રાજ્યસભાના 250માં સત્રના આરંભ સાથે જ ભારતની લોકશાહી વ્યવસ્થા ટકાવીને તેની પ્રગતિમાં ઉપરના ગૃહ એટલે કે રાજ્યસભાએ કરેલી કામગીરીને ચોક્કસ યાદ કરવી જ પડે.
વર્ષ 1952માં તેની રચના થયા બાદ રાજ્યસભાએ જ્યારે જ્યારે રાષ્ટ્રહિતનો પ્રશ્ન આવ્યો ત્યારે ત્યારે તેની ભૂમિકા અદા કરી હતી.
વર્ષ 1952નું હિંદુ લગ્ન અને છૂટાછેડા વિધેયક હોય કે વર્ષ 2019નું મુસ્લીમ મહિલા લગ્ન અધિકાર રક્ષણ વિધેયક કે પછી જમ્મુ અને કાશ્મીરની પુનઃરચના વિધેયક હોય...
રાજ્યસભાએ તેની સરળ તથા અસાધારણ કામગીરી દ્વારા ભારતના રાજકીય ઈતિહાસમાં પોતાની આગવી છાપ ઉભી કરી છે.
રાજ્યસભાના સભાપતિ અને ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુએ યોગ્ય અવલોકન કર્યું છે કે, દેશની સામેના પડકારોને પહોંચી વળવામાં રાજ્યસભાએ ઘણી વખત જરૂરી કાર્યવાહી કરી છે.
જોકે ગૃહની કામગીરી સુચારૂરૂપે થાય અને તે પોતાની પૂર્ણ ક્ષમતાથી કામગીરી કરીને પોતાનું મહત્વ દેશને બતાવે તે હેતુથી હજી ઘણી કામગીરી કરવી પડશે.
વર્ષ 1952માં 13 મેના રોજ યોજાયેલી પહેલી બેઠકથી લઈને આજદિન સુધીમાં રાજ્યસભાની પાંચ હજાર 466 બેઠકો યોજાઈ ગઈ.
આ સમયગાળામાં રાજ્યસભાએ કુલ ત્રણ હજાર 817 વિધેયકોને બહાલી આપી હતી. આ પૈકી 108 વિધેયકો બંધારણમાં સુધારાને લગતા હતા.
રાજ્યસભાના છેલ્લા 67 વર્ષના કાર્યકાળ દરમ્યાન બે હજાર 282 જેટલા લોકોને રાજ્યસભાના સભ્ય તરીકે કામ કરવાની તક મળી છે.
દેશની સંસદીય પ્રણાલી મુજબ લોકસભાનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે અથવા પ્રધાનમંત્રીની સલાહ મુજબ રાષ્ટ્રપતિ લોકસભાને બરખાસ્ત કરી શકે છે. જ્યારે રાજ્યસભાનો કાર્યકાળ કાયમી હોય છે.
રાજ્યસભાના 250માં સત્રને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, રાજ્યસભા એ ભારતમાં રહેલી વિવિધતાનું પ્રતિનિધિત્વ કરે છે અને દેશના સમવાય માળખાનું પ્રતિબિંબ છે. બંધારણમાં જણાવ્યા મુજબ રાજ્યસભા દેશમાં સામાજીક આર્થિક પરિવર્તન લાવવામાં મદદરૂપ બને છે. છેલ્લા છ દાયકાઓથી રાષ્ટ્ર ઘડતરની પ્રવૃત્તિમાં રાજ્યસભાએ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
ગરીબી નાબુદી હોય કે નિરક્ષરતા નાબુદી, બેરોજગારી હોય કે આતંકવાદ કે પછી આર્થિક સમસ્યા... રાજ્યસભાના મહત્વના યોગદાનને તમે અવગણી શકો નહીં. તાજેતરના ભુતકાળ તરફ નજર કરતાં જણાય છે કે, વસ્તુ અને સેવા કર, ત્રિપલ તલાક, આર્થિક રીતે નબળા વર્ગો માટે 10 ટકા અનામત અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370 રદ કરવા જેવા મહત્વના વિધેયકોને બહાલી આપવામાં રાજ્યસભાએ નોંધપાત્ર કામગીરી કરી છે.
પ્રધાનમંત્રીનું રાજ્યસભા માટે કરાયેલું આ નિવેદન ઘણું મહત્વ ધરાવે છે. તેમણે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370નું વિધેયક પ્રથમ રાજ્યસભામાં તેના અગ્રણી એન.ગોપાલ સ્વામી અયંગારે રજુ કર્યું હતું અને સદીઓ બાદ આ કલમ રદ કરવાનું વિધેયક પણ રાજ્યસભાએ જ મંજુર કર્યું.
છેલ્લા દાયકાઓના સફરમાં રાજ્યસભામાં વિવિધ ગુણવત્તા અને ક્ષમતા ધરાવતા લોકો સમાજના વિવિધ વર્ગમાંથી આવ્યા છે. ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર રાજ્યસભાના બે વખત સભ્ય રહી ચુક્યા છે. તેમણે કહ્યું કે, કલા અને વિજ્ઞાન જેવા વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંત અગ્રણીઓની ઉપસ્થિતિના કારણે રાજ્યસભાને પણ લાભ થયો છે. તેમની ઉપસ્થિતિના લીધે ચર્ચાઓની ગુણવત્ત અને મૂલ્ય વધ્યું છે. એટલું જ નહીં તેમની ઉપસ્થિતિએ રાજ્યસભાની કામગીરીમાં નવા પ્રાણ પૂર્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ વર્ષ 2003માં યોજાયેલ રાજ્યસભાના 200માં સત્રને સંબોધતા ઉલ્લેખ કર્યો હતો કે, કોઈએ રાજ્યસભાને ગૌણ ગૃહ ગણવાની ભુલ કરવી જોઈએ નહીં. વાસ્તવમાં રાજ્યસભાના સભ્ય બનેલા વૈજ્ઞાનિકો, તબિબો, કલાકારો સહિત વિવિધ વર્ગના લોકોના લીધે દેશની લોકતાંત્રિક ભાવના વધુ સમૃદ્ધ બની છે. સમગ્ર રીતે જોતા રાજ્યસભાની અત્યાર સુધીની કામગીરી બાબતે ભારતીયો ગૌરવ અનુભવે છે.
લેખક – શંકરકુમાર, વરિષ્ઠ પત્રકાર
- શ્રીરંગ તેંડુલકર, જતિન કામદાર
Comments
Post a Comment