Skip to main content

SCO સંગઠનના સભ્યદેશોના વડાઓની તાશ્કંદમાં યોજાયેલી બેઠક અંગે સમીક્ષા

શાંધાઈ સહકાર સંગઠન SCOના સભ્ય દેશોના વડાઓની પરિષદ ગત સપ્તાહમાં ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં યોજાઇ ગઇ. ભારતે – યુરોપ તથા એશિયાને કેન્દ્રમાં રાખતા આ સંગઠનમાં વર્ષ 2017માં સભ્યપદ મેળવ્યું.

SCOના સંગઠનના સભ્યદેશોના વડાઓની આ ત્રીજી બેઠક હતી. પ્રથમ બેઠક રશિયાના સોચીમાં અને બીજી બેઠક તાજીકીસ્તાનમાં યોજાઇ હતી. SCO સંગઠનના સભ્યદેશોમાં ભારત ઉપરાંત કઝકસ્તાન, ચીન, કિર્ગીઝસ્તાન, પાકિસ્તાન, રશિયા, તાજીકીસ્તાન અને ઉઝબેકીસ્તાનનો સમાવેશ થાય છે. તેમાં ચાર નિરીક્ષકો અને છ મંત્રણા ભાગીદારો પણ છે.

આ સંગઠનના નિર્ણયનો અધિકાર લેતી સર્વોચ્ચ સંસ્થાને સભ્ય દેશોના વડાઓની પરિષદ કહેવાય છે. તેની નીચે સરકારી વડાઓની પરિષદ આવે છે. સરકારી વડાઓની પરિષદની બેઠક દર વર્ષે યોજાય છે. જેમાં વાર્ષિક બજેટ, વ્યુહરચના અંગે ચર્ચા તથા બહુસ્તરીય સહકાર જેવા મુદ્દાઓ બાબતે ચર્ચાવિચારણા થાય છે.

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ પ્રધાનમંત્રીના ખાસ પ્રતિનિધી તરીકે આ બેઠકમાં ભાગ લેવા ગયા છે. બધા દેશોએ આતંકવાદ અને અંતિમવાદ અંગે ચિંતા દર્શાવી છે. શ્રી રાજનાથસિંહે આતંકવાદનો અસરકારક રીતે સામનો કરવા. SCOના સંગઠનના સભ્ય દેશોને સંગઠીત થવા તથા આંતરરાષ્ટ્રીય કાયદાઓને લાગુ કરવા અનુરોધ કર્યો. તેમણે કહ્યું કે, આતંકવાદ સમાજને તોડે છે તથા વિકાસલક્ષી કામોમાં અવરોધો ઉભા કરે છે.

તેમણે વિશ્વઆલમને આબોહવામાં પરિવર્તન, ગરીબી, અસમાનતા જેવી સમસ્યાઓનો સામનો કરવા SCOને સંગઠીત થવા અનુરોધ કર્યો. SCO સંગઠન વિશ્વની આશરે 42 ટકા લોકવસતીનું પ્રતિનિધીત્વ કરે છે તથા જગતનો 22 ટકા જમીન વિસ્તાર SCO સંગઠનના દેશોમાં આવેલો છે. શ્રી રાજનાથસિંહે SCO સંગઠનના સભ્ય દેશોને ભારતમાં ઉપલબ્ધ વેપારને અનુકૂળ વાતાવરણ અને તકોનો પરિચય આપ્યો.

તેમણે SCO સંગઠનના દેશોને ભારતમાં મૂડીરોકાણ કરવાનું આમંત્રણ આપ્યું હતું. SCO સંગઠનમાં ચીન પછી ભારત પાસે બીજો નંબરનો જમીન વિસ્તાર આવેલ છે. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે, ભારત કૌશલ્ય વિકાસ, કૃષિ, દવાઓ, તબીબી પ્રવાસન જેવા ક્ષેત્રોમાં પોતાના અનુભવ અને જ્ઞાનનું આદાનપ્રદાન કરી શકે છે. તેમણે કહ્યું કે, વૈશ્વિકરણે જેમ નવી તકો ઊભી કરી આપી છે તેમ નવા પડકારો પણ ઊભા થયા છે. આથી જ SCOના સભ્યદેશોએ પરસ્પર સહકાર વધારવો જોઇએ. તેમણે કહ્યું કે, વિકસીત દેશોમાં સંરક્ષણવાદની નીતિ જોવા મળે છે.

શ્રી રાજનાથસિંહે કહ્યું કે, વિશ્વ વેપાર સંસ્થા સાથે – પારદર્શક, મુક્ત, નિયમ આધારીત તથા ભેદભાવ વિનાની નીતિનો જ અમલ કરવો જોઇએ. તેમણે લોકોને સારૂ ભવિષ્ય આપવા આર્થિક સહકાર વધારવા ઉપર ભાર મૂક્યો. તેમણે લોકકલ્યાણની વાત કેન્દ્રમાં રાખીને આર્થિક વિકાસ સાધવા ભારપૂર્વક અનુરોધ કર્યો.

SCO સંગઠનના દેશો સામે કુદરતી આપત્તીનો ભય રહેલો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રસંઘની મહાસભામાં રજુ કરેલા કુદરતી આપત્તી સામે સાથે મળીને લડવા તથા જરૂરી માળખાકીય સુવિધાઓ વિકસાવવાની સંકલ્પના દોહરાવીને, શ્રી રાજનાથસિંહે આ મુદ્દે સહકાર વધારવાની અપીલ SCO સંગઠનના સભ્યદેશોને કરી હતી.

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે તાશ્કંદમાં આવેલી ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ લાલબહાદુર શાસ્ત્રીજીની પ્રતિમાને પુષ્પો ચઢાવી તેમને ભાવભીની અંજલી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુધ્ધ પછી તાશ્કંદ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજૂતી સધાઇ હતી. આ ઘટના પછી 11 જાન્યુઆરી 1966માં લાલબહાદુર શાસ્ત્રીજીનું તાશ્કંદમાં અવસાન થયું હતું.

શ્રી રાજનાથસિંહે સ્વર્ગસ્થ લાલબહાદુર શાસ્ત્રીજીની સ્મૃતિમાં બંધાયેલ શાળાની પણ મુલાકાત લીધી હતી. SCOના સભ્ય દેશોના વડાઓની પરિષદની હવે પછીન બેઠક ભારતમાં આગામી 2020માં યોજાશે.

લેખક – ડોક્ટર અતહાર ઝફર, મધ્ય એશિયાની બાબતોના વ્યુહાત્મક વિશ્લેષક

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...