Skip to main content

ચીન પાકિસ્તાન આર્થિક માર્ગ –સીપેક વિષે અમેરિકાએ પાકિસ્તાનને આપી ચેતવણી અંગે સમીક્ષા

ચીનની પરીવહન પટૃા અને માર્ગ પહેલ – બીઆરઆઇ ખાસ કરીને ચીન – પાકિસ્તાન આર્થિક માર્ગ – સીપેક એ ર૦૧૩માં તેની શરુઆતથી લઇને આજસુધી ભારતમાં ચિંતાઓ ચાલુ જ રાખી છે. તેનુ કારણ એ છે કે આ પ્રદેશમાં નિયમ આધારીત વ્યવસ્થા તેમજ ભારતના સાર્વભૌમત્વ માટે તે હંમેશા ચિંતાનો વીષય રહયો છે. તેથી જ ભારત સીપેકનો વીરોધ કરતુ રહયું છે. હકિકતમાં બીઆરઆઇનો વિરોધ કરનારો ભારત સૌ પહેલો દેશ હતો અને અગાઉ ચીનમાં યોજાયેલા આ અંગેના બંને મંચ પર પોતાની નારાજી વ્યકત કરનારો ભારત એકમાત્ર દેશ છે. ર૦૧૩ થી ભારત તેનો વીરોધ કરતુ આવ્યું છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાંથી પસાર થતાં આ માર્ગ અંગે ભારત પોતાનો વિરોધ નોંધાવતુ જ રહયું છે. અધિકૃત રીતે ભારતનું વલણ એવુ છે કે ભારતના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાની બાબતમાં ભારતની ચિંતાને કહેવાતા સીપેક દ્વારા ધ્યાનમાં લેવામાં આવી નથી.

માત્ર ભારત જ નહી બીજા કેટલાય દેશ આ બીઆરઆઇનો અને ખાસ કરીને સીપેકનો વિરોધ કરતાં જ રહયાં છે. અમેરીકાએ આ માર્ગ અંગે પોતાની નારાજી વ્યકત કરી છે. દક્ષિણ અને મધ્ય એશિયાની બાબતોના મદદનીશ મંત્રી એલીસ વેલ્સે વોશીગ્ટનમાં સીપેક અંગે પોતાની ટીપ્પણી વ્યકત કરતાં કહયું હતું કે આ માર્ગ ભારતની ભુ રાજકીય પ્રકૃતિના ઘટકોને અસર કરે છે તે ભારતે સ્પષ્ટ કરી દીધુ છે. અમે ભારતની આ ચિંતાને સમર્થન આપીએ છીએ. આ પરીયોજનાનો કોઇ આર્થિક આધાર નથી અને તે ઘણા દેશોના સાર્વભૌમત્વને અસર પહોચાડે તેમ છે.

ચીન – પાકિસ્તાનની સાઠગાંઠ અને ખાસ કરીને સીપેકમાં તેમનો જોડાણ ભારતના સાર્વભૌમત્વના હકકોને નુકસાન પહોચાડે છે. સુશ્રી વેલ્સના નિવેદનો ભારતની એકંદર ધારણાનું પડઘો પાડે છે અને આ પ્રદેશમાં ચીનના વધી રહેલા પ્રભુત્વને પણ વ્યકત કરે છે. તેથી જ અમેરીકા બીઆરઆઇનો વીરોધ કરે છે. આ નિવેદનો ભારત અને અમેરીકાની સહિયારી ચિંતાઓ તેમજ હિતોની સમતુલા જાળવવાની ઇચ્છા વ્યકત કરે છે. ભારત જાપાનની સાથે બીઆરઆઇના ન્યાયી વિકલ્પે વિશ્વસનીય અને ટકાઉ વૈકલ્પિક યોજનાઓ પુરી પાડવાનું અનેક દેશોને દરખાસ્ત કરી રહયું છે.

સુશ્રી વેલની ટીપ્પણીનુ ભારત – અમેરીકાના ઝડપથી વધી રહેલા સંબંધોના પરીપેક્ષમાં પણ વિશલેષણ કરી શકાય. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સપ્ટેમ્બર ર૦૧૯માં અમેરીકાનુ મુલાકાત અને ત્યારબાદ વિદેશ મંત્રી એસ. જયશંકરની અમેરીકાના વ્યુહાત્મક સમુદાય સાથેની વાતચીતે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષી સંબંધોને વધુ મજબુત બનાવવામાં મહત્વનો ભાગ ભજવે છે. આના કારણે પરસ્પરના હિતો – અપેક્ષાઓ તથા ભવિષ્યના સંબંધો વધુ સુદૃઢ થશે. વ્યુહાત્મક ભાગીદાર તરીકેના ભારત – અમેરીકાના વિકસી રહેલા હુફાળા સંબંધોના કારણે અમેરીકાના નીતી ઘડવૈયાઓ ચીન – પાકિસ્તાનના કારણે ભારત સામેના પડકારોને સમજવામાં મદદ મળશે.

અમેરીકાના સહાયક સચિવ એ અન્ય બાબતો સાથે ચીન પાકિસ્તાન કોરીડોરની પાકિસ્તાનના અર્થતંત્રને નડનાર જોખમો અંગે પણ ટીપ્પણી કરી હતી. તેમણે ભારપુર્વક કહયું કે ચીન નાણાંકીય વ્યવહારોનું પાલન નથી કરી રહયું. જેનાથી પાકિસ્તાન દેવાદાર બની રહેશે. તેમણે સ્પષ્ટપણે કહયું કે આ પરસ્પર હિતનો પ્રોજેકટ નથી માત્ર ચીનને લાભ આપતો પ્રોજેકટ છે. ર૦૧૯માં પાકિસ્તાનનો વિકાસ દર ૩.૩ ટકા રહયો છે. જે ર૦ર૦માં ર.૮ ટકા રહેવાની સંભાવના છે.

ચીન – પાકિસ્તાન આર્થિક કોરીડોર એ અબજો ડોલરનો પ્રોજેકટ છે. જેણે પાકિસ્તાનના વિદેશી દેવામાં વધારો કર્યો છે. ર૯૧૮માં પાકિસ્તાનનું વિદેશી દેવુ ૧૦પ અબજ અમેરીકી ડોલર હતું, જયારે તે વર્ષે તેની જીડીપી ૩૧ર અબજ અમેરીકી ડોલર હતી. મે-ર૦૧૯ માં પાકિસ્તાનને તેના અર્થતંત્રને સ્થિરતા આપવા આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ પાસેથી છ અબજ અમેરીકી ડોલરના જામીની કરાર કર્યા. વધુમાં તેણે સાઉદી અરેબીયા જેવા દેશો પાસેથી સીપીઇસી અને બીઆરઆઇ પ્રોજેકટો માટે ભંડોળ લીધુ છે. જયારે ચીન અને પાકિસ્તાની અધિકારીઓએ સુશ્રી વેલની ટીપ્પણીઓનુ ખંડન કરતા આ પ્રોજેકટને ગેમ ચેન્જર પ્રોજેકટ ગણાવ્યો છે. ત્યારે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા પાકિસ્તાની અર્થતંત્ર માટે આ પ્રોજેકટ વધુ અસ્થિરતા લાવનારો બની રહેશે.

ભરત રાજગોર –નીકિતા શાહ – મુકેશ

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...