Skip to main content

બ્રાઝીલીયા ખાતે ૧૧મું બ્રિકસ સંમેલન

બ્રાઝીલીયામાં અગીયારમાં બ્રિકસ શિખર સંમેલનનું સફળ સમાપન જુથની ગતિશિલતા અને વધતી જતી સુસંગતતાનું એક માપ છે. સંયુકત નિવેદનમાં કહયું છે તેમ બ્રિકસ દેશો છેલ્લા એક દાયકામાં વૈશ્વિક વૃધ્ધિના મુખ્ય ચાલકો રહયાં છે. બ્રિકસનું આગમત નવી ઉભરતી વૈશ્વિક અર્થ વ્યવસ્થાના બદલાતા વલણને દર્શાવે છે ? બ્રિકસે ફકત પશ્ચિમના વૈશ્વિક વર્ચસ્વ પર જ પ્રશ્ન ઉઠાવ્યો નથી, તે એક નવી વિચારસરણી અને નવા વિશ્વ દ્રષ્ટીકોણને આકાર આપવાનો પ્રયત્ન કરે છે.

અગિયારમાં બ્રિકસ શિખર સંમેલનનો વિષય હતો નવા ભવિષ્ય માટે આર્થિક વિકાસ. ઇનોવેશન એ ખરેખર ભવિષ્યનું કોલીંગ કાર્ડ છે. નવીનીકરણ ઇતિહાસએ વિચારોની વાર્તા છે. જો આપણે નવીનીકરણ નથી કરતા તો આપણે વિસ્મૃતિમાં સરી પડીએ છીએ.

અપેક્ષા મુજબ બ્રિકસના નેતાઓ ધ્વારા જાહેર કરાયેલા સંયુકત નિવેદનમાં સંયુકત રાષ્ટ્ર, અને વિશ્વ વ્યાપાર સંગઠન અને આઇએમએફ સહીત અન્ય બહુપક્ષીય સંગઠનોને મજબુત બનાવવા તથા સુધારો કરવાની તાતી જરૂરીયાત માટે આહવાન કરાયું છે. એવા સમયમાં જયારે બહુપક્ષીકરણ પર વિવિધ આંતરરાષ્ટ્રીય ભાગોમાંથી હુમલાઓ થઇ રહયું છે, ત્યારે બ્રિકસની બહુપક્ષીયતા પ્રત્યેની અડીખમ પ્રતિબધ્ધતાએ અપવાદરૂપ છે. બધાને જ્ઞાત છે કે બ્રેટન વુડસ ના વિચાર હેઠળની બહુપક્ષીયતા તેની અપેક્ષાઓ પ્રમાણે જીવંત નથી. ખરેખર મોટી વિડંબણા એ છે કે આજે જે લોકો બહુપક્ષીયતાને વખોડી રહયાં છે. તેમણે જ આ સંસ્થાઓનું નિર્માણ કર્યુ છે.

થોડા વર્ષો પહેલા વિકાસશીલ દેશોને વૈશ્વિવીકરણ અપનાવવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ જયારે આ દેશોએ વૈશ્વિવીકરણ અપનાવ્યું છે ત્યારે તેઓને વૈશ્વિવીકરણ છોડવાનું કહેવામાં આવી રહયું છે. બ્રિકસ ધ્વારા બનાવાયેલ નવી બહુપક્ષીયતાને સહિયારા વિકાસ તરીકે જોવુ જોઇએ. સંયુકત નિવેદને બહુપક્ષીયતાને ઘણુ મહત્વ આપ્યુ છે. કારણ કે તે શાંતી અને સુરક્ષા સ્થાપી વિકાસને આગળ વધારવા અને તમામ માટે માનવ અધિકારો તથા મુળભુત સ્વતંત્રતાના રક્ષણને સુનિશ્ચિત કરવા મહત્વપુર્ણ છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે ત્રાસવાદના દુષણ સામે વૈશ્વિક સર્વસંમતી સાધવા માટે ઘણુ કામ કર્યુ છે. ભારત, રશિયા અને ચીન જેવા બ્રિકસ દેશો આતંકવાદનો ભોગ બન્યા છે. આથી બ્રાસીલીયા પરીષદમાં આતંકવાદને તેના તમામ સ્વરુપોમાં વખોડી કાઢવા માટે સારૂ કામ કરવામાં આવ્યું છે.

સમાપન સત્રને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદને સ્પષ્ટ શબ્દોમાં વખોડી કાઢયો છે. તેમણે આતંકવાદને વિકાસ, શાંતી અને સમૃધ્ધિ માટેના સૌથી મોટા ભવસ્થાન તરીકે ગણાવ્યો. તેમણે કહયું કે આતંકવાદને લીધે વિશ્વના અર્થતંત્રોને એક ટ્રીલીયન ડોલર સુધીનું નુકસાન થયું છે અને વિકાસશીલ દેશોમાં આર્થિક વિકાસ એક પોઇન્ટ પાંચ ટકા સુધી ઘટી ગયો છે.

શ્રી મોદીએ બ્રિકસ દેશો વચ્ચે આતરીક વૈપારના મહત્વ ઉપર પણ ભાર મુકયો, જે વિશ્વ વેપારના માત્ર ૧પ ટકા જેટલો છે. સંયુકત નિવેદનમાં આર્થિક અને વેપાર પ્રોત્સાહનને પ્રેરણા આપવામાં નિર્ણાયક ભૂમિકા માટે બ્રિકસ વેપાર મંચ આયોજીત કરવાને પણ આવકારવામાં આવ્યો. આબોહવાને લગતી કટોકટીના સમયમાં ર૦૩૦ સુધીમાં ટકાઉ વિકાસના એજનડાના અમલીકરણ પ્રત્યે બ્રિકસની પ્રતિબધ્ધતાનો સંયુકત નિવેદનમાં પુનરોચ્ચાર કરવામાં આવ્યો.

ભારતના પ્રધાનમંત્રીની બ્રાઝીલ, રશિયા અને ચીનના રાષ્ટ્રપતિઓ સાથેની દ્વિ-પક્ષીય બેઠકો પણ એટલી જ અર્થપુર્ણ રહી. રાષ્ટ્રપતિ જૈર બોલસોનારો એ ભારતના આવનારા પ્રજાસત્તાક દિવસ પર મુખ્ય અતિથિ બનવાનું નિમંત્રણ સ્વીકાર્યુ છે. જે લેટીન અમેરીકા સાથે ભારતના સંબંધો વધુ મજબુત કરવા તરફ એક આવકારદાયક પગલું છે.

અંતમાં કોઇપણ બહુમુખી જીવંત સંસ્થા અથવા જુથ માટે માત્ર કલ્પના જ નહી પરંતુ સતત પુષ્ટી પણ જરૂરી છે. બ્રિકસે પોતાને ઘણા લોકો માટેના અર્થતંત્ર માટે કામ કરવા પ્રતિબધ્ધ કરવુ જોઇએ. એક અર્થતંત્ર જે સમાજને અનુકુળ હોય પણ સમાજ અર્થતંત્રને આધિન ના હોય.



જયેશ વેગડા, શિવાંગી ભટૃ -મુકેશ

લેખક – સમાજ વિજ્ઞાન સંસ્થાના નિયામક ડોકટર અશ નારાઇન રોય

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...