Skip to main content

કરતારપુરના મહત્વ અંગે સમીક્ષા

ભારતના વિભાજન બાદ બે દેશોની રચનાના પગલે અલગ પડી ગયેલા શીખ ધર્મસ્થળોએ સરળતાથી જઈ શકાય, તે હેતુથી શીખ લોકો દરરોજ પ્રાર્થના કરતા હતા. કરતાર પુર ગુરૂદ્વારા આવા જ પવિત્ર સ્થળો પૈકી એક ધર્મસ્થળ હતું.

રાવી નદીના કાંઠે આવેલું આ ધર્મસ્થળ શીખ લોકો માટે આગવું અને આદરનું સ્થાન ધરાવે છે. કારણ કે, સંત ગુરૂનાનક દેવજીએ અહીં 18 વર્ષ સુધી વસવાટ કર્યો હતો અને અહીં જ તેમનો દેહવિલય થયો હતો.

પણ ભારતમાંથી જોઈ શકાય તેવુ આ ધર્મસ્થળ પાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર ચાર કિલોમીટર અંતરે આવેલું છે.

હવે કરતારપુર કોરીડોર શરૂ થતાં, શીખ ભાવિકો દરરોજ તથા સરળતાથી આ પવિત્ર સ્થળે જઇ શકશે. આ બાબત ધાર્મિક લાગણીની દૃષ્ટિએ અગત્યની ગણાવી શકાય.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના પંજાબના ગુરૂદાસપુર ખાતેથી કરતારપુર કોરીડોરની સંકલિત ચેકપોસ્ટનું ઉદઘાટન કર્યું છે.

પ્રધાનમંત્રીએ ડેરાબાબા નાનક ગુરૂદ્વારા ખાતે કોરીડોરનું ઉદઘાટન કરતાં જણાવ્યું હતું કે, ભાવિકો હવે દરબાર સાહેબ ગુરૂદ્વારામાં સરળતાથી જઈને પ્રાર્થન દર્શન કરી શકશે. દરબાર સાહેબ ગુરૂદ્વારા તરફ કરતારપુર કોરીડોર મારફતે પાકિસ્તાનમાં જનાર પ્રથમ શીખ જથ્થામાં ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ, કેન્દ્રીય મંત્રી હરસીમરત કૌર બાદલ અને હરદીપસિંહ પુરી જોડાયા હતા.

કરતારપુર ખાતે બે દસકા સુધી રહેલા ગૂરૂનાનક દેવજીએ પોતાના જીવનકાળ દરમિયાન સત્ય બોલવા તથા પ્રામાણિકતાથી જીવન જીવવાનો સંદેશો આપ્યો હતો. તેમણે બધા સાથે મળીને રહેવા તથા બધા માટે સમાન દૃષ્ટિકોણ રાખવા પણ કહ્યું હતું. તેમણે બધા જ ધર્મો તથા સંપ્રદાયોના માણસો અને બૌદ્ધિકો સાથે વાતચીત વડે અજ્ઞાનના અંધારા દૂર કરવાનો અને બાહ્ય કર્મકાંડનો તીવ્રવિરોધ કર્યો હતો.

કરતારપુર ખાતેના વસવાટ વખતે ગુરૂનાનક દેવજીએ તેમના આધ્યાત્મિક ઉપદેશને આખરી ઓપ આપ્યો હતો. તેઓ ગૃહસ્થ જીવન જીવ્યા હતા અને ખેડૂત તરીકે કાર્ય કર્યું હતું. તેમના અસરકારક અને સરળ ઉપદેશના લીધે વિવિધ ધર્મો તથા ગરીબ અને પૈસાદાર વર્ગના ઘણા લોકો તેમની પાસે આવવા લાગ્યા. તેઓ ગુરૂનાનક દેવજી પાસે પોતાના પ્રશ્નો અંગે માર્ગદર્શન મેળવતા હતા.

ગુરૂનાનક દેવજી તેમને આપણું વિશ્વ, એ દૈવી ઇચ્છાના કારણે સર્જાયેલું છે, તેમ જણાવીને જગતના દૂષણોથી અળગા રહી પવિત્ર અને શાંત જીવન જીવવાની શીખ આપતા હતા. તેઓ પોતાના અનુયાયીઓને સતત કાર્ય કરો, ભગવાનનું નામ જપો અને દાનધર્મ કરો એવો સરળ ઉપદેશ આપતા હતા.

કરતારપુર ખાતે ચાલી આવતી ઘણી પરંપરાઓ ગુરૂનાનક દેવજીના કાળથી ચાલી આવે છે. જેમાં ધરમશાલ, અંગત અને પંગત જેવી પ્રથાઓનો સમાવેશ થાય છે.

ધરમશાલ એટલે ભાવિકોને એકઠું થવાનું પવિત્રસ્થળ જ્યાં લોકો એકઠા થઈને ગુરૂનાનક દેવજી તથા ભગવાનના ગુણગાન સાંભળે છે. આ ધરમશાલ ધીરે ધીરે ગુરૂદ્વારામાં રૂપાંતરીત થયા.

ગુરૂદ્વારા ખાતે પવિત્ર સંદેશો, અથવા કિર્તન સાંભળવા એકઠા થયેલા ભાવિકોના જથ્થો સંગત તરીકે ઓળખાય છે. આ સંગત સામાજિક કાર્યક્રમ માટે તથા ભાઈચારો મજબૂત બનાવવા માટે ઉપયોગી થાય છે.

સંગતમાં એકઠા થયેલા લોકો જાતિ, દરજ્જો જેવા ભેદભાવ ભૂલીને સમાનતાના ધોરણો સામાજિક કાર્યો માટે પ્રેરાય છે.

આજ સંદેશાને આગળ વધારીને ગરીબ – પૈસાદાર, અથવા જાતિના ભેદભાવ ભૂલીને લોકો લંગર એટલે કે સામૂહિક ભોજન માટે એક જ સ્થળે એકઠા થઈને એક લાઈનમાં બેસે, તેને પંગત તરીકે નામ અપાયું.

લંગર એ ધીરે ધીરે સમાનતા, સ્વાર્થ વિનાની સમાજસેવા અને સ્વયંસેવક તરીકે કામગીરીનો પર્યાય બની ગયું. એક રીતે જોઈએ તો આજ સદગુણો માટે શીખ લોકો વિશ્વભરમાં જાણીતા થયા છે.

કરતારપુર કોરીડોર કાર્યરત થતા ગુરૂનાનક દેવજીના વસવાટના સ્થળે પ્રત્યક્ષ જવાની સાથે સાથે તેમણે આપેલા પ્રેમ, ભાઈચારો, સમાનતા જેવા દિવ્ય સંદેશા પ્રત્યે સમર્પિત થવાની તક ઉભી થઈ છે.

લેખક – નવતેજ સરના,

ભારતના અમેરિકા ખાતેના ભૂતપૂર્વ રાજદૂત

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...