પ્રવર્તમાન વૈશ્વિક મંદીના વમળોની અસર હેઠળ અર્થતંત્રનો વૃદ્ધિદર દબાવ હેઠળ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન સરકાર દ્વારા નિર્ણાયક એવા સ્થાવર જમીન ક્ષેત્રના પુનરુત્થાન માટે ભંડોળ ફાળવવાનો નિર્ણય, વ્યાપ માંગને પ્રોત્સાહિત કરવા માટેનું ભારતીય અર્થ વ્યવસ્થાનું યોગ્ય દિશામાં લીધેલું આવશ્યક પગલું છે.
અર્થતંત્રના વિસ્તરણને વૃદ્ધિની દિશામાં રાખવા માટેના પડકારનો સામનો કરીને સરકારે 1600 પ્રોજેક્ટમાં ચાર લાખ 58 હજાર હાઉસિં યુનિટને પુનઃ જીવીત કરવા 250 અબજ રૂપિયા ફાળવ્યા છે. આ પ્રોજેક્ટમાં બાંધકામના કાર્યોને આવરી લેવાશે. જેમાં બેન્કો દ્વારા બિન પરફોર્મિંગ સંપત્તિ તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે. અથવા તો જેને નાદારીની પ્રક્રિયાનો સામનો કરવો પડ્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે સૂચન કર્યા મુજબ દેશભરમાં અટવાયેલા પ્રોજેક્ટમાં હોમ લોન – ઇએમઆઈ ની ચૂકવણી માટે કસૂરવાર સાબિત થયેલા લોકોને થોડી રાહત મળશે. સરકારે આ પેટે 200 અબજ રૂપિયાના ફંડને જાહેર કર્યું છે.
નિષ્ણાંતોના મત પ્રમાણે આ પગલાને ધ્યાનમાં લેતા, સ્થાવર મિલકત ક્ષેત્રના પુનરુત્થાનમાં આ નોંધપાત્ર મદદ કરશે, જે પ્રવાહિતાની તીવ્ર મંદીનો સામનો કરી રહ્યું છે. કારણ કે, ઘણા બિલ્ડરો ઉચ્ચત્તમ રીતે લાભ મેળવે છે અને નવા એપાર્ટમેન્ટ વેચવામાં સમર્થન છે. એવું માનવામાં આવે છે કે, આ પગલું ઘર ખરીદનારાઓ અને રીઅલ એસ્ટેટ ડેવલેપર્સ માટે લાભકર્ત સાબિત થશે. સ્થાવર મિલ્કત ક્ષેત્ર જે વૈશ્વિક માન્યતા પ્રાપ્તક્ષેત્ર છે, અર્થતંત્રની વૃદ્ધિ માટે નિર્ણાયક ભૂમિકા ભજવશે. ભારતમાં સ્થાવર મિલકત ક્ષેત્રે મુખ્યત્વે આવાસ અને બાંધકામ ક્ષેત્રનો સમાવેશ થાય છે જે રોજગારના નવા અવસર ઉપલબ્ધ કરાવવા મુખ્ય ભૂમિકા ભજવે છે. આ ક્ષેત્ર સ્ટીલ અને સિમેન્ટ જેવા મુખ્ય ક્ષેત્રો સહિત, અર્થતંત્રના સમગ્ર વહીવટની માંગચક્રને ઉત્તેજિત કરવામાં પણ પ્રબળ ભૂમિકા ભજવશે. ભારતીય બાંધકામ ઉદ્યોગ અર્થતંત્રના તમામ ક્ષેત્રોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ પણે 14 મોટા ક્ષેત્રમાં ત્રીજા નંબરે છે.
એકંદરે સ્થાવર મિલકત ક્ષેત્ર જીડીપી દર વધારવા પ્રોત્સાહિત કરાવવામાં મદદરૂપ છે. ભારતીય અર્થવ્યવસ્થાના કદ અને પરિમાણને જોતા ભારતમાં સ્થાવર મિલકત ક્ષેત્ર 2030 સુધીમાં એક ટ્રિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચે અને 2025 સુધીમાં દેશમાં દેશના જીડીપી દરમાં 13 ટકા જેટલું યોગદાન આપે તેવું અનુમાન છે, ઉપરાંત સ્થાવર મિલકત ક્ષેત્રમાં વિદેશી સીધા મૂડીરોકાણને આકર્ષવા મોટી સંભાવના છે. ઔદ્યોગિ નીતિ અને વળતર વિભાગ મુજબ, ભારતમાં બાંધકામ વિકાસ ક્ષેત્રે એપ્રિલ 2000થી માર્ચ 2019 દરમિયાન વિદેશી સીધા રોકાણની ઇક્વીટીની આવક 25.4 અબજ અમેરિક ડોલર છે.
એ નોંધપાત્ બાબત છે કે, સેબી એટલે કે, ભારતીય સલામતી અને વિનિમય બોર્ડ રીઅલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ- આરઈઆઈટી પ્લેટફોર્મ માટે મંજૂરી આપી છે જે તમામ રોકાણકારોને ભારતીય સ્થાવર મિલકત બજારમાં રોકાણ કરવાની મંજૂરી આપવામાં મદદરૂ બનશે. જે આગામી વર્ષોમાં ભારતીય બજારમાં 19.05 અબજ અમેરિકન ડોલરની તક ઊભી કરશે.
ભારતીય સ્થાવર મિલકત ક્ષેત્રે સીધા મૂડીરોકાણનો વધતો પ્રવાહ પણ વધતી પારદર્શિતાને પ્રોત્સાહન આપે છે. સ્થાવર મુલ્કિતના વિકાસકર્તાઓ શહેરોમાં અનેક પ્રોજેક્ટના સંચાલનની વધતી જરૂરિયાતને પહોંચી વળવા કેન્દ્રીય પ્રક્રિયાઓમાં પણ રોકાણ કરી રહ્યા છે. વધુ માનવબળ સહિત લાયક વ્યાવસાયિકોની નિમણૂંક કરી રહ્યા છે.
આ તમામ પરિબળોને ધ્યાનમાં લેતા, ભારતીય અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપનાર અને વધુ મજબૂત બનાવનાર જમીન જાગીર જેવા ભારતના મોટા ક્ષેત્રને અવગણી ના જ શકાય. આથી જ સ્થાવર મિલકત ક્ષેત્રે પુનરુત્થાન માટે સરકારે લીધેલા પગલાં ખરેખર સકારાત્મક છે.
લેખક – આદિત્યરાજ દાસ
Comments
Post a Comment