Skip to main content

ભારત અને ડેન્માર્કના વ્યૂહાત્મક સંબંધો અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ડેન્માર્કના પ્રધાનમંત્રી મેટ્ટે ફ્રેડ્રીક્સને દ્વિપક્ષીય સંબંધો અંગે વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી વાતચીત કરી હતી. કોવિડના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ અને અર્થતંત્ર ઉપર તેની થયેલી અસરને ધ્યાનમાં લઈને બંને અગ્રણીઓએ પુરવઠા માટે કોઈપણ એક સ્રોત ઉપર આધાર ન રાખતા વૈશ્વિક પુરવઠા માટે વિવિધ શ્રેણીઓનું નિર્માણ કરવા ઉપર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે મળીને આ પ્રકારનો પ્રયાસ કરી રહ્યું છે. ભારત અને ડેન્માર્ક વચ્ચે વર્ષોથી સારા સંબંધો છે.

વર્ષ 2008-2009 માં તે વખતના ડેન્માર્કના પ્રધાનમંત્રી આન્દ્રેસ રસમુસેને ભારતની મુલાકાત લીધી હતી. જોકે વર્ષ 2010થી 2016 સુધીમાં પુરૂલિયા શસ્ત્ર કેસમાં ડેન્માર્કના નાગરિક કિમ ડેવિના પ્રત્યાર્પણના મુદ્દે ભારત અને ડેન્માર્કના સંબંધો થોડા તણાવપૂર્ણ બન્યા હતા. વર્ષ 2016 ના અંતમાં બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો ફરીથી સ્થાપવામાં આવ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2018માં સ્ટોકહોમ ખાતે યોજાયેલી નોર્ડીક બેઠક વખતે ડેન્માર્કના પ્રધાનમંત્રી રસમુસેન સાથે વાતચીત કરી હતી. વર્ષ 2019માં ગાંધીનગરમાં યોજાયેલ વાયબ્રન્ટ ગુજરાત રોકાણકારોની પરિષદમાં ડેન્માર્ક ભાગીદાર દેશ બન્યો હતો. છેલ્લાં ત્રણ વર્ષમાં બન્ને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બન્યા છે. બન્ને દેશોએ પર્યાવરણ, રક્ષણ ક્ષેત્રે વ્યૂહાત્મક ભાગીદારી વધારીને વ્યાપાર, વાણિજ્ય અને ઉર્જા ક્ષેત્રે સંબંધો મજબૂત બનાવાયા છે.

બન્ને પક્ષોએ બીજું નોર્ડીક દેશોનું સંમેલન ભારતમાં યોજવાની સંમતિ આપી છે. નોર્ડીક દેશોનું જુથ પાંચ નાના યુરોપિયન દેશોનું બનેલું છે. આ નાના એવા પાંચ દેશોએ ટેકનોલોજી, નવકલ્પના અને ડિજીટલ પરિવર્તન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. નોર્ડીક દેશો રાજકીય ક્ષેત્રે નવા મંચની શોધ કરી રહ્યા છે. તો સામે પક્ષે ભારત પણ આર્થિક અને રાજકીય રીતે તેમની સાથે જોડાવવા ઉત્સુક છે.

પર્યાવરણ ક્ષેત્રની ગ્રીન સ્ટ્રેટેજીક ભાગીદારી ચોક્કસ ક્ષેત્રમાં સહકાર વધારીને લાભ મેળવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ભાગીદારી પુનઃ પ્રાપ્ય ઊર્જા સ્રોતોનો મહત્તમ ઉપયોગ કરીને પર્યાવરણ ઉપર ઓછી અસર થાય તે બાબતનું ધ્યાન રાખે છે.

ભારતે સ્થાપયેલા આંતરરાષ્ટ્રીય સૌરઊર્જા જૂથમાં જોડાવાની ડેન્માર્ક સંમતિ આપી છે. બંને દેશોએ ટેકનોલોજી જોડાણ દ્વારા પાણીનો વપરાશ અને પાણીને લગતી અન્ય બાબતોમાં સહકાર વધારવાની સંમતિ આપી છે. એવી જ રીતે ભારત અને ડેન્માર્ક શહેરી વિકાસ અને સ્માર્ટસીટી ક્ષેત્રે સાથે કામ કરવા સંમત થયા છે.

ભારત અને ડેન્માર્કે વેપાર અને શિપિંગ ક્ષેત્રે સહકાર વધારવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, બાલ્ટીક વિસ્તારમાં કોપનહેગન – માલમો બંદર એ સૌથી મોટું અને મહત્વનું બંદર છે. આથી ડેન્માર્કે ભારતીય વ્યાપરને આ બંદરેથી આગળ વધવાની તક ઊભી કરી છે. તેમજ આ બંદર દ્વારા ઉત્તર યુરોપના દેશોમાં ભારતની નિકાસને નવું બળ મળશે. અત્યારે ડેન્માર્કની 140 થી વધુ કંપનીઓ ભારતમાં કામકાજ કરી રહી છે અને તેમના થકી અદ્યતન ટેકનોલોજીનો લાભ ભારતને મળી રહ્યો છે.

ભારતે ડેન્માર્કની કંપનીઓની હાજરી હોય તેવા દેશોમાં ગ્રીન પાર્ક અને કૌશલ્ય વિકાસ સંસ્થાઓ સ્થાપવાની ઓફર કરી છે. કોવિડના લીધે ઊભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને બન્ને દેશોએ આરોગ્ય ક્ષેત્રે સાથે મળીને કામ કરવા ઉપર ભાર મૂક્યો હતો. બન્ને દેશોએ વિશ્વ વ્યાપાર સંસ્થામાં સર્વગ્રાહી સુધારાઓ હાથ ધરવા બાબતે સંમતિ આપી હતી.

ડેન્માર્કના પ્રધાનમંત્રીએ આ બેઠકને બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં સીમાચિહ્નરૂપ ગણાવી હતી અને ડેન્માર્ક બન્ને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વિવિધ સમજુતીઓ દ્વારા મજબૂત બનાવવા ઉત્સુક છે તેવો સંકેત આપ્યો હતો.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...