Skip to main content

વિવિધ મુદ્દાઓમાં અટવાયેલું પાકિસ્તાન આ અંગે સમીક્ષા

છેલ્લા એકાદ મહિનામાં પાકિસ્તાનમાં જે ઘટનાઓ બની છે, તેના લીધે અગાઉથી જ સમસ્યાઓમાં અટવાયેલા પાકિસ્તાનના રાજકારણમાં નવા મુદ્દાઓ ઉમેરાયા છે.

ફઝલુર રહેમાને આઝાદીની કૂચનું આયોજન કર્યુ ત્યારથી છેલ્લા એકાદ માસ સુધી પાકિસ્તાનનું રાજકારણ આ મુદ્દાની આસપાસ જ ફરી રહ્યું છે. એવી જ રીતે ઘણા સમયથી બિમાર એવા પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ને સારવાર માટે વિદેશ જવા દેવા કે નહી એ મુદ્દો – પણ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

પાકિસ્તાનના સમુહ પ્રસાર માધ્યમોમાં ખાસ કરીને પાકિસ્તાનના ભવિષ્યને લગતા મહત્વના મુદ્દાઓના બદલે, આવા મુદ્દાઓ જ કેન્દ્રમાં રહ્યાહતા.

ફઝલુર રહેમાને સુક્કુર ખાતેથી શરુ કરેલી આઝાદીની કૂચ, થોડાક દિવસો બાદ ઇસ્લામાબાદ પહોંચી હતી. દૈનિકોમાં આ કૂચને બહોળી પ્રસિદ્ધિ મળી. મૌલાનાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ઇમરાન સરકારને શાસનમાંથી દૂર કરવી તે જ તેમની કૂચનું મુખ્ય ધ્યેય છે.

મૌલાનાના કૂચમાં જોડાયેલા લોકો લાકડીઓ ફેરવતા આગળ વધતા હોય તેવા વિડિયો પણ જાહેર થયા. જેના લીધે વિશ્લેષકોએ મત વ્યક્ત કર્યો હતો કે હિંસક ઘટનાઓના પગલે વર્તમાન ઇમરાન સરકારનું પતન થઇ શકે છે.

ત્યારપછી પાકિસ્તાન સરકારે એક તરફ કડક અભિગમ અપનાવવાનો દેખાવ કર્યો તો બીજી તરફ મૌલાના તથા અન્ય વિપક્ષો સાથે વાતચીત શરુ કરી. આના પગલે મૌલાનાએ તેમના સહકારીઓને ઇસ્લામાબાદમાંથી પાછા ફરીને પાકિસ્તાનના નાના શહેર – નગરોમાં રેલીઓ યોજીને ઇમરાન સરકારની નિષ્ફળતાઓ લોકો સુધી પહોંચાડવાનો અનુરોધ કર્યો.

આ સમગ્ર બાબતોમાં પાકિસ્તાની સેનાનું સમર્થન તથા દબાણ વધારવાની નીતિ સ્પષ્ટ રીતે જોઇ શકાઇ હતી. રેલીનો મુદ્દો ચર્ચાના ચકડોળે ચઢ્યો હતો ત્યારે જ ભુતપૂર્વ પ્રધાનમંત્રીને સારવાર માટે વિદેશમાં જવા દેવાની મંજુરીનો મુદ્દો આગળ વધારવામાં આવ્યો. જાણે લોકોનું ધ્યાન રેલીથી હટાવવા માટે જ આવો પ્રયાસ થતો જણાયો હતો.

સાત વર્ષનો જેલવાસ ભોગની રહેલા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફને હદયરોગની તકલીફ વધી ગઇ અને તેમના પ્લેટલેટસ નાટ્યાત્મક રીતે ઓછા થવા લાગ્યા. લાહોરની વડી અદાલતે પણ શરીફની શારીરિક તકલીફો ધ્યાનમાં લઇને તબીબી સારવાર હેતુથી તેમના જામીન મંજુર કર્યા.

જો કે ઇમરાન સરકાર તેમને વિદેશ સારવાર લેવા જવાની મંજુરી આપવા સાથે સહમત ન હતી. અંતે સાત અબજ રુપિયાના ઇન્ડેમ્નીટી બોન્ડ જમા કરાવવાની શરતે પાકિસ્તાન સરકાર શરીફને વિદેશ જવાની મંજુરી આપવા સહમત થઇ.

શરીફના પક્ષ – પી.એમ.એલ. – અને આ ઓફરનો અસ્વીકાર કર્યો અને અંતે લાહોરની વડી અદાલતે દરમિયાનગીરી કરીને શરીફને સારવાર માટે વિદેશ જવા દેવાનો નિર્દેશ પાકિસ્તાન સરકારને આપ્યો.

અંતે 20 મી નવેમ્બરે નવાઝ શરીફને કતાર એર એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે લંડન લઇ જવાયા. ભ્રષ્ટાચારી વ્યક્તિને વિદેશ જવા દેવાશે નહી તેવા કડક વલણમાં ફેરફાર કરવા પણ પાકિસ્તાની સેનાએ દબાણ વધાર્યું તેવી વાતો ચર્ચાવા લાગી છે.

કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે પાકિસ્તાનના ઇમરાન ખાને બિન જરુરી રીતે નૈતિક વિચારને મહત્વ આપ્યું હતું. ઇમરાન ખાનનું માનવું હતું કે તેના નયા પાકિસ્તાનના વિચાર વિશ્વમાં અલગ – અલગ લોકો માટે અલગ કાયદાઓ હોઇ શકે નહી. ઇમરાન ખાને નિર્ણય બદલ્યો તેથી તેની ટીકા શરુ થતા, પ્રધાનમંત્રીએ પાકિસ્તાની ન્યાયતંત્રને દોષિત ઠરાવવાનો પ્રયાસ કર્યો. 

જવાબમાં મુખ્ય ન્યાયાધીશે તેને ઠપકો આપીને સરકારના નિર્ણય માટે ન્યાયતંત્રને દોષ નહી આપવા કહ્યું.

ન્યાયતંત્રે ઇમરાન સરકારને આપેલા ઠપકાના લીધે સરકારની નીતિની વધુ ટીકા થાય તેવી શક્યતા છે. રાજકારણના આ ખેલની પાર્શ્વભૂમિમાં પાકિસ્તાની સેનાનો પ્રભાવ ધીરે ધીરે વધુ મજબૂત બનવા લાગ્યો છે.

ડુંગળી, ટામેટા, જેવી ખાદ્યચીજોના ભાવ ભડકે બળવા લાગ્યા છે. અને ફુગાવાનો દર વધ્યો છે, તેના લીધે લોકોમાં રોષની લાગણી વધવા લાગી છે. આ સમગ્ર રાજકીય તથા આર્થિક બાબતો ઇમરાનખાન સરકાર તથા લોકશાહી વ્યવસ્થા માટે નુકસાનકારક જ પુરવાર થાય તેવું જણાય છે.



શ્રીરંગ - અશોક
લેખક – ડોક્ટર અશોક બેહુરીયા, દક્ષિણ એશિયા, કેન્દ્રના વરિષ્ઠ ફેલો.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...