Skip to main content

પાકિસ્તાનમાં રાજકારણ અંગે સમીક્ષા

પાકિસ્તાન એ સત્યનો સ્વીકાર કરી શકતુ નથી કે, આંતરરાષ્ટ્રીય સમુદાય માટે કાશ્મીર હવે ભૂતકાળનો મુદ્દો બની ગયું છે.

ભારતે કાશ્મીરને ખાસ દરજ્જો આપતી કલમ 370 રદ કરી છે, ત્યારથી પાકિસ્તાને આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન ખેંચવા મરણીયા પ્રયાસો કર્યા છે.

જોકે ભારત કાશ્મીર મુદ્દે બંધારણ મુજબની કાર્યવાહી થઈ છે એ બાબત વિશ્વ સમુદાયને સમજાવવામાં સફળ રહ્યો છે.

હવે કાશ્મીર મુદ્દે વિશ્વમાં અળગુ પડી ગયાનો અહેસાસ થતા પાકિસ્તાનના રાજકીય નેતાઓ આ મુદ્દે રાજકારણ કરવાની શરૂઆત કરી છે.

કાશ્મીર બાબતોના પાકિસ્તાનના મંત્રી અલી અમીને ખૂલ્લી ધમકી આપતા જણાવ્યું હતું કે, કાશ્મીર મુદ્દે મીસાઈલનો ઉપયોગ કરી શકીએ છીએ.

તેમણે પાકિસ્તાનની ખાનગી સમાચાર ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, જો કાશ્મીર મુદ્દે યુદ્ધ શરૂ થાય તો કાશ્મીર મુદ્દે ભારતને સમર્થન આપનાર દેશોને પણ પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.

ભારતને કાશ્મીર મુદ્દે સમર્થન આપનાર કોઈપણ દેશ પાકિસ્તાનનો દુશ્મન ગણાશે.

અલી અમીલ એ પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદની જેમ બેફામ નિવેદનો આપવા માટે જાણીતા છે.

પ્રધાનમંત્રી ઈમરાન ખાને આવા માણસોને ઉચ્ચ પદ ઉપર બેસાડ્યા છે, એ બાબત આશ્ચર્યજનક ગણાવી શકાય.

પાકિસ્તાનમાં સ્થાનિક મુદ્દાઓના કારણે સંઘર્ષ અને વિવાદો ઉભા થવાની શરૂઆત થતા ઈમરાન ખાને પાકિસ્તાની નાગરિકોની ભારત વિરોધી લાગણીઓ ઉશ્કેરવાના રાજકારણનો ટેકો લેવાની શરૂઆત કરી છે.

એ બાબતે સ્પષ્ટ છે કે, પ્રધાનમંત્રી ઈમરાન ખાન કાશ્મીર મુદ્દે બચાવની ભૂમિકામાં આવી ગયા છે.

પાકિસ્તાનના વિશ્લેષકોએ પણ સ્પષ્ટ નોંધ કરી છે કે, વિશ્વ સમુદાય કાશ્મીર મુદ્દાની મુલવણી પાકિસ્તાનના દૃષ્ટિકોણથી કરતો નથી.

સામે પક્ષે ભારતે વિકાસ માટે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ – એમ બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશો રચ્યા છે, તે પગલાને વિશ્વ આલમે આવકાર્યું છે.

વિશ્વના મૂડીરોકાણકારો કાશ્મીર અને લદ્દાખમાં રોકાણ કરવા આગળ આવે તેવી શક્યતા નકારી શકાય નહીં.

પાકિસ્તાનના કાશ્મીર બાબતનો વિભાગ સંભાળતા મંત્રીને વિકાસ અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, કાશ્મીરના લોકો માટે તેઓ યુદ્ધ કરવા તૈયાર છે.

વિકાસ અંગેના પ્રશ્નના જવાબમાં મળેલો આવો પ્રતિભાવ સાચે જ આઘાતજનક છે.

દરમ્યાન જમણેરી પાંખના ધાર્મિક નેતા મૌલાના ફઝલ ઉર રહેમાને પાકિસ્તાનની કથળતી જતી આર્થિક પરિસ્થિતિ અને ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ સાથે આપેલા સરકાર વિરોધી રેલીને અસાધારણ પ્રતિભાવ મળ્યો છે.

મૌલાના ફઝલ ઉર રહેમાને સરકાર વિરોધી અને કરાંચીથી શરૂ થયેલી રેલીનું નેતૃત્વ કર્યું હતું.

તેમણે કહ્યું કે, સરકારે નાગરિકોને સત્તા પાછી આપવી જ પડશે.

તેમણે ગુજરાનવાલામાં રેલીને સંબોધતા ઈમરાન ખાન સરકાર સામે દેશના અર્થતંત્રનો વિનાશ કરવાનો આક્ષેપ કર્યો હતો.

પાકિસ્તાનના મુખ્ય વિરોધી પક્ષો – પાકિસ્તાન મુસ્લીમ લીગ નવાઝ – PML-N તથા પાકિસ્તાન પીપલ્સ પાર્ટી – PPP પક્ષોએ પણ મૌલાનાની સરકાર વિરોધી રેલીને સમર્થન આપ્યું છે.

દરમ્યાન ઈમરાન ખાન સરકારે JUI-F પક્ષની યુવા પાંખ અન્સર-ઉલ-ઈસ્લામને આતંકવાદી સંગઠન ગણાવીને તેની ઉપર પ્રતિબંધ મૂક્યો છે.

JUI-F પક્ષે સરકારના પ્રતિબંધ મૂકવાના નિર્ણયને અદાલતમાં પડકાર્યો છે.

ઈસ્લામાબાદમાં લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હોવાથી પરિસ્થિતિ વણસી પણ શકે છે.

પાકિસ્તાનના રાજકીય વિશ્લેષક સિરિલ અલમેઈડાએ ટિપ્પણી કરી છે કે, ખાન સરકારે આ પરિસ્થિતિ અંગે ચિંતીત થવાની જરૂરીયાત છે.

તેમજ રાજકીય વિવાદને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની ખાન સરકારની ક્ષમતા હવે પૂરવાર થશે.

જો સરકાર ગભરાઈને વધુ પડતો પ્રતિભાવ આપશે તો હિંસા ફાટી નિકળવાની તથા પરિસ્થિતિ નિયંત્રણમાંથી બહાર થવાની શક્યતા નકારી શકાય નહીં.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...