Skip to main content

લોકોની લોકશાહી તરફી ચળવળ અને FATFના લીધે ભીંસમાં મુકાયેલ પાકિસ્તાન સરકાર અંગે સમીક્ષા

પાકિસ્તાનમાં ઈમરાન ખાનના વડપણ હેઠળની પાકિસ્તાન તેહરીક-એ-ઈન્સાફ એટલે કે પીટીઆઈ સરકાર ભીંસમાં મુકાઈ છે. એક તરફ આતંકવાદીઓને મળતી આર્થિક સહાય ઉપર નજર રાખતી FATF સંસ્થાએ પાકિસ્તાને આપેલી પ્રતિબદ્ધતાઓનો અમલ કર્યો ન હોવાથી તેને ગ્રે લીસ્ટ એટલે કે સંદીગ્ધ દેશોની યાદીમાં મુકવાનો નિર્ણય લીધો છે.

તો બીજી તરફ પાકિસ્તાનમાં રાજકીય તાપમાન ઊંચે થઈ રહ્યું છે, કારણ કે વિપક્ષોએ પાકિસ્તાન લોકતાંત્રિક ચળવળ-પીડીએમના નવા મોરચા હેઠળ પાકિસ્તાન સરકાર સામે સાથે મળીને વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. પીડીએમ મોરચાએ અત્યાર સુધીમાં પાકિસ્તાન સરકાર સામે કરાંચી અને ગુજરાનવાલા ખાતે સફળતાપૂર્વક રેલી યોજી છે.

ઈમરાન સરકારે FATFના નિર્દેશનું પાલન કરવા શ્રેણીબદ્ધ વિધેયકો રજૂ કર્યા છે અને કાયદાઓ બનાવવાની શરૂઆત કરી છે. જોકે વિપક્ષોએ નેશનલ એસેમ્બલીમાં આ બીલોને અવરોધ્યા છે, જેમાં આતંકવાદ વિરોધીધારો સુધારા વિધેયક, મનીલોન્ડરિંગ વિરોધી સુધારા વિધેયક અને ઈસ્લામાબાદ પાટનગર વિસ્તાર વકફ મિલકત વિધેયક ગત 16મી સપ્ટેમ્બરે વિપક્ષના વિરોધ વચ્ચે પસાર કરવામાં આવ્યા છે.

વિપક્ષોએ FATF સાથે સંકળાયેલા વિધેયકોનો વિરોધ કરતાં પ્રધાનમંત્રી ઈમરાન ખાને ટ્વિટર ઉપર શ્રેણીબદ્ધ પોસ્ટ મુકીને વિપક્ષોની ટીકા કરી હતી. બીજીતરફ ભૂતપૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે વીડિયો માધ્યમથી પાકિસ્તાનની સેનાને સરકાર ઉપર હાવી થવાનો આક્ષેપ કરતાં વર્તમાન પાકિસ્તાન સરકારના પાયા હચમચી ગયા છે.

પાકિસ્તાનમાં નવાઝ શરીફ અને અન્ય વિપક્ષી નેતાઓ સામે રાષ્ટ્રદ્રોહ અને દેશ સામે કાવતરું ઘડવાના આક્ષેપ સાથે FIR નોંધવામાં આવી છે. આ પૈકી બધા જ વિપક્ષી નેતાઓ સામેની મોટાભાગની FIR પાછી પણ ખેંચાઈ છે. જોકે નવાઝ શરીફ સામેની FIR તેઓ પાડોશી ભારત દેશની નીતિઓને સમર્થન કરતા હોવાના આક્ષેપ સાથે યથાવત રખાઈ છે.

પાકિસ્તાને એવો દાવો કર્યો છે કે, આતંકવાદીઓને મળતી આર્થિક સહાય અને મનીલોન્ડરિંગ રોકવા તેણે પૂરતા પગલાં લીધા છે. ગુજરાનવાલામાં નવાઝ શરીફે વીડિયો માધ્યમથી કરેલા સંબોધનમાં જનરલ અસીમ સલીમ બાજવા સામેના ભ્રષ્ટાચારના કેસોનો મુદ્દો ધ્યાનાકર્ષક બન્યો છે.

આ સંબોધન બાદ બાજવાએ પાકિસ્તાનના પ્રધાનમંત્રીના ખાસ સલાહકાર પદેથી રાજીનામુ આપ્યું હતું. પીડીએમ મોરચાના નેતાઓએ પાકિસ્તાની સેના દેશની રાજકીય બાબતોમાં દરમિયાનગીરી કરતા હોવાનો સતત આક્ષેપ કર્યા બાદ પકિસ્તાની સેનાને તેઓ રાજકારણમાં દરમિયાનગીરી કરતા નથી એવી સ્પષ્ટતા આપવાની ફરજ પડી હતી.

ત્યારબાદ ઈમરાન ખાને પાકિસ્તાન હવે નયા પાકિસ્તાનની સંકલ્પના સાકાર થતી જોશે તેવું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, નવાઝ શરીફને પાકિસ્તાન પાછા લાવીને જેલમાં મુકવા એ તેમની સરકારની પ્રાથમિકતા હશે.

પાકિસ્તાનના આંતરીક બાબતોના મંત્રાલય હેઠળ કામ કરતાં સિંધ રેન્જરના નિવૃત્ત કેપ્ટન સફદરની પાકિસ્તાની સેના દ્વારા કરાયેલી ધરપકડથી નવો રાજકીય વંટોળ ઉભો થયો છે. સફદરને જામીન ઉપર મુક્ત કરાયા છે. આમ છતાં એ બાબતની જાણ થઈ છે કે, સંઘીય સરકારના નિર્દેશ મુજબ સિંધના આઈજીપીનું અપહરણ કરાયું હતું અને કેપ્ટન સફદરના ધરપકડ વોરંટ ઉપર તેમની બળજબરીથી સહી લેવામાં આવી હતી.

આ બાબતની જાણ થતાં આઈજીપી સિંધ સહિત ઘણા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સામુહીક રજા ઉપર ઉતરી ગયા હતા અને સેનાના દ્વારા કરાયેલી કાર્યવાહીને અપમાનજનક ગણાવીને આ બાબતની તપાસ કરવાની પોલીસે માંગણી કરી હતી, તેની ધાકધમકી તેમને મળી હતી.

દરમિયાન સિંધના મુખ્યમંત્રીએ એવું નિવેદન કર્યું હતું કે, જો પીએમએલ-એન પક્ષના નેતા નિવૃત્ત કેપ્ટન સફદર સામે ગુનો નહીં નોંધાય તો તેમની સરકાર બરતરફ કરવામાં આવશે.

પાકિસ્તાનના ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ કમાર બાજવાએ સિંધના કમાન્ડર સામે સંપૂર્ણ તપાસના આદેશ આપ્યા છે અને સિંધના પોલીસ દળને ફરજ ઉપર હાજર થવાનો નિર્દેશ આપ્યો છે.

આ સમગ્ર બનાવનો ઉદ્દેશ વિપક્ષના મોરચામાં તિરાડ પાડવાનો છે અને તેમાં અર્ધલશ્કરી દળનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.

સમગ્ર રીતે જોતા પીડીએમ મોરચાના દેખાવો અને કાર્યવાહીના કારણે આગામી સમય ઈમરાન ખાનના વડપણ હેઠળની પીટીઆઈ સરકાર માટે નિર્ણાયક બની રહેશે, એ વાત નક્કી છે.


શ્રીરંગ તેંડુલકર, જતિન કામદાર
લેખક – પાકિસ્તાન બાબતોના વિશ્લેષક ઝૈનાબ અખ્તર

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...