આબોહવામાં પરિવર્તન થતું રોકવા અંગેની વર્ષ 2015માં સધાયેલી પેરીસ સમજૂતીમાંથી અમેરિકાએ ખસીજવાનો લીધેલો સત્તાવાર નિર્ણય સમગ્ર વિશ્વ તથા અમેરિકા માટે પણ ચિંતાનો વિષય ગણાવી શકાય.
ગયા સોમવારે ટ્રમ્પ વહિવટીતંત્રે આ અંગેનું જાહેરનામું બહાર પાડતા જ પેરીસ સમજૂતીમાંથી અમેરિકાના ખસી જવાની પ્રક્રિયાનો વિધીવત આરંભ થયો છે. આગામી એક વર્ષમાં આ પ્રક્રિયા પૂરી થશે.
આગામી બીજીથી તેરમી ડિસેમ્બર દરમ્યાન સ્પેનના મદ્રીદ શહેરમાં રાષ્ટ્રસંઘના ઉપક્રમે આબોહવા અંગેની COP-25 પરિષદ યોજવાની છે, ત્યારે અમેરિકાએ આ નિર્ણય લીધો છે.
અગાઉ આ બેઠક ચીલીમાં યોજાવાની હતી પણ સ્થાનિક મુશ્કેલીઓના લીધે હવે આ પરિષદ સ્પેનમાં યોજાશે.
વર્ષ 2015માં આશરે 200 દેશોએ પેરીસ સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા હતા.
આ સમજૂતી હેઠળ પૃથ્વીનું તાપમાન વધારતા વાયુઓનું ઉત્સર્જન ઘટાડીને નિયંત્રણમાં લેવાની પ્રતિબદ્ધતા દર્શાવાઈ છે.
પેરીસ સમજૂતી મુજબ વૈશ્વિક સ્તરનું તાપમાન બે ડિગ્રીથી વધે નહીં તે રીતે પગલાં ભરવાની પ્રતિબદ્ધતા બધા જ દેશોએ દર્શાવી.
અમેરિકાના નિર્ણયથી સમગ્ર વિશ્વે નિર્ધારીત કરેલો લક્ષ્યાંક મેળવવામાં મુશ્કેલી ઉભી થશે. અત્યાર સુધી અમેરિકા એકમાત્ર એવો દેશ છે જે સમજૂતીમાંથી ખસી ગયો છે.
ઉલ્લેખનિય છે કે, પૃથ્વીના વાતાવરણને અસર કરતા વાયુના ઉત્સર્જનમાં અમેરિકા ચીન પછી સમગ્ર વિશ્વમાં બીજા નંબરનો દેશ છે.
અમેરિકાના ખસી જવાથી સમજૂતીમાં નિર્ધારીત કરેલા વાયુ ઉત્સર્જનના ઘટાડાનું પ્રમાણ 80 ટકા સુધી સિમીત રહેશે.
એવી જ રીતે આ સમગ્ર વૈશ્વિક કાર્યવાહીને મળનારી આર્થિક સહાયને પણ ઘણી અસર થશે. સમગ્ર વિશ્વમાં આર્થિક ભંડોળ ઉભુ કરવાની કામગીરીમાં અમેરિકા મહત્વની ભૂમિકા ભજવવાનું હતું.
ટ્રમ્પ વહિવટીતંત્રે ગ્રીન હાઉસ ક્લાઈટમેટ ફંડ અર્થાત વાતાવરણને નુકસાન કરનાર વાયુઓના ઉત્સર્જનને ઘટાડવા માટેના ભંડોળમાં ફાળો આપવાનું બંધ કરવાનો નિર્ણય લીધો છે.
આ ભંડોળની રચનાનો મુખ્ય હેતુ વિકાસશીલ દેશોને આબોહવામાં પરિવર્તનની અસરો ઘટાડવા નાણાં આપવાનો હતો.
અમેરિકા ખસી જતાં ગ્રીનહાઉસની આડ અસરો ઘટાડવાના મુદ્દે વિશ્વ આલમનું ધ્યાન ચીન અને ભારત ઉપર કેન્દ્રીત થશે.
ભારત અને ચીને આ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવી પડશે.
ભારત અને ચીને વિકાસશીલ દેશોને ઉત્સર્જન ઘટાડવા નવી ટેકનોલોજી તથા શક્ય એટલી આર્થિક સહાય પણ આપવી પડશે.
ભારતે પેરીસ સમજૂતીમાં દર્શાવેલી પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરવાની બાબતે નોંધપાત્ર શરૂઆત કરી છે.
ભારતે પર્યાવરણના રક્ષણ માટેના નિર્ધારીત લક્ષ્યાંકો વર્ષ 2030 સુધીમાં હાંસલ કરવાનું આયોજન કર્યું છે.
ભારતે વર્ષ 2005ની તુલનાએ આગામી 2030 સુધીમાં ઉત્સર્જનનું પ્રમાણ 33થી 35 ટકા ઘટાડવાના પ્રયાસો હાથ ધર્યા છે.
એવી જ રીતે નોન ફોસીલ પ્રકારના ઈંધણની મદદથી 40 ટકા વીજ ઉત્પાદનના ધ્યેયને હાંસલ કરવાના પ્રયાસ શરૂ કર્યા છે.
ભારતે સૂર્ય ઉર્જા ઉત્પાદન એકમોની સ્થાપના ઝડપથી કરીને બિન-પરંપરાગત ઉર્જા ક્ષેત્રે વીજ ઉત્પાદન વધારવાનું આયોજન કર્યું છે.
પેરીસ સમજૂતીમાંથી અમેરિકાના ખસી જવાના નિર્ણયની સીધી અસર ભારત ઉપર નહીવત થશે, પણ આ ઘટનાથી ભારતની આબોહવામાં પરિવર્તન અંગેની ભવિષ્યની યોજનાઓ અને વ્યુહરચનાને ચોક્કસ અસર થઈ શકે છે.
એવી જ રીતે આ ઘટનાની અસર ભારતની વિકાસ યોજનાઓ ઉપર થવાની શક્યતા નકારી શકાય નહીં.
ભારતે તૈયાર કરેલ રાષ્ટ્રીય વન નીતિ-2018ના મુસદ્દામાં દેશના કુલ ભૌગોલિક વિસ્તારમાંથી એક તૃતિયાંશ વિસ્તારમાં વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નિર્ધારીત કરાયો છે.
ભારતે સૂર્ય ઉર્જા, પવન ઉર્જા ક્ષેત્રના વીજ ઉત્પાદનને આગળ વધારવાની બાબતે નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ ક્ષેત્રની પ્રગતિથી ભારતના કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થવા લાગ્યો છે.
ભારતે ફ્રાંસની સાથે મળીને સૂર્યઉર્જા ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સૂર્ય ઉર્જા જૂથ-ISAની સ્થાપના કરી છે.
એવી જ રીતે આબોહવામાં પરિવર્તનની અસરો ઘટાડવા આંતરરાષ્ટ્રીય સ્તરના જૂથની રચના કરવાની તાતી જરૂર છે.
લેખક – કે.વી.વેંકટસુબ્રમણ્યમ, વરિષ્ઠ પત્રકાર

Comments
Post a Comment