જી-વીસ દેશોનું સંગઠન એ વિશ્વના ટોચના વિકસીત તથા વિકાસશીલ દેશોનું એક મહત્વનું સંગઠન છે. જેમાં 19 દેશો તથા યુરોપીયન સંઘ સભ્ય દેશો છે.
આ વર્ષે જૂન માસમાં ઓસાકા ખાતે યોજાયેલી જી-વીસ દેશોની શિખર બેઠક બાદ, જાપાનના નાગોયા શહેરમાં, જી-વીસ દેશોના વિદેશમંત્રીઓની બેઠક યોજાઈ ગઈ.
ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર સહિત જી-વીસ દેશોના વિદેશમંત્રીઓએ વિશ્વની સાંપ્રત રાજકીય સ્થિતિ તથા આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક મંદીના વાદળો ઘેરાયા છે, તે અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી.
આ બેઠક બાદ જાપાનના વિદેશમંત્રી તથા જી-વીસ દેશોના અધ્યક્ષ તોશેમીત્સુ મોતેગીએ જણાવ્યું હતું કે, વિશ્વ વેપાર સંસ્થા WTO સાંપ્રત સમયની જરૂરિયાત મુજબ કામગીરી કરી શકે, તે હેતુથી WTOમાં જરૂરી સુધારા કરવા જી-વીસ દેશોના વિદેશમંત્રીઓ સંમત થયા છે.
WTOનું ફરિયાદ નિવારણ તંત્ર વધુ સારૂ બનાવવા અંગે પણ ઓસાકામાં યોજાયેલી બેઠકમાં વિદેશમંત્રીઓએ સહમતી સાધી હતી.
શ્રી મોતેગીએ જાહેરાત કરી હતી કે, ઓસાકાની બેઠકમાં, એશિયા-પ્રશાંત મુક્ત વેપાર સમજૂતીને આખરી ઓપ આપવા તથા ભારત સહિત બધા જ 16 દેશોએ આ મુદ્દે ચર્ચા કરીને તેને આખરી ઓપ આપવા બાબતે પણ સહમતી સધાઈ હતી.
આ બેઠકમાં દરેક વિદેશમંત્રીએ પોતાના દેશનું સત્તાવાર વલણ જણાવ્યું હતું પણ સાંપ્રત સળગતી સમસ્યા કહી શકાય, તેમાં સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરાયો નથી.
ભારતને આગામી 2022માં જી-વીસ દેશોની બેઠક યોજવાનું સન્માન મળવાનું છે. આથી જ વૈશ્વિક અર્થતંત્રની ગાડી પ્રગતિના પાટે ચઢાવવા હેતુથી જી-વીસ શીખર બેઠકોનો એજન્ડા ભારત કેવી રીતે નિર્ધારિત કરે છે, તે ઉપર વૈશ્વિક સ્તરની આર્થિક સંસ્થાઓનું ધ્યાન કેન્દ્રીત થયું છે.
વર્ષ 1999માં જી-વીસ સંગઠનની સ્થાપના નાણાંમંત્રી તથા કેન્દ્રીય બેન્કોના ગવર્નરોના મંચ તરીકે થઈ હતી, જેના દરજ્જામાં વધારો કરીને વર્ષ 2008માં આ સંગઠન, સંબંધિત દેશોના વડાઓના વિચારોના આદાન-પ્રદાન માટે પણ ઉપયોગમાં લેવાવા લાગ્યું.
ત્યારથી આ મંચ આંતરરાષ્ટ્રીય આર્થિક સહકાર વધારવામાં ઉપયોગી નીવડ્યું છે. જી-વીસ દેશો વૈશ્વિક જીડીપીમાં આશરે 85 ટકા, વૈશ્વિક વેપારમાં 75 ટકા તથા વિશ્વની કુલ લોકવસતીમાં બે તૃતિયાંશ હિસ્સો ધરાવે છે.
ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વેપાર યુદ્ધની પાર્શ્વભૂમિમાં જાપાનના નાગોયા ખાતે યોજાયેલી જી-વીસ દેશોની વિદેશમંત્રીઓની બેઠકમાં, અગાઉ ઓસાકામાં યોજાયેલી શીખર બેઠકમાં લેવાયેલા નિર્ણયના અમલીકરણ બાબતે ચર્ચા થઈ હતી.
આ બેઠકમાં ભારતની દૃષ્ટિએ મહત્વના ગણાવી શકાય તેવા ઉર્જા સંરક્ષણ, આર્થિક સ્થિરતા, વિશ્વ વેપા સંસ્થામાં સુધારા આતંકવાદનો સામનો, આર્થિક ગુનો કરીને ભાગી છૂટેલા કસૂરવારોનું પ્રત્યાર્પણ, સામાજિક સલામતીની યોજના જેવા મુદ્દાઓ અંગે ચર્ચા થઈ હતી.
અમેરિકાના વિદેશમંત્રીની ગેરહાજરીમાં કેટલાંક દેશોના પ્રતિનિધિઓએ સંરક્ષણવાદની નીતીના વધી રહેલો પ્રભાવ તથા એકપક્ષીય પ્રતિબંધોની નીતી જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હોવાનું જાણવા મળે છે.
આ ઉપરાંત આ બેઠકમાં વિદેશમંત્રીઓએ ભૌગોલિક, રાજકીય તથા વેપાર ક્ષેત્રના વધતા તનાવો અને તેની સાતત્યપૂર્ણ વિકાસ ઉપર થતી અસરો અંગે પણ ચર્ચા કરી હતી.
આ બેઠકની સાથે સાથે ભારતના વિદેશમંત્રી એસ.જયશંકરે, ચીન, જાપાન, કોરિયા, સ્પેન સહિત નવ દેશોના વિદેશમંત્રીઓ સાથે દ્વિપક્ષીય ચર્ચા વિચારણા કરી હતી.
સ્પેનના વિદેશમંત્રીની સાથે શ્રી જયશંકરે ભારતના યુરોપીયન સંઘના દેશો સાથેના સંબંધો અંગે પણ ચર્ચા કરી હતી.
તેમણે ચીલીના વિદેશમંત્રીની સાથે ભારત અને ચીલીના દ્વિપક્ષીય સંબંધોના વિસ્તરણ અંગે ચર્ચા કરી હતી.
ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી સાથે તેમણે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મારીસનની ભારતની ભાવિ મુલાકાત અંગે ચર્ચા કરી.
આમ સમગ્ર રીતે જોતા જી-વીસ દેશોના વિદેશમંત્રીઓન આ બેઠકે, ભારતને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે ચર્ચા કરવાની સારી તક પૂરી પાડી હતી.
લેખક – રણજીતકુમાર, તંત્રી, નવોદય ટાઇમ્સ

Comments
Post a Comment