Skip to main content

નાણાંકીય કાર્યવાહી દળે પાકિસ્તાને શંકાસ્પદ દેશોની યાદીમાં યથાવત્ રાખ્યું

નાણાંકીય કાર્યવાહી દળ FATFની ગયા અઠવાડિયે મળેલી સમાપન બેઠકે પાકિસ્તાનને ફેબ્રુઆરી-2021 સુધી શંકાસ્પદ દેશોની યાદીમાં ચાલુ રાખવાનું નક્કી કર્યું છે. રાષ્ટ્રસંઘે જાહેર કરેલા વ્યક્તિગત આતંકવાદ અને આતંકવાદી સંગઠનો સામે સર્વગ્રાહી પગલા લેવામાં પાકિસ્તાનની સતત નિષ્ફળતાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આતંકવાદી સંગઠનો સાથે તેનો વર્ષો જુનું જોડાણ કાપી નાખવા પાકિસ્તાન હજી પણ આનાકાની કરી રહ્યું છે. તે જ રીતે આવા સંગઠનોને પુરા પડાતા નાણાં અને તેમની હિમાયત કરતા લોકો પર અસરકારક નિયંત્રણ કરવામાં પણ પાકિસ્તાન નિષ્ફળ ગયું છે, તેના કારણે આતંકવાદીઓ અને આતંકવાદી સંગઠનો પાકિસ્તાનમાં મુક્તપણે કામગીરી કરી રહ્યા છે અને તેમને આસરો પણ મળી રહ્યો છે. પાકિસ્તાનની આ નિષ્ફળતાના કારણે આવા સંગઠનોનું માળખું વિસ્તારવાની સાથે કાળા નાણાં પણ તેમને મળી રહ્યા છે.

પેરીસ સ્થિત FATFની ઓનલાઈન સમાપન બેઠકના અંતે પત્રકાર પરિષદમાં આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી હતી. આ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ અગાઉ પાકિસ્તાન સમક્ષ યાદીમાંથી બહાર નિકળવા માટે 27 શરતો મુકી હતી, જેમાંથી પાકિસ્તાન 21 જ પુરી કરી શક્યું છે. પરિણામે તે તેની છાપ વધુ સુધારે નહીં ત્યા સુધી તેને શંકાસ્પદ દેશોની યાદીમાં જ રાખવાનું નક્કી કરાયું છે.

FATFના અધ્યક્ષ માર્કસ પ્લેયરે નોંધ્યું હતું કે, પાકિસ્તાનમાં થોડો સુધારો થયો છે પરંતુ હજી તેણે ઘણું કરવાનું બાકી છે. શંકાસ્પદ દેશોની યાદીમાં યથાવત્ રહેવાના કારણે પાકિસ્તાન માટે મોટી મુશ્કેલીએ છે કે, તેને આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓ તરફથી મળતી મદદથી વંચીત રહેવું પડશે.

1989માં સ્થાપવામાં આવેલા આ આંતરરાષ્ટ્રીય સંગઠન FATFના હાલ 39 સભ્યો છે. આ સંસ્થા ત્રાસવાદીઓને પુરા પડાતા નાણાં અને કાળુ નાણું ઉભુ કરતી પ્રવૃત્તિઓ સામે પગલા લે છે. ભારત પણ FATFનું સભ્ય છે અને તેની પ્રાદેશીક શાખા એશિયા પેસિફિક જૂથનું પણ સભ્ય છે. નોંધપાત્ર બાબત એ છે કે, ભારત પાકિસ્તાન સામે પગલા લેવા વિશ્વ સમુદાયને સતત આગ્રહ કરી રહ્યું છે.

ભારત આવા ત્રાસવાદી જૂથો અને ભારતીય ઉપખંડમાં અશાંતિ ઉભી કરતા સંગઠનો સામે સતત વિરોધ નોંધાવી રહ્યું છે.

