Skip to main content

વિવાદનું નવું કેન્દ્ર બની રહેલો દક્ષિણ ચીની સમુદ્ર વિસ્તાર અંગે સમીક્ષા

ચીન સામે એવો આક્ષેપ થઈ રહ્યો છે કે, તેણે દક્ષિણ ચીન સમુદ્ર વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય કાયદાઓનો ભંગ કરીને વિએતનાના ખાસ આર્થિક વિસ્તાર - EEZમાં પ્રવેશ કર્યો છે. એવો પણ આક્ષેપ કરાય છે કે, ચીનનું સર્વે માટેનું જહાજ વિએતનામના દરિયાકાંઠાથી 60 નોટીકલ માઇલ નજીક પહોંચી ગયું હતું. આ થવાથી વિએતનામની આર્થિક સલામતી જોખમમાં મૂકાઈ છે. 

ચીનના સર્વેક્ષણ માટેના જહાજે પોતાના રક્ષણ માટે બીજા ચાર ચીની જહાજોને લઈને દક્ષિણ પૂર્વ વિએતનામના ફૂ ક્યુ ટાપુથી માત્ર 102 કિલોમીટર અંતર સુધી જઈને કામગીરી કરી હતી. 

અહેવાલો મુજબ આ સ્થળ વિએતનામના ફાન થીએટ શહેરના બીચ વિસ્તારથી 185 કિલોમીટર અંતરે આવેલ છે. 

સામાન્ય રીતે કોઈપણ દેશના દરિયાકાંઠાથી 200 નોટીકલ માઇલ અથવા 370 કિલોમીટર સુધીના જળ વિસ્તારને, જે તે દેશનો ખાસ આર્થિક વિસ્તાર EEZ ગણવામાં આવે છે. સંબંધીત વિસ્તારમાં આવેલ કુદરતી જળ સંપદા અને પેટાળની કુદરતી સંપત્તિનો અધિકાર જે તે દેશને મળતો હોય છે. 

દક્ષિણ ચીન, સમુદ્ર વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા ટકી રહે તેવું ઇચ્છતા લોકોએ, ચીનને પોતાના સર્વેક્ષણ માટેના જહાજો સંબંધિત વિસ્તારમાંથી પાછા ખેંચવા અનુરોધ કરવો જોઈએ. 

સંબંધિ જહાજો વિએતનામના દરિયાકિનારાની ઘણા નજીક પહોંચી ગયા હોવાથી ચીનના હેતુ અંગે આશંકા ઊભી થાય છે. 

આના લીધે વિએતનામે રશિયાની કંપનીની સાથે મળી પોતાના જળ વિસ્તારમાં ખનીજતેલ સંશોધન અને શારકામની હાથ ધરેલી કામગીરીને પણ અસર પહોંચી રહી છે. 

વિએતનામ અને ચીન વચ્ચે કુદરતી સંપદાથી પરિપૂર્ણ એવા દક્ષિણ ચીન સમુદ્રના જળવિસ્તાર અંગે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. 

છેલ્લા કેટલાક મહિનાઓથી ચીનના વિએતનામના EEZ વિસ્તારમાં પ્રવેશવાની ઘટનાઓમાં વધારો થયો છે. 

ચીને એકપક્ષીય રીતે નાઇક ડેશ લાઈન તરીકે ઓળખાતા અને અંગ્રેજી મુળાક્ષર યુ આકારના જળ વિસ્તાર ઉપર દાવો કરવાની પ્રવૃત્તિ વધારી છે. 

ચીને દાવો કરેલા વિસ્તારમાં વિએતનામનો ખનીજતેલ ઉત્પાદન વિસ્તાર પણ આવી જાય છે. 

આ ક્ષેત્રમાંથી મળતું ખનીજતેલ વિએતનામ, ભારત અને રશિયાને રાહત દરે પૂરૂં પાડે છે. ભૂતકાળમાં પણ ચીનની વધતી જતી વાંધાજનક પ્રવૃત્તિ રોકવાની વ્યવસ્થા ગોઠવવાના પ્રયાસો થયા હતા. જોકે, આવા કોઈ પ્રયાસોને અત્યાર સુધીમાં સફળતા મળી નથી. 

આથી દક્ષિણ ચીન સમુદ્ર વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જાળવવાની જવાબદારી આસીયાન દેશો ઉપર વધી જાય છે. જૂન 2019માં આસીયાન દેશોના વિદેશમંત્રીઓની મળેલી બેઠખમાં સંગઠનના અધ્યક્ષના નિવેદનમાં ચીનની દક્ષિણ ચીન સમુદ્રની પ્રવૃત્તિ અંગે ચિંતા દર્શાવવામાં આવી હતી. 

આસીયાનની બેંકોક ખાતે યોજાનારી હવે પછીની બેઠકમાં, આ મુદ્દે આસીયાન દેશો એકતા જાળવીને ચીનને સંબંધિત વિસ્તારમાં સંયમ રાખવા દબાણ વધારે તે જરૂરી છે. યજમાન વિએતનામે, આસીયાનની સૂચિત શીખર બેઠકના ઘોષણાપત્રમાં દક્ષિણ ચીન સમુદ્ર વિસ્તારનો ઉલ્લેખ જાળવી રાખવો જોઈએ. 

ભારતે, દક્ષિણ ચીન સમુદ્ર વિવાદ અંગે સંયુક્ત રાષ્ટ્રસંઘના સંમેલનમાં નિર્ધારિત કરાયા મુજબ દરિયાઇ વિસ્તાર અંગેના કાયદાઓને અનુસરવાનો અનુરોધ કર્યો છે. ભારતનું માનવું છે કે, દક્ષિણ ચીન સમુદ્ર વિસ્તારમાં વધતો જતો તનાવ આંતરરાષ્ટ્રીય જળ વેપાર ઉપર વિપરીત અસર ઊભી કરશે. 

આ જળવિસ્તારમાંથી દર વર્ષે પાંચ ટ્રિલિયન અમેરીકી ડોલરની કિંમતની ચીજવસ્તુઓની હેરફેર થાય છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પૂર્વના દેશો તરફી નીતીના કારણે ભારતના આ વિસ્તારના ઇન્ડોનેશિયા, સીંગાપુર, વિએતનામ અને ફિલિપાઈન્સ જેવા દેશો સાથેના સંબંધો વધુ સુદ્રઢ બન્યું છે. 

આથી જ પૂર્વ એશિયા દેશોની શીખર બેઠક તથા આસીયાન દેશોની શીખર બેઠકમાં બધા જ દેશોના વડા દક્ષિણ ચીન સમુદ્ર વિસ્તારના વિવાદ અંગે ગંભીરતાથી ચર્ચા કરે, તે જરૂરી બન્યું છે. 



ભારત આંતરરાષ્ટ્રીય જળવિસ્તારમાં જહાજોની મુક્ત રીતે હેરફેર થવા દેવાના વલણને દોહરાવશે. તેમજ બધા જ પ્રકારના જળવિસ્તારને લગતા વિવાદોનો ઉકેલ આંતરરાષ્ટ્રીય ધારા-ધોરણો મુજબ લાવવાની તરફેણ ચાલુ રાખશે.



લેખક - પ્રોફેસર બલદાસ ઘોષાલ, પૂર્વ એશિયા બાબતોના વ્યૂહાત્મક વિશ્લેષક

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...