Skip to main content

જમ્મુ કાશ્મીર અને લદાખ માટે નવું પ્રભાત અંગે સમીક્ષા

એવુ કહી શકાય કે ગઇકાલ સુધી આપણે જેને જાણતા હતા તે સંયુકત જમ્મુ અને કાશ્મીર એ ઇતિહાસના કેટલાક અકસ્માતોનું પરીણામ હતું. દક્ષિણ જમ્મુ ક્ષેત્ર અને કાશ્મીર ઘાટીનું જોડાવુ તે પણ ૧૮૪૬ માં બ્રીટીશ સત્તાધીશો અને ડોગરા શાસક મહારાજા ગુલાબસિંહ વચ્ચે થયેલી અમૃતસર સંધિનું પરીણામ હતું. લીટલ તીબેટના નામે ઓળખાતું બૌધ્ધ વાતાવરણ પ્રભાવિત લદાખ ડોગરા સલ્તનતનો ભાગ બન્યુ તે જનરલ જોરાવર સિંહની જીત હતી. ત્રણ મુખ્ય ઘટકોની પુનઃરચના બે નવા કેન્દ્ર શાસીત પ્રદેશો તરીકે ૩૧ ઓકટોબર ર૦૧૯ એ કરવામાં આવી. તેનાથી જમ્મુ કાશ્મીરની ભુગોળ બદલાઇ ગઇ છે.

લદાખના લોકો માટે તેને કેન્દ્ર શાસીત પ્રદેશનો દરજજો મ/યો તે તેમની પ્રાર્થનાઓના જવાબ સમાન છે. આ દરજજો લદાખીઓ ઓછામાં ઓછા પચાસ વર્ષથી માંગતા હતા. ૧૯૭૦ની શરૂઆતમાં લામા લોબઝનાએ લદાખના બૌધ્ધ નેતાઓમાંથી એક હતા જેમણે આ પ્રદેશને કેન્દ્રના સીધા શાસન અંતર્ગત લાવવાની લદાખીઓની પસંદગીને વાચા આપી હતી. લદાખીઓના મતે તે જ ઓછા વિકાસની ક્ષેત્રની મુશ્કેલીઓનો ઉકેલ હતો. તેમના મતે ઘણા લાંબા સમયથી શ્રીનગરના સતાધીશોએ લદાખને જમ્મુ કાશ્મીરની ખાડી તરીકે ગણ્યો છે. જેમ કે તેને પોતાની અલગ સાંસ્કૃતિ ઓળખને વ્યકત કરવાની પરવાનગી ન હતી અને તેનો સંપુર્ણ આર્થિક વિકાસ થઇ શકતો ન હતો. આથી એ આશ્ચર્યની વાત નથી કે લદાખનો કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજજો મળ્યો તે વાતને લેહ અને આ સમગ્ર ક્ષેત્રમાં ઉત્સવની રીતે ઉજવવામાં આવી હતી.

બીજી બાજુ જમ્મુ કાશ્મીરના લોકોએ કેન્દ્ર શાસિત પ્રદેશનો ભાગ બનવાની ઐતિહાસીક પરિસ્થિતિને ખુશીથી આવકારી છે. ખરેખર રાજયના એકીકરણ માટે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની માંગણી પચાસ વર્ષ અગાઉની હતી. ત્યારે જમ્મુ સ્થિત, પ્રજા પરિષદ પાર્ટીના નેતૃત્વમાં એક નિશાન એક પ્રધાન આંદોલન આ જ લાગણીની અભિવ્યકિત હતી.

જો કે જમ્મુ કાશ્મીરને નવા કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે રચવાના નિર્ણયથી ઘાટીના થોડા વર્ગોને અણગમો થયો હતો. જે લોકો વિશેષાધિકાર પ્રાપ્ત વર્ગ તરીકે ઓળખાતા હતા, જે છીનવાઇ જવાથી ઉભો થયો હતો. કાશ્મીર ઘાટીમાં હવે વિકાસ ભંડોળનો યોગ્ય ઉપયોગ થશે. મોટા પાયે થતા વહીવટી ભ્રષ્ટાચારને પણ અંકુશમાં લેવાશે. કટૃરવાદના ફેલાવાની સમસ્યાનો અસરકારક રીતે પ્રતિકાર કરાશે.

મહત્વપુર્ણ બાબત એ છે કે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પુનરોચ્ચાર કર્યો છે કે જમ્મુ કાશ્મીર માટે કેન્દ્ર સરકાર કયારેય ભવિષ્યમાં એવા સંજોગો ઉભા થાય તો કેન્દ્રશાસિત પ્રદેશમાંથી પૂર્વવત સ્થિતિમાં પાછા લાવી શકાય તે માટે તૈયાર છે. તેમણે ખાસ ભારપુર્વક જણાવ્યું કે કેન્દ્ર સરકારનો જમ્મુ કાશ્મીરમાં પરીવર્તન લાવવાનો મુખ્ય ઉદેશ કાશ્મીરને અન્ય રાજયોની જેમ મુખ્ય ધારામાં જોડવાનો સ્વાયતતાથી વંચિતના રહે તે માટેનો હતો. ઘણા લોકો ટીકા કરે છે પરંતુ કાશ્મીર ઘાટીના લોકો સામે સુરક્ષા સંબંધિત પડકારો હતા તેનો સામનો કરવાની જરૂર હતી.

આ ઉપરાંત પરીવર્તન પાછળ સરકારનો અન્ય હેતુ પણ હતો. કેન્દ્ર સરકાર માને છે કે એકવાર ધાર્મિક કટૃરપંથી અને સરહદપારના આતંકવાદનો સામનો કરવામાં આવશે અને શાંતિ અને સમાનતાનું વાતાવરણ પુનઃ સ્થાપિત કરવામાં આવશે, તો કેન્દ્ર ધ્વારા જમ્મુ કાશ્મીરને અલગ રાજયનો દરજજો આપવા નિર્ણય કરી શકાય છે.

ગઇકાલે જ જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ અને લદાખ કેન્દ્ર શાસિત પ્રદેશ અસ્તિત્વમાં આવ્યા. રાષ્ટ્ર જયારે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૪મી જન્મજયંતીની ઉજવણી કરી રહયું હતું. શિલ્પી સરદાર સાહેબે સાત દાયકા અગાઉ અખંડ ભારતનું નિર્માણ કર્યુ હતું.


શિવાંગી ભટૃ, રૂપલ જાની - મુકેશ

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...