ભારતના વિદેશમંત્રી એસ.જયસંકરે શ્રીલંકાની મુલાકાત લઈને શ્રીલંકાના નવા રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાયેલા ગોતાબાયા રાજપક્ષેની સાથે મંત્રણા કરી હતી. તેમણે ભારતના પ્રધાનમંત્રી દ્વારા શ્રી રાજપક્ષેને આગામી 29મી નવેમ્બરે ભારતની મુલાકાતે આવવાનું આમંત્રણ આપ્યું હતું, જેનો શ્રી રાજપક્ષેએ સ્વીકાર કર્યો હતો.
શ્રી રાજપક્ષેએ રાષ્ટ્રપ્રમુખ પદ સંભાળ્યા પછીની આ પ્રથમ વિદેશ યાત્રા હશે. ભારતે પોતાના વિદેશમંત્રીને શ્રીલંકાની મુલાકાતે મોકલીને સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે ભારત શ્રીલંકાની નવી સરકાર સાથે કામ કરવા તથા શ્રીલંકા સાથેના સંબંધો મજબૂત બનાવવા ઉત્સુક છે.
ભારત ઉપરાંત અમેરિકા, પાકિસ્તાન, ઈરાન અને ચીને પણ શ્રી રાજપક્ષેને રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાવા માટે અભિનંદન આપ્યા હતા.
યુરોપીયન સંઘે સાવચેતી ભર્યું વલણ અપનાવ્યું છે અને નવા રાષ્ટ્રપ્રમુખને માનવ અધિકાર પ્રત્યેની કટિબદ્ધતા જાળવવાની અપીલ કરી છે.
શ્રી ગોતાબાયા રાજપક્ષેનો ભવ્ય વિજય થતા શ્રીલંકા પોદુજાના પેરૂમુના SLPP પક્ષ મજબૂત બન્યો છે અને ભવિષ્યમાં સંસદમાં તે હજી વધુ મજબૂત પક્ષ બને તેવી સંભાવના છે. શ્રી ગોતાબાયાના ભાઈ અને ભુતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ મહિન્દા રાજપક્ષેએ શ્રીલંકાના નવા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા છે.
આમ થવાથી ભારતે હવે તેની ચિંતા સાથે સંવેદનશીલ નથી તેવી સરકાર સાથે કામગીરી કરવી પડશે.
જોકે એ વાત ભૂલવી ન જોઈએ કે ઈલમના ગૃહયુદ્ધ વખતે તે વખતે સંરક્ષણ સચિવ રહેલા ગોતાબાયા રાજપક્ષેએ ભારતીય અધિકારીઓના સાથ-સહકારમાં કામગીરી કરી હતી. આમ થવાથી જ શ્રીલંકાનું વહિવટીતંત્ર LTTE સામે યુદ્ધ જીતી શક્યું હતું. હવે પછીના સમયગાળામાં આ બાબત અને તેમાં મળેલી સફળતાને ધ્યાનમાં લઈને શ્રીલંકાની નવી સરકાર પોતાની રાષ્ટ્રીય સલામતી વ્યવસ્થા પણ ભારત સાથેના સાથ સહકારમાં મજબૂત બનાવશે એવું જણાય છે. કારણ કે હિંદ મહાસાગર વિસ્તારમાં નવા ખતરા ઉભી થઈ રહ્યા છે.
ઉલ્લેખનિય છે કે, SLPP પક્ષના તાજેતરના ચૂંટણી ઢંઢેરામાં પણ આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે અને ભારત સાથે સહકાર મજબૂત કરવાની ઈચ્છા વ્યક્ત કરાઈ છે. SLPP પક્ષે ચૂંટણી પૂર્વે જ જણાવ્યું હતું કે, રાષ્ટ્રસંઘના સુમેળ તથા જવાબદેહિતાને લગતા ઠરાવનું તેઓ પાલન કરશે નહીં.
ભારતે છેલ્લા પાંચ વર્ષમાં શ્રીલંકાને રાષ્ટ્રસંઘમાં હંમેશા સમર્થન આપ્યું છે. આવા સંજોગોમાં આ જટીલ સમસ્યાના ઉકેલ માટે ભારત અને શ્રીલંકાએ સાથે મળીને ઉકેલ મેળવવો પડશે. ભારત ઈચ્છે છે કે, શ્રીલંકાની નવી સરકાર હિંદ મહાસાગર વિસ્તારમાં ભારતની સલામતીની તથા બંદરોની માળખાકીય સુવિધાના નિર્માણ ક્ષેત્રની ચિંતા સમજે.
શ્રીલંકા ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનીશીએટીવ BRIના અમલીકરણમાં મહત્વનો ભાગીદાર દેશ છે.
વર્ષ 2017માં તે વખતની સિરીસેના સરકારે શ્રીલંકાનું હંબનતોટા બંદર 99 વર્ષ સુધી ચીનને ભાડે આપવાના કરેલા નિર્ણયનો SLPP પક્ષે વિરોધ કર્યો હતો અને જો SLPP પક્ષ સત્તામાં આવે તો આ સમજૂતી અંગે ફેરવિચારણા કરવાની ખાતરી પણ આપી હતી.
SLPP પક્ષે શ્રીલંકાના ઝડપી આર્થિક વિકાસ હેતુથી ગાલે, કનકેસંથુરાઈ અને ત્રિંકોમાલી બંદરો તથા મટ્ટાલા અને કાતુનાયકે વિમાનમથકોના વિકાસની ખાતરી શ્રીલંકાના નાગરિકોને આપી છે.
શ્રીલંકાની નવી સરકારે આ ખાતરીઓના અમલીકરણ વખતે તેના આશિયાઈ પાડોશી દેશોની વાત ધ્યાનમાં લેવી પડશે.
ચીને ગોતાબાયાને અભિનંદન આપતી વખતે દ્વિપક્ષીય બાબતો તથા BRI હેઠળ ઉચ્ચ ગુણવત્તાવાળા પ્રોજેક્ટોના અમલીકરણમાં સઘન સહકારની તત્પરતા દર્શાવી છે. આથી શ્રીલંકાની નવી સરકાર ચીન સાથેના જૂના પ્રોજેક્ટોમાં અગાઉની સરકારની જેમ જ આગળ વધે તેવી સંભાવના છે.
ભારતે BRI પ્રોજેક્ટ અંગે વાસ્તવિક મુદ્દાઓના આધારે ચીનનો વિરોધ કર્યો છે. શ્રીલંકાની રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે, છેલ્લા પાંચ વર્ષમાં યુનિટી સરકારે લીધેલા નિર્ણયો નાગરિકોએ સ્વીકાર્યા નથી.
આથી નવી શ્રીલંકન સરકાર આર્થિક, સલામતી તથા વિદેશ નીતિ ક્ષત્રે પરિવર્તન લાવે તેવી શક્યતા નકારી શકાય નહીં.
શ્રીલંકાના નવા રાષ્ટ્રપ્રમુખની ભારતની આવતા સપ્તાહમાં યોજાનારી મુલાકાત, ભારત અને શ્રીલંકાના ભવિષ્યના દ્વિપક્ષીય તથા સહકાર ક્ષેત્રના સંબંધો અંગે ચોક્કસ સંકેતો આપશે.
લેખક – ડોક્ટર એમ.સામથા, શ્રીલંકાની બાબતોના વ્યુહાત્મક વિશ્લેષક
શ્રીરંગ તેંડુલકર, જતિન કામદાર
Comments
Post a Comment