Skip to main content

વૈભવ સમિટ – 2020


વૈશ્વિક ભારતીય વૈજ્ઞાનિક વૈભવ સમિટ – 2020ની વૈશ્વિક કલ્યાણની ભાવના સાથે વર્ચ્યુઅલ શરૂઆત થઈ. જેમાં 55 દેશોના ત્રણ હજાર જેટલાં વિદેશી, ભારતીય મૂળના બૌદ્ધિકો, શિક્ષણવિદો અને વૈજ્ઞાનિકો ભાગ લઈ રહ્યા છે. અંદાજે 10 હજાર ભારતીય વૈજ્ઞાનિકો, સંશોધનકારો અને વિદ્યાર્થીઓ પણ સમિટમાં ભાગ લઈ રહ્યા છે. ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી તથા શિક્ષણનો પાયો મજબૂત બનાવવા, વિદેશમાં રહેતા ભારતીય વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો, તથા સંશોધિત સંસ્થાઓના પ્રતિનિધિઓને એક મંચ ઉપર લાવીને ચર્ચા કરવીએ વૈભવ સંમેલનનો મુખ્ય હેતુ છે. 31મી ઓક્ટોબર સુધી ચાલનાર વૈભવ સમિટનું આયોજન 200 જેટલી ભારતીય શૈક્ષણિક સંસ્થાઓ, અને એસએન્ડટી વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં 40 દેશોના 700 જેટલા વિદેશી વક્તા અને જાણીતા ભારતીય શિક્ષણવિદો 213 ચર્ચા સત્રોમાં 80થી વધુ વિષયો પર સઘન વિચાર વિમર્શ કરશે.

28મી ઓક્ટોબરથી પરિણામો એકીકરણ કર્યા બાદ ત્રીજી ઓક્ટોબરથી 25 ઓક્ટોબર દરમિયાન તેના પર ચર્ચા કરાશે. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી 31 ઓક્ટોબરના રોજ સમિટનું સમાપન થશે. આ એક નવી પહેલ છે જેમાં વિદેશી નિષ્ણાંતો અને ભારતીય સમકક્ષ વચ્ચે એક મહિના સુધી વિવિધ શ્રેણીમાં વેબિનાર , વીડિયો કોન્ફરન્સથી અભિપ્રાયો, પ્રતિભાવો આપવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુવાનોને વિજ્ઞાનમાં વધુ રસરુચિ વિકસાવવા અનુરોધ કર્યો હતો. તેમણે સરકારે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે, સંશોધન અને નવકલ્પનાને પ્રોત્સાહન આપવા લીધેલા પગલાંની માહિતી આપી હતી. તેમણે કહ્યું ભારતમાં અંતરિક્ષ ક્ષેત્રે થયેલા સુધારાના કારણે ઉદ્યોગકારો અને શિક્ષણવિદોને નવી તક ઉપલબ્ધ થશે. તેમણે જણાવ્યું કે, ભારતમાં વર્ષ 2025 સુધીમાં ક્ષય રોગ નાબૂદીનો લક્ષ્યાંક છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, વધુને વધુ યુવાનો વિજ્ઞાનમાં રસ લે તે સમયની માંગ છે અને તે માટે આપણે વિજ્ઞાન, વિજ્ઞાનના ઇતિહાસ અને ઇતિહાસમાં વિજ્ઞાન અંગે વધુ જાણકારી મેળવવી જોઈએ. વૈભવ સમિટ ભારત અને વિશ્વના વિજ્ઞાન અને નવીનીકરણનો ઉત્સવ છે, જે બૌદ્ધિક જનોનો સંગમ છે, જેમાં ભારત સહિત સમગ્ર પૃથ્વી પરની માનવજાતને સશક્ત કરવા એક મંચ પર લાંબી ચર્ચા કરવા સૌ એકઠા થયા છે.

શ્રી મોદીએ કહ્યું કે, વિજ્ઞાનના સંશોધન અને નવીનીકરણ માટે ભારતે અનેક પગલાં લીધા છે કારણ કે, વિજ્ઞાનએ સામાજિક – આર્થિક પરિવર્તનનું કેન્દ્ર બિન્દુ છે. પ્રધાનમંત્રીએ દેશમાં રસી વિકસાવવા અને રસીકરણના અમલીકરણ માટે થયેલા અનેક પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું, લાંબા સમયથી રસીના સંશોધનમાં વિલંબ થયો છે. વર્ષ 2014માં ચાર નવી રસી રજૂ કરાઈ હતી. જેમાં સ્વદેશી વિકસિત રોટા રસીનો પણ સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ 2025 સુધીમાં ક્ષયમુક્ત ભારતના મહત્વાકાંક્ષી મિશનનો પણ ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ કહ્યું કે, આનાથી સ્ટાટઅપ ક્ષેત્ર તથા ઉત્પાદન ક્ષેત્રને વેગ મળશે.

શ્રી મોદીએ કહ્યું કે, વૈભવથી જોડાણ અને હિસ્સેદારી માટેની તકો ઊભી થશે.વૈભવ દ્વારા નિષ્ણાંતોને એક મંચ મળશે જેનાથી આદર્શ સંશોધન વ્યવસ્થા, પ્રાચીન-અર્વાચીનના સંગમ દ્વારા સમૃદ્ધિમાં વધારો થશે. શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ઉપયોગી જોડાણો થશે અને વૈજ્ઞાનિકો અને સંશોધકોને આદર્શ વ્યવસ્થા ઊભી કરવામાં મદદ મળશે. શ્રી મોદીએ કહ્યું કે, આ પરિષદ દ્વારા આવનાર પેઢી માટે સુરક્ષિત અને સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ માટે તક ઊભી થશે.

આ પરિષદ દ્વારા સંશોધકોના જ્ઞાનને આપ-લેથી વિશ્વ સામેના અનેક પડકારો સામેની લડત માટેની વ્યૂહરચના ઘડવામાં મદદ મળશે.

ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રોફેસર કે. વિજય રાઘવન તથા વિવિધ દેશોના વિવિધ ક્ષેત્રો સામે સંકળાયેલા 16 પેનલીસ્ટોએ શ્રી મોદી સાથે વાતચીત અને વિચારોની આપ-લે કરી હતી.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...