Skip to main content

વધુ સુદૃઢ બની રહેલા ભારત – ભૂતાન સંબંધો

ભૂતાનના વિદેશ મંત્રી ડો.લ્યોન્પો તાંડી દોરજીની એક અઠવાડિયું લાંબી ભારતની મુલાકાતે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો માટે નવું સિમાચીન્હ સ્થાપ્યું છે. ડો.દોરજીએ તેમના રોકાણ દરમિયાન ભારત - ભૂતાન સંબંધોની ભારતના વિદેશમંત્રી ડો.એસ.જયશંકર સાથે સમીક્ષા કરી હતી. અને આર્થિક સહકાર વિકાસ, સહભાગીતા તેમજ જળવિદ્યુત સહકાર અંગે વ્યાપક ચર્ચા કરી હતી. વિદેશમંત્રી સાથે બેઠક પહેલા ડો.દોરજી ભારતના વિદેશ સચીવ વિજય ગોખલેને પણ મળ્યા હતા. દિલ્હીની મુલાકાત પછી ડો.દોરજી હવે બિહારમાં બોધગયા અને રાજગીરની મુલાકાતે જવાના છે. ત્યાંથી તેઓ કોલકાતા જશે અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તથા મુખ્યમંત્રી સાથે પણ બેઠક યોજશે તેવી ધારણા છે. 

લ્યોન્પો તાંડી દોરજીની આ મુલાકાત બંને દેશો વચ્ચે નિયમિત ઉચ્ચસ્તરીય મુલાકાત અને પરંપરાગત મંતવ્યોની આપ-લેના ભાગરૂપે યોજાઈ છે. આ મુલાકાત ગઇ સાતમી તારીખે પ્રધાનમંત્રી લોતે શેરિંગની આગેવાની હેઠળની દ્રુક ન્યામરૂપ ત્શોગપા સરકારે ભૂતાનમાં સત્તા સંભાળી તેને એક વર્ષ પૂરું થયું ત્યારે જ યોજાઈ છે. શેરિંગ સરકાર ભૂતાનમાં વિકાસ પરિયોજનાઓ ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રમાં યોજનાઓ હાથ ધરવા માટે નાણાં મેળવવા અંગેના અનેક પડકારોનો સામનો કરી રહી છે. વિદેશમંત્રાલયે સાડા ત્રણ અબજ ભૂતાની ચલણની ફાળવણી કરી છે. જોકે, તેની બારમી યોજનામાં તેને 13 અબજની જરૂર છે. સૌથી મહત્વનું એ છે કે, ભૂતાન સરકાર હાલ વધી રહેલું દેવું વેપાર ખાદ્ય અને વિદેશી સંસ્થાઓના રોકાણ તેમજ વિદેશમાં વસતાં તેના નાગરિકો દ્વારા મોકલાતા દ્વારા નાણાંમાં ઘટાડો જેવા અનેક પ્રશ્નોનો સામનો કરી રહી છે. 

આ બાબતે આર્થિક સુધારા કરવા છતાં ભૂતાનમાં સામાન્ય લાગણી એવી ઊભી થઈ રહી છે કે, ભારતીય અર્થતંત્રની મંદી ભૂતાનની આર્થિક મંદીનું સૂચક છે. 

ડો.દોરજીની આ મુલાકાત ભારત અને ભૂતાન વચ્ચે ઉચ્ચસ્તરીય આદાનપ્રદાનમાં થયેલો વધારો પણ વ્યક્ત કરે છે. બંને દેશો વચ્ચે પરસ્પર વિશ્વાસ, સદ્ભાવના અને સમજણ અજોડ અને વર્ષો જૂના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થિમ્કુની મુલાકાત લીધા પછી ચાર મહિને આ મુલાકાત શક્ય બની છે. અગાઉ વિદેશમંત્રી એસ.જયશંકરે પદભાર સંભાળ્યા પછી `પાડોશી પહેલો’ એ નીતી હેઠળ ભૂતાનની મુલાકાત લીધી હતી. હકીકતમાં તો ડો.જયશંકરની એ પહેલી વિદેશ યાત્રા હતી. તેની અગાઉ ભૂતાનના પ્રધાનમંત્રી લોતે શેરિંગે પણ પોતાની પહેલી વિદેશ યાત્રા અંતર્ગત ડિસેમ્બર 2018માં ભારતની મુલાકાત લીધી હતી. 

