જમ્મુ-કાશ્મીર રાજ્યના વિભાજન બાદ ભારતે બહાર પાડેલા સુધારેલા નકશાના પગલે ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાના હિમાલય ક્ષેત્રમાં ભારત, નેપાળ અને ચીનના ત્રિ-જંકશન પર આવેલા કાલાપાની વિસ્તારના નિયંત્રણ મુદ્દે ફરી એક વખત વિવાદ સર્જાયો છે. નકશામાં જેને ભારતીય પ્રદેશ તરીકે બતાવવામાં આવ્યો છે તે કાલાપાનીના એક ભાગ અને તેના નજીકના વિસ્તારો ઉપર નેપાળ પોતાનો દાવો કરે છે, ,
કાલાપાની વિવાદ નેપાળના રાજા અને તત્કાલીન બ્રિટીશ ભારત વચ્ચે 1816 માં થયેલી ઐતિહાસિક સાગૌલી સંધિ વખતનો છે. સંધિએમાં મહાકાળી નદીને બંને દેશોની સરહદ તરીકે દર્શાવાઈ છે, પરંતુ તેના નદીના ઉદગમ સ્થાન કે તેની સહાયક નદીઓમાંથી કઈ નદી મુખ્ય મહાકાળી નદી છે તેનો ઉલ્લેખ કરાયો નથી. જો કે ત્યાર બાદ બ્રિટીશ ભારતના સર્વેક્ષણ જનરલ દ્વારા જારી કરાયેલા પ્રાદેશિક નકશામાં કલાપાની, લિપુ લેખ અને લિમ્પીયાધુરા વિસ્તારોને ભારતીય ક્ષેત્ર તરીકે સ્પષ્ટ રીતે દર્શાવાયા છે જ્યારે નેપાળ મહાકાળી નદીના ઉદગમ સ્થાનના વિવાદને લઈને આ વિસ્તારો પર સાર્વભૌમત્વનો દાવો કરી રહ્યું છે. નેપાળ દાવો કરે છે કે કાલાપાની તેના દૂરના પશ્ચિમ ધરચુલા જિલ્લામાં વણઉકેલાયેલ પ્રદેશ છે.
નેપાળની રાજધાની કાઠમંડુમાં 2 નવેમ્બર 2019 ના રોજ ભારતે જારી કરેલા નકશાની સુધારણાની માંગણી સાથે છૂટાછવાયા દેખાવો થયા હતા. નેપાળના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે નેપાળ સ્પષ્ટપણે માને છે કે કાલાપાની તેના પ્રદેશનો એક ભાગ હતો. જોકે તેની પ્રતિક્રિયા આપતા, ભારતના વિદેશ મંત્રાલયે, સ્પષ્ટ કર્યું હતું કે ભારત દ્વારા જારી કરવામાં આવેલા નવા નકશામાં ભારતના સાર્વભૌમ પ્રદેશને દર્શાવવામાં આવ્યો છે અને એનાથી કોઈ પણ રીતે નેપાળની સરહદમાં ફેરફાર થતો નથી.
આ મામલે નેપાળના પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલીએ સર્વપક્ષીય બેઠક યોજી હતી, જેમાં નેપાળી સરકારને રાજદ્વારી માધ્યમો દ્વારા ભારત સાથેના આ વિવાદના નિરાકરણ માટે અસરકારક પગલાં ભરવા જણાવાયું હતું. શ્રી ઓલીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નેપાળ તેના ક્ષેત્રનો એક ઇંચ પણ હિસ્સો નહીં છોડે. તેમણે દ્વિપક્ષીય ચર્ચાઓ દ્વારા ભારત સાથે આ મુદ્દાને ઉકેલવાની તેમની સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
2015 માં પણ, નેપાળે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બીજિંગ મુલાકાત દરમિયાન લિપુ લેખ પાસ વિકસાવવા માટેના ભારત અને ચીન વચ્ચેના કરાર અંગે આ જ પ્રકારનો વાંધો ઉઠાવ્યો હતો, જે હિન્દુના પવિત્ર તીર્થસ્થાન માનસરોવરનો સૌથી ટૂંકો માર્ગ છે. નેપાળ દાવો કરે છે કે તે વિસ્તારને તેનો પ્રદેશ છે. તે સમયે કંઇક વધારે થયું નહોતું અને ભારતીય સુરક્ષા દળોએ આ વિસ્તાર પર નિયંત્રણ રાખવાનું ચાલુ રાખ્યું છે.
