Skip to main content

ભારતે બ્રીક્સ દેશો સાથેના સંબંધો મજબૂત બનાવ્યા એ અંગે સમીક્ષા

બ્રિક્સ સંગઠનની રચના થઇ ત્યારથી ભારતના બ્રીક્સના અન્ય સભ્ય દેશો સાથેના બહુસ્તરીય સંબંધો ભારતની વિદેશ નિતીમાં વ્યૂહાત્મક અને મહત્વનું સ્થાન ધરાવતા થયા છે.

બ્રિક્સ દેશોની આર્થિક બાબતોની નોંધ વૈશ્વિક સ્તરે લેવાય છે અને આ સંદર્ભમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં બ્રાઝીલના બ્રાસીલીયા ખાતે યોજાયેલી 11મી બ્રિક્સ સંગઠનની શિખર પરિષદમાં આપેલી હાજરી આગવું મહત્વ ધારણ કરે છે.

આ વખતની બેઠકમાં, બ્રિક્સ દેશોએ સંગઠનના માળખામાં રહીને આતંકવાદ વિરોધી કામગીરીમાં સહકાર વધારવા વિચારણા કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, બ્રિક્સ વેપાર પરિષદને સંબોધતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, બ્રિક્સ દેશો વિશ્વના અર્થતંત્રના વિકાસમાં 50 ટકા જેટલું યોગદાન આપે છે.

વૈશ્વિક સ્તરે આર્થિક વિકાસની ગતિ થોડી મંદ પડી છે છતાં બ્રિક્સ સંગઠનના દેશોએ આર્થિક વિકાસ ઝડપી બનાવ્યો છે અને લાખો લોકોને ગરીબીમાંથી બહાર કાઢયા છે.

તેમણે કહ્યું કે, બ્રિક્સ દેશોની વિવિધતા, તેમના બજારોનું કદ આ બધી જ બાબતો સંગઠનના સભ્ય દેશો માટે મહત્વની બની રહેશે.

ભારત એ ઘણી બધી તકો પૂરો પાડતો દેશ છે તેમ જણાવીને પ્રધાનમંત્રી શ્રી મોદીએ ભારતમાં ઉપલબ્ધ મૂડીરોકાણ અને વેપારને અનુકૂળ વાતાવરણની વિગતો આપી હતી. 

તેમણે બ્રિક્સ દેશોના વેપાર-ઉદ્યોગ જગતના પ્રતિનિધીઓને ભારતમાં મૂડીરોકાણ કરવાનું આમંત્રણ આપ્યું હતું. 

તેમણે હવે પછીની બ્રિક્સ દેશોની શિખર પરિષદ પહેલા સભ્ય દેશો સંયુક્ત સાહસો સ્થાપી શકે તે હેતુથી સહકાર વધારવાના ક્ષેત્રો તારવી કાઢવા બ્રિક્સના સભ્ય દેશોને અનુરોધ કર્યો.

બ્રિક્સનો મંચ, સભ્ય દેશોને પરસ્પર હિતને લગતા તથા વૈશ્વિક સ્તરે મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવાની તક પૂરી પાડે છે.

શિખર પરિષદની સાથે-સાથે, બ્રિક્સ દેશોના વડાઓએ દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવા વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદીમીર પુતીન સાથે ચર્ચા વિચારણા કરી હતી.

બેઠક બાદ ટિવટર ઉપર શ્રી મોદીએ કહ્યું કે, અમે બંનેએ ભારત અને રશિયાના સંબંધો મજબૂત બનાવવા અંગે વાતચીત કરી હતી. ભારત અને રશિયા વેપાર, સલામતી અને સાંસ્કૃતિ ક્ષેત્રે સહકાર વધારી રહ્યા છે.

શ્રી પુતીને જણાવ્યું હતું કે, ભારત અને રશિયા વચ્ચેનો વેપાર 17 ટકા વધ્યો છે. શ્રી પુતીને આવતા વર્ષે મે માસમાં યોજાનાર વિજય દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેવા શ્રી મોદીને આમંત્રણ આપ્યું હતું.

શ્રી નરેન્દ્ર મોદીએ ચીનના પ્રમુખ શી જીનપીંગ સાથે પણ દ્વિપક્ષીય વાટાઘાટો કરી. તમિલનાડુના મહાબલીપુરમાં યોજાયેલી અનૌપચારીક બેઠક બાદ, શ્રી મોદી અને શ્રી જીનપીંગે એકાદ મહિનામાં બીજી વખત મંત્રણાઓ કરી છે.

તાજેતરમાં ભારતે પ્રાદેશિક સર્વગ્રાહી આર્થિક ભાગીદારી આર.સી.ઇ.પી. સમજૂતીમાં જોડાવાનો ઇન્કાર કર્યા બાદ બંને દેશોના વડાઓ પ્રથમવાર બ્રાસીલીયામાં મળતા આ બેઠક મહત્વની બની હતી. ઉલ્લેખનીય છે કે, ભારત આર.સી.ઇ.પી.માં જોડાય તેવી ચીનની ઇચ્છા હતી.

શ્રી જીનપીંગે આવતા વર્ષે ચીનમાં યોજાનાર અનૌપચારીક બેઠકમાં ભાગ લેવા ચીન આવવાનું આમંત્રણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપ્યું હતું.

બંને આગેવાનોએ સરહદી બાબતો અંગે વિસ્તૃત ચર્ચા કરવા બંને દેશોના પ્રતિનિધીઓ એક બેઠક યોજશે – એ મુદ્દે સહમતી સાધી હતી.

બંને અગ્રણીઓએ, સરહદી વિસ્તારમાં શાંતિની જાળવવાના મહત્વને ઓળખીને દ્વિપક્ષીય સહકાર મજબુત બનાવવા ચર્ચા કરી હતી.



શ્રીરંગ, નવીન

લેખિકા – રૂપા નારાયણ દાસ, વ્યુહાત્મક વિશ્લેષક

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...