ રસીની પહેલા અને બીજા તબક્કાની ક્લિનિક્લ ટ્રાયલ એક હજારથી વધુ પાર્ટીસીપેન્ટ ઉપર હાથ ધરી હતી. વચગાળાના ડેટા મુજબ રસીના ડોઝ સલામત નિવડ્યા છે.
કેડિલા કંપનીએ ત્રીજા તબક્કાની ક્લિનિક્લ ટ્રાયલ હાથ ધરવાની મંજુરી માગી છે. આ ટ્રાયલ માટે કંપનીને મંજુરી આપવાની ભલામણ નિષ્ણાતોની સમિતિએ કરી છે. કોવિડ રોગચાળાએ ઘણાં નવા પડકારો ઉભા કરવાની સાથે સાથે નવી તકો પણ આપી છે.
ભારતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કોવિડ સામેની લડતની તક ઝડપીને કોવિડને નિયંત્રણમાં લેવાની કામગીરી અત્યાર સુધી સફળતાથી કરી છે.
x

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...