ભારત અને નેપાળ તેમના ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધોની ભાવનામાં આ મુદ્દાનું નિરાકરણ સંવાદપ્રક્રિયા દ્વારા લાવવાના પક્ષમાં છે. જોકે ભારતે કહ્યું છે કે સરહદનું આલેખનનું કામ હાલની પ્રણાલી મુજબ ચાલી રહેલી કવાયત છે જે આવા તમામ મુદ્દાઓનો સુખદ સમાધાન શોધવાનો પ્રયાસ કરી રહી છે. ભારતે નેપાળને બંને મૈત્રીપૂર્ણ પડોશીઓ વચ્ચે મતભેદો પેદા કરવાના સ્વાર્થપૂર્ણ હિતોથી સાવચેત રહેવા વિનંતી કરી છે
ઘરેલું મજબૂરીઓ, અતિ રાષ્ટ્રવાદ અને નેપાળના મામલામાં બાહ્ય હિતો કદાચ નેપાળને ભારત સાથેના મુદ્દાઓને જીવંત રાખવા માટે મજબૂર કરી રહ્યા છે, જેથી તેમના હિત સાધી શકાય. જ્યારે બંને દેશોનું નેતૃત્વ તમામ મુદ્દાઓને સૌમ્ય રીતે વાતચીત દ્વારા હલ કરવા માગે છે. કાલાપાની મુદ્દાના મામલે પણ બંને દેશો વચ્ચે પ્રારંભિક સંવાદ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. નેપાળના ભારતમાં રાજદૂત નીલમ્બર આચાર્ય નવી દિલ્હીમાં વિદેશ સચિવ વિજય ગોખલેની મુલાકાત લઈ તેમની સાથે આ મામલે ચર્ચા કરી.હતી નેપાળે પણ આ મુદ્દે વિદેશ સચિવ સ્તરની ચર્ચાની માગણી કરી છે. નેપાળ સરકારે કાલાપાની વિશેના ઐતિહાસિક તથ્યો શોધવા નિષ્ણાંતોની એક ટાસ્ક ફોર્સની રચના કરી છે.
વિદેશ મંત્રી સ્તરની નેપાળ-ભારત સંયુક્ત આયોગે ગત ઓગસ્ટમાં કાઠમંડુમાં તેની પાંચમી બેઠક યોજી હતી અને દ્વિપક્ષીય સંબંધોની સંપૂર્ણ ચર્ચા કરી હતી. હકીકતમાં ભારત અને નેપાળ વચ્ચે વધતા જતા સંબંધો ગયા વર્ષની નવી ઊંચાઈએ પહોંચ્યા હતા. બંને દેશોએ સહકારના ત્રણ નવા ક્ષેત્રો શોધી કાઢ્યા છે જેમાં , રક્સૌલ-કાઠમંડુ વિદ્યુતીકૃત રેલ્વે લાઇન અને જળમાર્ગ અને કૃષિ ક્ષેત્ર જેવા અત્યાર સુધીના ન સ્પર્શેલા ક્ષેત્રોમાં સહકારનો સમાવેશ થાય છે.
કોઈ શંકા નથી કે કાલાપાણીનો મુદ્દો ભારત અને નેપાળ બંને માટે સંવેદનશીલ છે. જો કે, બંને દેશોની સરહદ સર્વે ટીમો આ મામલે કાર્યરત છે અને ટૂંક સમયમાં આ મુદ્દાને સૌમ્યતાથી હલ કરવામાં આવે તેવી અપેક્ષા છે.

Comments
Post a Comment