Skip to main content

શ્રી ગોતાબાયા રાજપક્ષે શ્રીલંકાના 17મા રાષ્ટ્રપ્રમુખ ચૂંટાયા એ અંગે સમીક્ષા

શ્રીલંકામાં ગત શનિવારે રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ ગઈ. આ ચૂંટણીમાં SLPP પક્ષના ઉમેદવાર શ્રી ગોતાબાયા રાજપક્ષે, શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખે તરીકે ચૂંટાયા હતા. તેમણે 52 ટકા મત મેળવ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત વિશ્વભરના અગ્રણીઓએ શ્રી રાજપક્ષેને વિજયી થવા માટે અભિનંદન આપ્યા હતા.

બૌદ્ધ ધર્મના અનુયાયીઓ પવિત્ર ગણે છે, તેવા અનુરાધાપુરમાં શ્રી ગોતાબાયાએ રાષ્ટ્રપ્રમુખ તરીકે શપથ લીધા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રીલંકાના નવા રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયેલા શ્રી ગોતાબાયા રાજપક્ષે સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

શ્રી મોદીએ શ્રીલંકાની સાથેના દ્વિપક્ષીય સંબંધો વધુ મજબૂત બનાવવાનો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો.

શ્રી મોદીએ, ભારતના નાગરિકો તથા પોતાના તરફથી શ્રી લંકાના વડા તરીકે ચૂંટાવા માટે શ્રી રાજપક્ષેને અભિનંદન આપ્યા હતા, તથા તેમના નેતૃત્વ હેઠળ શ્રીલંકા શાંતિ અને સમૃદ્ધિના માર્ગ ઉપર આગળ વધશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ શ્રીલંકામાં રચાનારી નવી સરકારની સાથે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. શ્રી ગોતાબાયા રાજપક્ષેએ પણ ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ભારત, શ્રીલંકાને વિકાસ તથા સલામતી ક્ષેત્રમાં મદદરૂપ બનીને, તેનો મહત્વનો ભાગીદાર દેશ બન્યો છે.

આમ છતાં શ્રી મહિન્દ રાજપક્ષેના સત્તાના બીજા કાર્યકાળ દરમિયાન ભારત અને શ્રીલંકાના સંબંધોમાં તનાવ ઊભો થયો હતો. ત્યારપછી વર્ષ 2015-19 દરમિયાન શ્રીલંકામાં નેશનલ યુનિટી સરકાર સત્તા ઉપર આવ્યા પછી બંને દેશો વચ્ચેના પરસ્પર સમજણના સંબંધો ફરીથી સ્થપાયા હતા.

ભારત અને શ્રીલંકાએ દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા ઘણા સમજૂતી કરાર કર્યા. આ પૈકી કેટલીક સમજૂતીઓ બાબતે સ્થાનિક કક્ષાએ વિરોધ થતા, તેમનું અમલીકરણ થઈ શક્યું ન હતું.

હવે શ્રી ગોતાબાયા રાજપક્ષે વહીવટીતંત્ર કેવું વલણ અપનાવે તે ઉપર સંબંધિત સમજૂતીઓનું ભાવિ આધાર રાખે છે.

આ ઉપરાંત, ભારત દ્વારા શ્રીલંકામા હાથ ધરાનાર વિકાસ યોજનાઓના અમલમાં થયેલો વિલંબ, ચીનનો હિન્દ મહાસાગર વિસ્તારમાં વધી રહેલો વ્યૂહાત્મક હસ્તક્ષેપ, તથા શ્રીલંકાના તમીળ લોકોની રાજકીય ક્ષેત્રે સુમેળભર્યો અભિગમ ન કેળવવાની વૃત્તિઓ આ બધી જ બાબતોની ભારત અને શ્રીલંકાના સંબંધો ઉપર અસર થઈ રહી છે.

શ્રી ગોતાબાયા રાજપક્ષેના વિજયની સાથે જ તેમના કુટુંબનો પ્રભાવ રાજકારણમાં વધશે, બાબતો અંગે કેવું વલણ અપનાવે છે, તે જોવું રહ્યં.

રાજપક્ષે કુટુંબ ચીન તરફી વલણ માટે જાણીતું છે. મહિન્દા રાજપક્ષેના વહીવટીતંત્રમાં શ્રી ગોતાબાયા રાજપક્ષે સંરક્ષણ સચિવ હતા. આ સમયગાળામાં શ્રીલંકાએ ભારતીય સલામતી બાબતોની અવગણના કરી હતી. ત્યારપછી રાજપક્ષે ભાઈઓએ પોતાની ભૂલ તેઓ જો ફરી સત્તા ઉપર આવે તો સુધારશે. તેવી ખાતર ભારતને આપી હતી.

સંરક્ષણ સચિવ તરીકે વર્ષ 2005થી 2009ના સમયગાળામાં શ્રીલંકામાં LTTEને પરાજય આપવામાં ગોતાબાયા રાજપક્ષેએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, તેમની સામે માનવઅધિકારોના ભંગનો આરોપ થયો હતો. વર્ષ 2019ની ચૂંટણીમાં શ્રીલંકામાં વસતા લઘુમતી સમુદાયના મોટાભાગના મતો સાજીદ પ્રેમદાસાને મળ્યા છે, જોકે, ગોતાબાયા રાજપક્ષે જણાવ્યું છે કે, તે શ્રીલંકાના બધા જ નાગરિકોના રાષ્ટ્રપ્રમુખ રહેશે. તેમના પ્રથમ રાષ્ટ્રજોગ સંદેશામાં શ્રી રાજપક્ષેએ જણાવ્યું હતું કે, ઇસ્ટર પર્વ પ્રસંગે થયેલા વિસ્ફોટો બાદ દબાણમાં આવેલા શ્રીલંકાના અર્થતંત્રને ફરીથી બેઠા કરવા ઉપર તેઓ ધ્યાન કેન્દ્રીત કરશે.

શ્રી રાજપક્ષે તેમના કાર્યકાળમાં શ્રીલંકાના તમીલો સાથે કેવું વર્તન રાખે છે, તે બાબત ઉપર ભારતનું ધ્યાન રહેશે અને આ બાબત ભારત – શ્રીલંકાના સંબંધો ઉપર અસર કરશે.

સમગ્ર રીતે જોતા ગોતાબાયા રાજપક્ષેના નેતૃત્વમાં ભારત અને શ્રીલંકાના સલામતી ક્ષેત્રના સંબંધો ઉપર વધુ ધ્યાન રખાશે. એવી જ રીતે ગોતાબાયા વહીવટીતંત્ર ભવિષ્યમાં સંતુલિત વિદેશનીતી અપનાવે છે કે, નહીં, તેની ઉપર પણ ભારત અને શ્રીલંકાના સંબંધો આધાર રાખશે.

લેખક – ગુલબીન સુલતાના, IDSAના સંશોધન વિશ્લેષક

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...