Skip to main content

બ્રીટનમાં અચાનક જાહેર થયેલી ચુંટણી અંગે સમીક્ષા.

બ્રેકઝીટ યોજના માટે સંસદમાં બહુમતી મેળવવાના હેતુથી બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોનસને મુદત પુર્વે બારમી ડીસેમબરે બ્રિટનમાં ચુંટણી યોજવાની જાહેરાત કરી છે. છેલ્લા પાંચ વર્ષમાં યોજાનારી આ ચોથી ચુંટણી હશે. વર્ષ ર૦૧૬માં બ્રિટનમાં બ્રેકઝીટ મુદેૃ જનમત લેવાયા બાદ ઉભી થયેલી રાજકીય મડાગાંઠ ઉકેલવાના હેતુથી ચુંટણીનો નિર્ણય લેવાયો છે. વર્ષ ર૦૧૭માં તે વખતના પ્રધાનમંત્રી થેરેસા મે એ જાહેર કરેલી ચુંટણીમાં કન્ઝર્વેટીવ પાર્ટીએ સંસદમાં બહુમતી ગુમાવી હતી. ત્યારબાદ સત્તામાં રહેવા કન્ઝર્વેટીવ પાર્ટીએ ડેમોક્રેટીક યુનિઅનીસ્ટ પાર્ટી – ડીયુપીનો ટેકો લીધો હતો. સામાન્ય ચુંટણી માટેનો ચુંટણી પ્રચાર હવે ત્રીજા સપ્તાહમાં પ્રવેશતા કન્ઝર્વેટીવ પાર્ટીએ તેમના હરીફ લેબર પાર્ટી ઉપર ૧૯ પોઇન્ટથી સરસાઇ મેળવી હોવાનો મત ઓપનીયન પોલમાં વ્યકત થયો છે.

હાલ કન્ઝર્વેટીવ મતનો હિસ્સો ૪૭ ટકા જયારે લેબર પાર્ટી ર૮ ટકા ધરાવે છે. મોટા પક્ષોના ચુંટણી ઢંઢેરાઓમાં બ્રિટનને સીધા સ્પર્શતા બ્રેકઝીટ મદેૃ કેન્દ્રમાં સ્થાન મેળવ્યું છે. કન્ઝર્વેટીવ પક્ષે તેમની દ્રષ્ટીએ નવા બ્રિટનની રચના કરવા માટે પોતાનો ચુંટણી પ્રચાર બ્રેકઝીટની આસપાસ જ કેન્દ્રિત કર્યો છે.

કન્ઝર્વેટીવ પક્ષ આગામી જાન્યુઆરી સુધીમાં બ્રેકઝીટ મુદેૃ કામગીરી કરવા ધારે છે. તેમનું માનવુ છે કે બ્રૈકઝીટ મુદેૃ સ્પષ્ટ કામગીરી થતાં બ્રિટન શાળા, પોલીસ દળ, એનએચએસ જેવા મહત્વના મુદેૃ મુડીરોકાણ કરી શકે છે.

લેબર પાર્ટીએ તાજેતરમાં બહાર પાડેલા ચુંટણી ઢંઢૈરામાં પક્ષના નેતા જેરીમી કોબીને જણાવ્યું છે કે તેમનો પક્ષ લોકોના મત મુજબ બ્રેકઝીટ મુદેૃ આગામી છ માસમાં નિર્ણય લેશે.

તેમના સૂચિત ડીલમાં કાયમી અને સર્વગ્રાહી બ્રીટન કસ્ટમ યુનીયન તથા સીંગલ માર્કેટની સંકલ્પના ધરાવતા બ્રિટનનો સમાવેશ થાય છે. શ્રી કોર્બીને એમ પણ કહયું હતું કે જો તેમનો પક્ષ જીતશે તો તેઓ યુરોપીયન સંઘમાંથી છુટા પડતાં કે તેની સાથે રહેવાના મુદેૃ પ્રચાર કરશે નહી. પણ કોર્બીનના આ તટસ્થ વલણથી બ્રિટીશ સમાજમાં વિરોધનો વંટોળ ઉભો થવા લાગ્યો કારણ કે લોકો રાજકીય મડાગાંઠ તથા સામાજીક અને આર્થિક જીવનને સ્પર્શતી અનિશ્ચિતતાના વાતાવરણમાંથી બહાર નીકળવા ઇચ્છે છે. તો બીજી તરફ લિબરલ ડેમેક્રેટ પક્ષ કલમ પ૦ રદ કરીને બ્રિટન યુરોપીયન સંઘમાં જ રહે તેવુ વલણ ધરાવે છે. આ બધા જ વિવાદ દરમિયાન લેબર પાર્ટીએ ભારતને બ્રિટનની ચુંટણીમાં ધસેડવાનો પ્રયાસ કર્યો છે. લેબર પાર્ટીના નેતાઓએ ગત સપ્ટેમ્બરમાં મળેલી તેમની પક્ષની બેઠકમાં કાશ્મીર મુદેૃ એક ઠરાવ પસાર કર્યો હતો. આ ઠરાવમાં કાશ્મીરમાં માનવતાવાદી સમસ્યા હોવાનો ઉલ્લેખ કરીને કાશ્મીરના લોકોને પોતાનું ભવિષ્ય નિર્ધારીત કરવાનો અધિકાર તેમને મળવો જોઇએ તે બાબતની તરફેણ કરવામાં આવી હતી. આ બાબત વાસ્તવિકતાથી ઘણી દુર છે તેમ કહી શકાય. તેવી જ રીતે સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે ભારતને આંતરીક ફેરફાર કરવાનો પુર્ણ અધિકાર છે. એવી જ રીતે ૩૭૦મી કલમ રદ કરવા માટે ભારતની અંદર વ્યાપક મંજુરી મેળવવામાં આવી છે.

કાશ્મીર જેવા મુદૃા ઉપર બ્રિટનમાં જો ચુંટણી લડાશે તો ભવિષ્યમાં તેના લીધે બીજી સમસ્યાઓ ઉભી થઇ શકે છે.

એવી જ રીતે, બ્રિટનમાં યોજાનારી સંસદીય ચુંટણીમાં યુરોપીયન સંઘમાંથી બહાર પડવાનો મુદૃો જો ઉકેલાશે નહી તો બ્રિટનમાં ભવિષ્યમાં અનિશ્ચિતતા ફેલાઇ શકે છે. પ્રધાનમંત્રી બોરીસ જોનસને બ્રિટનમાં અચાનક ચુંટણી જાહેર કરીને એક જોખમ ખેડયુ છે, દરમિયાન મહેસુલ મંત્રી ઋષી સુનાકે જણાવ્યું છે કે કન્ઝર્વેટીવ ચુંટણીમાં વિજય મેળવશે તો પણ કોઇપણ સમજુતી વિના બ્રેકઝીટની તેઓ તરફેણ કરે છે, તેવી જ રીતે બ્રિટનના પ્રધાનમંત્રીના ૩૧ ડિસેમ્બર ર૦ર૦ પછી કોઇપણ વાતચીત નહી હાથ ધરવાનો નિર્ણયનો અર્થ એવો પણ થાય કે યુરોપીયન સંઘ જે શરતો અને ઓફરો માટે તેનો સ્વિકાર કરવો. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રેકઝીટ મુદેૃ બ્રિટનની સંસદમાં બહુમતી દ્વારા નિર્ણય લઇ શકાતો નથી એ મુખ્ય અવરોધ ગણાવી શકાય.

શ્રીરંગ તેડુંલકર – મુકેશ

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...