Skip to main content

સંસદના શિયાળુસત્ર સમક્ષના મુદ્દાઓ અંગે સમીક્ષા

સંસદના શિયાળુ સત્રનો આજે 18મી નવેમ્બરથી આરંભ થઈ રહ્યો છે. આ સત્ર આગામી 13મી ડિસેમ્બર સુધી ચાલશે.

સંસદના આ સત્ર દરમિયાન બે વટહુકમને વિધેયકમાં રૂપાંતરીત કરીને કાયદો બનાવવા સહિત મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા થશે.

દેશ હિતમાં વિવિધ મુદ્દાઓ અંગે સર્વસમતી, નીતિ વિષયક પ્રગતી તથા ઉત્પાદકતા – આ ત્રણેય દ્રષ્ટિએ સંસદનું શિયાળુ સત્ર મહત્વનું ગણાવી શકાય.

આ સત્રમાં વિપક્ષો વિવિધ સામાજીક, રાજકીય તથા આર્થિક બાબતો અંગે સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે, તેથી શિયાળુ સત્ર તોફાની બની રહે તેવી સંભાવના છે.

સંસદના આ વર્ષના ચોમાસુ સત્રમાં ટ્રિપલ તલાક, વાહન ધારો, રાષ્ટ્રીય તપાસ સંસ્થા ધારામાં સુધારો જેવા મહત્વના વિધેયકોને બહાલી આપવામાં આવી હતી.

સૌથી મહત્વની કામગીરીમાં કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370 રદ કરવાના વિધેયકને ગૃહની મળેલી મંજુરી ગણાવી શકાય,

આના પરિણામે કાશ્મીરને દેશના મુખ્ય પ્રવાહમાં જોડી શકાયું છે.

આસામમાં રાષ્ટ્રીય નાગરિક નોંદણીપત્ર – NRCની અંતિમ યાદી જાહેર થતા સત્તાધારી ભાજપ ગત 8મી જાન્યુઆરી 2018માં ગૃહમાં રજુ કરાયેલા નાગરિક સુધારા વિધેયકને સંસદમાં ફરી વખત રજુ કરે તેવી સંભાવના છે.

એવી જ રીતે કેન્દ્રીય મંત્રીમંડળે મંજુરી આપેલા બે વટહુકમોને પણ વિધેયક અને અંતે ધારાનું રૂપ આપવાની મહત્વની કામગીરી હાથ ધરાશે. જેમાં દેશમાં આર્થિક વિકાસની ગતિ ફરી જોમવંતી બનાવવા માટે નવી સ્થાનિક કંપનીઓ માટેના કોર્પોરેટ વેરામાં ઘટાડો સૂચવતો વટહુકમ અને આવકવેરા ધારો 1961 તથા ફાઈનાન્સ ધારો 2019માં સુધારો સૂચવતા વટહુકમનો સમાવેશ થાય છે.

એવી જ રીતે ઈ-સીગરેટના ઉત્પાદન, વેચાણ તથા સંગ્રહને ગેરકાયદેસર ગણાવતું વિધેયક પણ સંસદના શિયાળુ સત્રમાં રજુ થાય તેવી સંભાવના છે.

વિપક્ષની વાત કરીએ તો વરિષ્ઠ નેતાઓએ દેશના અર્થતંત્રની સ્થિતિ તથા જમ્મુ અને કાશ્મીરમાં પરિસ્થિતિ આ બે મુદ્દાઓ ગૃહમાં રજુ કરવાના સંકેત આપ્યા હતા.

ભુતપૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહે ગયા સપ્તાહમાં મુંબઈમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, સંસદના આ સત્રમાં મુંબઈની PMC બેંકના મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે. રાજ્યસભાના સભાપતિ એમ.વેંકૈયા નાયડુએ પણ રાજ્યસભાના પક્ષોની બેઠક ગઈકાલે બોલાવી હતી.

ઘણા વર્ષોમાં આવું પ્રથમવાર બન્યું છે કે, સત્તાધારી પક્ષ અને મોરચાને ઉપલા ગૃહમાં આરામદાયક બહુમતી છે.

ઉલ્લેખનિય છે કે, સત્તાધારી ભાજપને બીજુ જનતા દળ BJD, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ – TRS અને YSR કોંગ્રેસ પક્ષ તરફથી મુદ્દા આધારીત સમર્થન મળ્યું છે.

કેન્દ્ર સરકાર નાદારી અંગેના કાયદામાં પણ સુધારો સૂચવતું વિધેયક ગૃહમાં રજુ કરવા ઈચ્છે છે.

આ સૂચિત સુધારામાં વિદેશમાં સ્થપાયેલા એકમને IBC હેઠળ આવરી લેવાની જોગવાઈ કરાશે.

આમ થવાથી ભારતીય કંપનીઓ, વિદેશી કંપનીઓ પાસેથી બાકી નાણાંની વસુલાત કરવા સક્ષમ બનશે.

એવી જ રીતે વિદેશી ધિરાણકારો પણ ભારતીય કંપની પાસેથી વસૂલાત કરી શકશે.

આ ઉપરાંત ભારતીય બેંકોની વિદેશ ખાતેની શાખાઓ પણ તેમના નાણાં ભારતમાં મેળવી શકશે.

IBCમાં સુધારો થવાથી ધિરાણકર્તા સંસ્થાઓ ધિરાણ લેનારની વિદેશમાં રહેલી અસ્કયામતો સામે પણ આ કાયદા હેઠળ કાર્યવાહી કરી શકશે.

IBCમાં સુધારો થવાથી નોન બેન્કીંગ ફાઈનાન્સ કંપનીને લગતા જટીલ કેસોનો ઉકેલ સરળ બનશે. હાલના IBCમાં આ અંગેની કોઈ જોગવાઈ નથી.

હવે વિપક્ષની પણ એ જવાબદારી બનશે કે માત્ર સૂત્રોચ્ચાર કરી સભા ત્યાગ કરવા કરતા તેમણે ચર્ચા ભાગ લઈને સરકારને જરૂરી પગલાં લેવામાં મદદરૂપ બનવું જોઈએ.

લેખક – યોગેશ સૂદ, પત્રકાર

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...