પાકિસ્તાન માત્ર ભારત સામે જ નહીં પરંતુ પડોશના વિસ્તારો ખાસ કરીને અફઘાનિસ્તાનમાં પણ ત્રાસવાદી પ્રવૃત્તિને પોષવા સતત પ્રયાસો કરતું રહ્યું છે અને તે તેની શાસકીય નીતિના એક ઉપકરણ તરીકે જ ઉપયોગ કરી રહ્યું છે. ત્રાસવાદી જૂથો અને તેમના છુપા સાથીદારોને પાકિસ્તાન સતત ટેકો આપી રહ્યું છે. પરિણામે અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થિરતા અને વ્યવસ્થા સ્થાપવાના સાથી દળોના પ્રયાસો પણ નિષ્ફળ જઈ રહ્યા છે, તેના કારણે જ અમેરિકા, યુકે, જર્મની અને ફ્રાન્સ જેવા શક્તિશાળી દેશોએ પણ પાકિસ્તાન સામે કડક અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમના મતે પાકિસ્તાન હજુ પણ ત્રાસવાદી જૂથોને તે તેમને પુરા પડાતાં નાણાંને રોકવામાં ખુલ્લી આનાકાની કરી રહ્યું છે.

આ કારણે આતંકીઓને ભંડોળ પુરુ પાડવાની તથા આતંકી જૂથોને આશરો આપવા અંગે પાકિસ્તાનની શંકાસ્પદ ભૂમિકા અંગે FATFના સભ્ય દેશો વચ્ચે સર્વસંમતિ સધાઈ. તાજેતરની બેઠકમાં પાકિસ્તાનને માત્ર ત્રણ દેશો ચીન, તુર્કી અને મલેશીયાનું સમર્થન મળ્યું હતું. આ દેશોના સમર્થનને કારણે પાકિસ્તાન બ્લેક લિસ્ટમાં જતા બચ્યું હતું.

પાકિસ્તાનને 2018માં ગ્રે-લિસ્ટમાં મુકાયું હતું અને તેને 2019 ઓક્ટોબર સુધીમાં આતંક વિરોધી કામગીરી માટે 27 મુદ્દાની કાર્ય યોજના અપાઈ હતી.

પાકિસ્તાને આમાંથી 13 મુદ્દા પર કામગીરી કરી હોવાનું જણાવ્યું છે અને બાકી મુદ્દા પર કાર્ય કરવા વધુ ચાર મહિનાનો સમય માંગ્યો હતો. કોવિડ 19ના પગલે જાન્યુઆરી 2020માં યોજાનાર બેઠક મુલતવી રહી અને પાકિસ્તાનને વધુ 4 મહિનાનો સમય મળી ગયો, તેમ છતાં પાકિસ્તાન FATFની શરતો પૂરી કરવામાં નિષ્ફળ રહ્યું.

આતંકવાદને સમર્થન પાકિસ્તાનની વ્યવસ્થાનો ભિન્ન ભાગ બની ચુક્યું છે અને આ માળખુ બદલવાના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના પગલાં બિનઅસરકારક સાબિત થયા છે. પાકિસ્તાન દ્વારા તમામ 27 શરતો પૂરી કરાશે ત્યારે જ FATFની ટીમ પાકિસ્તાનની મુલાકાત લઈ તેની ખરાઈ કરશે.

પાકિસ્તાનનું અર્થતંત્ર લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ-IMFએ તાજેતરમાં કડક શરતો સાથે પાકિસ્તાનને સહાય આપી છે.

ઈમરાન ખાન પાકિસ્તાનની લશ્કરને ખુશ રાખવાના અને અર્થતંત્રમાં સુધારા વચ્ચે સમતોલ જાળવવાના સંદિગ્ધ પ્રયાસો કરી રહ્યા છે. જો પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય સહાય મળતી રહે તેવી આશા રાખવી હોય તો તેણે આતંકવાદને પુરા પડાતા નાણાં માટેના તમામ માર્ગોને અસરકારક રીતે બંધ કરી તેની શરણ હેઠળ ઉછરતા આતંકવાદના મૂળ તથા સ્ત્રોતોને સંપૂર્ણ નાબૂદ કરવા પડશે.



ભરત રાજગોર, નીકિતા શાહ, જતિન કામદાર

લેખક – ડૉ.પ્રિયંકાસિંઘ

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...