Skip to main content

ભારત અને મ્યાનમારના મજબૂત બનતા સંબંધો અંગે સમીક્ષા

ભારતે અપનાવેલી પાડોશી દેશો પહેલાં તેમજ પૂર્વના દેશો તરફની નીતિના આધારે ભારત મ્યાનમાર સરકારના ટોચના અધિકારીઓ અને સેનાના અધિકારીઓ સાથે સારા સંબંધોને અગ્રતા આપી રહ્યું છે. આના ભાગરૂપે જ આર્થિક અને સલામતી બાબતોના સંબંધો મજબૂત બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. કોવિડના લીધે ઊભી થયેલી અસાધારણ પરિસ્થિતિ છતાં લશ્કરના વડા જનરલ એમ. એમ. નરવણે અને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ મ્યાનમારની મુલાકાત લીધી હતી.

આ મુલાકાતોએ તાજેતરના વર્ષોમાં બંધાયેલા અને મજબૂત બનતા દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવાની તક પૂરી પાડી હતી. બંને દેશોએ આર્થિક અને સલામતી ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવાની સાથે સાથે પ્રાદેશિક સ્તરે ઉપયોગી આશિયાન અને બીમસ્ટેક જેવા સંગઠનોમાં સહકાર વધારવાની શરૂઆત કરી છે. 

ભારત અને મ્યાનમાર બંને દેશો આતંકવાદની સમસ્યાથી પીડાય છે. એ બાબત ધ્યાનમાં લેતાં વિદેશ સચિવની મુલાકાત આગવું મહત્વ ધારણ કરે છે. મ્યાનમારના અગ્રણીઓએ પણ ભારતના અધિકારીઓની આ મુલાકાતને મહત્વ આપ્યું હતું. મ્યાનમારના કાઉન્સિલર ડો આંગ સાન સૂકી, અને સલામતી સેવાના વડા જનરલ મીન ઓન્ગ હેલિંગે ભારતથી આવેલા બંને અધિકારીઓ સાથે દ્વિપક્ષીય સંબંધો વધુ આગળના સ્તરે લઈ જવાની ચર્ચા કરી હતી.

બંને દેશોના અધિકારીઓએ મ્યાનમારમાં વિવિધ ક્ષેત્રમાં માળખાકીય સુવિધા વિકાસની યોજનાઓમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે, ભારત આશરે દોઢ અબજ અમેરિકી ડોલરની કિંમતે આ પ્રોજેક્ટો મ્યાનમારમાં હાથ ધરી રહ્યું છે. કોલકાતાને મ્યાનમાર દ્વારા બેંગકોક સુધી જોડવાનો તેમજ કલદાન મલ્ટિમોડેલ ટ્રાન્ઝીટ ટ્રાન્સપોર્ટ આ બે મહત્વની યોજનાઓનો સમાવેશ થાય છે. 

આ બંને પ્રોજેક્ટો પૂરા થતાં ભારત અને મ્યાનમારના આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપશે. બંને પક્ષોએ રખાઈન રાજ્ય વિકાસ કાર્યક્રમમાં થયેલી પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ મુલાકાત વખતે વિદેશ સચિવ શ્રૃંગલાએ સોફ્ટવેર વિકાસ માટેનું કેન્દ્ર અને તાલિમ કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું.

બંને દેશોએ સરહદે સલામતી અને સ્થિરતા જાળવી રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેમજ બંને દેશોએ કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ પોતાની જમીન ઉપર ચાલવા નહીં દેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. વિવિધ બળવાખોર જૂથોના બાવીસ જણાને મ્યાનમારે ભારતને સોંપ્યા હતા. આ બાબતની ભારતે પ્રશંસા કરી હતી. વિદેશ સચિવ અને સેનાના વડાએ પાડોશી દેશને મદદરૂપ થવા કોવિડ સામેની લડતમાં ઉપયોગી ત્રણ હજાર, રેમડેસિવીરનો જથ્થો મ્યાનમારને સોંપ્યો હતો. આ દવા મ્યાનમારમાં કોરોનાથી અસરગ્રસ્તોને સારવારમાં ઉપયોગી નિવડશે. 

વિદેશ સચિવે કોવિડની રસી જ્યારે પણ ઉપલબ્ધ થશે ત્યારે મ્યાનમારને આપવામાં અગ્રતા અપાશે તેમ સંકેત આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારત મ્યાનમાર અને બાંગ્લાદેશને વિસ્થાપિત થયેલા લોકો પોતાના મૂળ સ્થાને પાછા ફરે તે હેતુથી આર્થિક અને માલસામાન સ્વરૂપે મદદ કરી રહ્યો છે. ભારત અને મ્યાનમારે તાજેતરના વર્ષોમાં ઉર્જા ક્ષેત્રે પોતાના સંબંધો મજબૂત બનાવ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગત ફેબ્રુઆરી માસમાં મ્યાનમારની મુલાકાત લીધી હતી ત્યારે બંને દેશોએ પેટ્રોલિયમ પદાર્થો બાબતે સહકાર કરવાની સમજુતી ઉપર હસ્તાક્ષર કર્યા હતા. બંને દેશોએ ઊર્જા ક્ષેત્રના સહકારને માર્ગદર્શન આપવા સંયુક્ત કાર્યકારી જૂથની રચના કરી છે. જેની બેઠક આ વર્ષે જૂન માસમાં યોજાઈ ગઈ. સરહદ પારનો વેપાર મજબૂત બનાવવા ભારતે મિઝોરમ અને મ્યાનમાર વચ્ચે 20 લાખ અમેરિકી ડોલરના અનુદાનથી હાટ બ્રીજ બનાવવાની જાહેરાત કરી છે.




લેખક : રણજીત કુમાર વરિષ્ઠ પત્રકાર

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...