1968માં ભારત અને ભૂતાન વચ્ચેના રાજદ્વારી સંબંધો સ્થાપ્યા ત્યારથી જ દક્ષિણ એશિયાઇ વિસ્તારમા આ સંબંધો મજબૂત પાડોશી સંબંધો બની રહ્યા છે. જે પરસ્પર વિશ્વાસ , સમજણ અને પરિપકવતા પર આધારિત છે. 1949માં ભારત – ભૂતાન મૈત્રી અને સહભાગિતા અંગે કરાયેલો કરાર આ સંબંધોનો આધારસ્તંભ બની રહ્યો હતો. આના કારણે મુક્ત સરહદ, સંરક્ષણ સહકાર, લોકસંપર્ક જેવી બાબતો વધુ સુગમ બની છે. ઘણી બધી અસમાનતા છતાં બંને દેશો એકબીજા પર અવલંબિત છે અને આર્થિક વિકાસ, લોકશાહીના એકીકરણ અને પ્રાદેશિક શાંતિ જેવી બાબતો અંગે એકબીજાને સમાન ભાગીદાર તરીકે સ્વીકારે છે. 

હાલ, જળ સંશાધન, વેપાર, આર્થિક ભાગીદારી, સંરક્ષણ અને સરહદ વ્યવસ્થાપન જે ઘણા ક્ષેત્રે બંને દેશો વચ્ચે કેટલાંક દ્વિપક્ષીય સંસ્થાકીય વ્યવસ્થા હેઠળ કામગીરી કરાઈ રહી છે. 

દરમિયાન ભુતાને ભારતીય પ્રવાસીઓ પાસેથી ચાર્જ વસૂલવાનો નિર્ણય કર્યો છે. ભારત તરફથી ભૂતાનની મુલાકાતે જતાં પ્રવાસીઓમાં મોટો વધારો થયો છે 2018માં દક્ષિણ એશિયા વિસ્તારમાંથી ભૂતાનના પ્રવાસે ગયેલા પ્રવાસીઓમાં 50 ટકા ભારતીયો હતા. ભૂતાન પ્રવાસન વહીવટીતંત્ર પરમીટ પ્રોસેસિંગ ફી સાથે સાતત્યપૂર્ણ વિકાસ ફી વસુલે તેની શક્યતા છે. નાજુક ઇકોસિસ્ટમ ધરાવતાં ભૂતાનનો હેતુ પ્રવાસન ઉદ્યોગના સાતત્યપૂર્ણ વિકાસ છે. 

ડો.દોરજીની મુલાકાત રાજનૈતિક અને ધાર્મિક બંને રીતે મહત્વપૂર્ણ છે. જેનો હેતુ સરહદ આર્થિક સહભાગિતા વધારવાનો છે. મુલાકાત તો ધ્યેય બંને પક્ષે રાજદ્વારી અને દ્વિપક્ષીય સંબંધો વધુ વિસ્તરીત કરવાનો છે. બંને વિદેશ મંત્રીઓએ દ્વિપક્ષીય સંબંધો વધારવા માટેની નવી વ્યવસ્થા સહિત વિવિધ મુદ્દે ચર્ચાઓ કરી હતી. તેમણે આબોહવા પરિવર્તન, માળખાકીય સુવિધા, સુરક્ષા, વ્યૂહાત્મક મુદ્દાઓ, અને ભૂતાનની 12મી પંચ વર્ષીય યોજનામાં ભારતના તકનીકી – આર્થિક સહાય જેવા મુદ્દે સહભાગીતાની સમીક્ષા કરી હતી. 

બંને મંત્રીઓ બદલાતા પ્રાદેશિક અને વૈશ્વિક વાતાવરણમાં દ્વિપક્ષીય સંબંધોને નવી ઉંચાઇઓ પર લઈ જવા નવા સંમત થયા હતા. 


ભરત રાજગોર, નીકીતા શાહ, રમેશ પરમાર

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...