ભારતે ગયા બુધવારે સતીષ ધવન અવકાશ મથક ખાતેથી કાર્ટોસેટ – ત્રણ નામના ઉપગ્રહને સફળતાપુર્વક અવકાશમાં તરતો મુકીને સૌથી વધુ શકિતશાળી આંખ અવકાશમાં ગોઠવી છે. કાર્ટોસેટ – ત્રણ ઉપગ્રહ ભારતનો ત્રીજી પેઢીનો પૃથ્વી નીરક્ષણ અને મેપીંગ માટેનો ઉપગ્રહ છે. ઇસરોનો આ ઉપગ્રહ સૌથી વધુ શકિતશાળી કેમેરો ધરાવે છે. પીએસએલવી – સી – ૪૭ રોકેટ ઇસરોનું સૌથી શકિતશાળી અને અદ્યતન રોકેટ છે. આ રોકેટ ઉપર ન્યુ સ્પેસ ઇન્ડિયા લીમીટેડ સાથે થયેલી સમજુતી મુજબ બે અમેરીકન સહિત ૧૩ નાના ઉપગ્રહોને પણ અવકાશમાં તરતા મુકાયા હતા. કાર્ટોસેટ ત્રણ ઉપગ્રહને નિર્ધારીત પ૦૯ કિલોમીટરની ભ્રમણકક્ષામાં મુકયા બાદ પીએસએલવીએ ૧૩ નાના ઉપગ્રહોને અવકાશમાં મુકયા હતા. ઇસરોએ વર્ષ ર૦૦પ થી અત્યાર સુધીમાં કાર્ટોસેટ – એક શ્રેણીનો એક તથા કાર્ટોસેટ-બે શ્રેણીના સાત મળીને કુલ આઠ ઉપગ્રહો અવકાશમાં મુકયા છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ ઉપગ્રહો તરફથી ઘણી માહિતી મળવા લાગી છે. વર્તમાન કાર્ટોસેટ – ત્રણ ઉપગ્રહ એક હજાર, ૬રપ કિલોગ્રામ વજન ધરાવતો ઉપગ્રહ છે. આ ઉપગ્રહમાં ફલેકસીબલ કેમેરા, માહિતીનું ઝડપથી હસ્તાંતરણ તથા અદ્યતન કમ્પ્યુટર સિસ્ટમ અને પાવર ઇલેકટ્રોનીકસ જેવી અદ્યતન ટેકનોલોજીના સાધનો ગોઠવવામાં આવ્યા છે. કાર્ટોસેટ – ત્રણ ઉપગ્રહ આ શ્રેણીનો નવમો ઉપગ્રહ છે, આ ઉપગ્રહ પૃથ્વીના નીરીક્ષણ તથા મેપીંગ માટે શકિતશાળી કેમેરા ધરાવતો હોવા ઉપરાંત સરહદો ઉપર ધ્યાન રાખવામાં પણ ઉપયોગી છે.
આ ઉપગ્રહ ઉપર ગોઠવવામાં આવેલા શકિતશાળી કેમેરા રપ સેન્ટીમીટર જેટલી વસ્તુની તસવીરો ઝીલવા સક્ષમ છે. અગાઉ અમેરીકન કંપની મેકસર દ્વારા બનાવેલ વર્લ્ડ વ્યુ – ત્રણ ઉપગ્રહ કેમેરા ૩૧ સેન્ટીમીટર સુધીની વસ્તુની તસવીરો લેવા સક્ષમ હતો. આમ આશરે પ૦૦ કીલોમીટરના અંતરેથી રપ સેન્ટીમીટરની વસ્તુની તસવીરો લેવા સક્ષમ કાર્ટોસેટનો કેમેરા, અમેરીકાના કેમેરા કરતા પણ વધુ સક્ષમ છે. કાર્ટોસેટે અવકાશમાં તરતા મુકેલા ૧૩ નાના ઉપગ્રહોમાં સંદેશા વ્યવહાર માટેના મેશબેડ તથા પૃથ્વી નિરીક્ષણ માટેનો ફલોક –ચાર – પી ઉપગ્રહનો પણ સમાવેશ થાય છે.
ઇસરોના જણાવ્યા મુજબ કાર્ટોસેટ શ્રેણીના ઉપગ્રહો દ્વારા મોકલવામાં આવી રહેલી તસવીરો શહેરી અને ગ્રામીણ વિસ્તારની એપ્લીકેશનો, માળખાકીય સુવિધાના આયોજન, દરિયાકાંઠા વિસ્તારની જમીનનો ઉપયોગ તથા નિયમન અને અન્ય વ્યવસ્થાપન ક્ષેત્રો – જેવા કે માર્ગોના નેટવર્ક, પાણીની ગ્રીડ અથવા પાણીના વિતરણ જેવા ક્ષેત્રોમાં ઉપયોગી નીવડશે.
કાર્ટોસેટ-ત્રણ ઉપગ્રહની એક ખાસ વિશેષતા એ છે કે તેને તૈયાર કરવામાં તથા પરીક્ષણ જેવા કાર્યોમાં ખાનગી ક્ષેત્રની સહભાગીદારી. આ યોજનાની સફળતા બાદ ઉપગ્રહના નિર્માણની બધી જ કામગીરીમાં ખાનગી ક્ષેત્રનો સહકાર વધુ મજબુત બની શકશે. હાલ ઇસરો દર વર્ષે ૧ર થી ૧૮ ઉપગ્રહો સાથે મળીને વિકસાવવા ઉત્સુક છે.
બુધવારના સફળ મિશને ભારતના પીએસએલવી રોકેટની વિશ્વસનીયતા હજી મજબુત બની છે. અત્યાર સુધીના પીએસએલવીના ૪૯ પૈકી માત્ર બે જ પ્રક્ષેપણો નીષ્ફળ ગયા છે. પીએસલએલવીનો ઉપયોગ ચંદ્રયાન – એકને મોકલવા માટે પણ કરાયો હતો. એવી જ રીતે મંગળગ્રહ માટેના મિશનમાં પણ તેનો ઉપયોગ થયો છે.
ભારતની ઇસરો સંસ્થા ભારતની ધરતી પરથી પ્રથમ ભારતીય અવકાશયાત્રીને યાનવડે મોકલવા તૈયાર કરી રહી છે. ઇસરો ભારતની આઝાદીને ૭પ વર્ષ પુરા થાય તે પહેલા એટલે કે વર્ષ ર૦રર સુધીમાં ભારતીય અવકાશયાત્રીને અવકાશમાં મોકલવાની તૈયારીઓ કરી રહયું છે. ઇસરોએ તેના અત્યાર સુધીના કાર્યક્રમોમાં શ્રેણીબધ્ધ સફળતાઓ મેળવી હોવાથી, અવકાશયાત્રીના મિશનમાં પણ તેઓ સફળતા મેળવશે.
લેખક ઃ બિમન બાસુ, વરિષ્ઠ વિજ્ઞાન સમિક્ષક
શ્રીરંગ તેડુંલકર - મુકેશ
Comments
Post a Comment