Skip to main content

ભારત અમેરિકા વચ્ચેનો 2+2 સંવાદ અંગે સમીક્ષા

ભારત અને અમેરિકાના વિદેશમંત્રી અ સંરક્ષણમંત્રીઓ વચ્ચે યોજાયેલી ત્રીજી 2+2 મંત્રણા બંને દેશોના વ્યૂહાત્મક સહયોગ માટેની અત્યંત મહત્વપૂર્ણ બાબત ગણી શકાય. અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પીયો અને સંરક્ષણમંત્રી માર્ક એસ્પર ભારતની બે દિવસીય સત્તાવાર મુલાકાતે આવ્યા હતા.

અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીના થોડા દ દિવસ અગાઉ અને કોવિડ-19 મહામારીની સામે જ્યારે બંને દેશો લડત આપી રહ્યા છે તે સમયગાળામાં વિવિધ મુદ્દે યોજાયેલ સંવાદ મહત્વપૂર્ણ છે. હસ્તાક્ષર કરાયેલા મુખ્ય કરારમાં બેઝિક એક્સચેન્જ એન્ડ કો-ઓપરેશન એગ્રીમેન્ટ એટલે કે BECA મહત્વપૂર્ણ છે. બંને દેશોએ ભારત – પ્રશાંત પ્રદેશમાં લથડતી જતી સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા પગલાં ભરવા ચર્ચા કરી હતી.

ભારત અને અમેરિકા બંને સૌથી જૂની અને સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશો હાલ વિશ્વમાં કોવિડ મહામારીના સૌથી વધુ દર્દીઓ ધરાવે છે તેમજ આરોગ્ય ક્ષેત્ર સહિત આર્થિક ક્ષેત્રે પણ ભારે મંદીનો સામનો કરવા શક્ય તમામ પગલાં લઈ રહ્યા છે. જ્યારે ચીન તેના પાડોશી દેશોની જમીન અને દરિયાઈ વિસ્તારને પડાવી લેવા વ્યવસ્થિત આયોજનપૂર્વક પોતાની શક્તિ અને પ્રભાવ દર્શાવવા પ્રયાસશીલ છે.

ભારતની વ્યૂહાત્મક રણનીતિ હાલ અસ્થિર છે. ભારત પ્રશાંત પ્રદેશની ચીન દ્વારા તેના આર્થિક અને સુરક્ષા હિતને લઈને પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે હાલ ભારત – અમેરિકા બંને દેશો વચ્ચે વિકાસનો વ્યૂહાત્મક સહયોગ નિર્ણાયક છે.

ઘણાને શંકા હતી કે 2+2 મંત્રણા દરમિયાન BECA પર સમજુતી કરાર થશે કે કેમ પરંતુ ટિકાકારો હવે શાંત થયા છે. BECA ઐતિહાસિક કરાર દ્વારા હવે ઉચ્ચ સૈન્ય તકનીક ઉપરાંત વૈશ્વિક ભૂસ્તરીય નક્શાનો ઉપયોગ અને સેટેલાઇટ ડેટા શેર કરવાની પણ મંજુરી અપાશે.

21મી સદીના શરૂઆતના વર્ષોથી જ ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક સહયોગ વધતો ગયો છે અને ક્રમશઃ અમેરિકાની સરકાર અને ભારતની સરકારોએ પણ તેને સતત વધારવા પ્રયાસ કર્યો છે. ક્યારેક રાજકીય કે આર્થિક મતભેદ હોવા છતાં સંરક્ષણ અને વ્યૂહાત્મક સહયોગ ઊંચે જ ગયો છે. મૂળભૂત સહકારમાં થયેલ BECA સમજુતીથી સંરક્ષણ અને સલામતી સંબંધો વધુ મજબૂત થયા છે. આ ઉપરાંત અન્ય સમજુતી કરારમાં LEMDA લોજિસ્ટિક એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ અને COMCASA એટલે કે કમ્યુનિકેશન કેપેસીટી એન્ડ સિક્યોરીટી એગ્રીમેન્ટનો સમાવેશ થાય છે.

આ મૂળ કરાર ઉપરાંત GCOMIA એટલે કે જનરલ સિક્યોરીટી ઓફ મીલીટ્રી ઇન્ફોર્મેશન એગ્રીમેન્ટ તેમજ ISA એટલે ઇન્ડસ્ટ્રીઅલ સિક્યોરીટી એનેક્સ એગ્રીમેન્ટ અને સૈન્ય સુવિધાઓમાં સંપર્ક અધિકારીઓની પરસ્પર નિમણૂંક જેવી બાબતો દ્વારા બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધો વધુ ગાઢ રીતે વિકસી રહ્યા છે.

ભારત અન્ય કોઈપણ દેશ કરતાં અમેરિકન સૈન્ય સાથે વધુ સૈન્ય અભ્યાસ કરે છે. માલાબારમાં બંને દેશોના નોકાદળની ક્વાયત મહત્વપૂર્ણ છે. હિન્દ મહાસાગરમાં બહુપક્ષીય ક્વાયતને ઉત્તેજન અપાયું છે. ક્વાડ તરીકે ઓળખાતા ચાર દેશોનું મંચ ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા ભારત પ્રશાંત પ્રદેશમાં સલામતી અને વિકાસના મુદ્દા પર ધ્યાન રાખે છે. ત્યારે હિન્દ મહાસાગાર પ્રદેશમાં શાંતિ અને સ્થિરતામાં વિક્ષેપ કરવાના ચીનના પ્રયાસો અંગે તેનું મહત્વ વધ્યું છે. ટોક્યોમાં યોજાયેલ ક્વાડ સભ્ય દેશોની બેઠકમાં ભારત – અમેરિકા વચ્ચેના 2+2 પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ ત્રીજી ભારત અમેરિકા 2+2 મંત્રણા નક્કર પૂરાવા રજૂ કરે છે અને રાજકીય નેતૃત્વમાં પરિવર્તન હોય તો પણ ભારત – અમેરિકા વચ્ચે વધતા જતા મજબૂત સુરક્ષા સંરક્ષણ સહયોગને અસરકર્તા નહીં બને. મંત્રણાઓ બાદ વિદેશમંત્રી ડોક્ટર એસ. જયશંકરે કહ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચેના સંવાદથી સંરક્ષણ, સુરક્ષા અને વ્યાપાર ક્ષેત્રે સહયોગ મજબૂત બન્યો છે.

વિજ્ઞાન તકનીક અને નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે બંને દેશો સહયોગ વધારવા સહમત થયા છે. લોકોથી લોકોના અનોખા સંપર્ક વડે ચાહે તે શિક્ષણ પ્રતિભા કે પર્યટનમાં હોય બંને દેશોના સંબંધો જીવંત રહ્યા છે.

લેખક – પ્રોફેસર ચિંતામણી મહાપાત્રા

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...