Skip to main content

પ્રધાનમંત્રીએ વિકાસનો એજન્ડા ભારપૂર્વક દોહરાવ્યો એ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજી મુદત માટે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ સમગ્ર વિશ્વને એ બાબત જણાવી હતી કે, ગરીબોનું કલ્યાણ તથા આધુનિક માળખાકીય સુવિધાઓ વિકસાવવી, એ તેમની સરકારના મુખ્ય ધ્યેય છે.

રાષ્ટ્રપતિએ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકને કરેલા સંબોધન અંગેના આભાર પ્રસ્તાવ વખતે બોલતા પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું.

તેમણે ભારપૂર્વક દોહરાવ્યું હતું કે, તેમની સરકાર વિકાસના એજન્ડાના પથ ઉપરથી સહેજ પણ ખસી નથી. એટલું જ નહીં પણ વિકાસની આ કાર્યસૂચીમાં ઘટાડો પણ કરાયો નથી.

દરેક નાગરિક અધિકારસંપન્ન હોય, દેશમાં અદ્યતન માળખાકીય સુવિધા ઉપલબ્ધ હોય તથા દેશ પ્રગતિના પંથે આગળ વધતો રહે તે ખૂબ જ અગત્યનું છે.

તેમણે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં ખેડૂતો તથા અસંગઠિત ક્ષેત્રના કામદારો સહિત ઘણા લોકો માટે લોકકલ્યાણની ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.

એવી જ રીતે સરકારે આધુનિકીકરણનો પાથ પણ અપનાવ્યો છે.

દેશમાં અદ્યતન તબીબી સુવિધા ધરાવતી એઇમ્સની સંખ્યા ૬ છે, જે આગામી પાંચ વર્ષમાં વધારીને ૨૦ કરાશે.

એવી જ રીતે ૧૫૦ જિલ્લા હોÂસ્પટલોને મેડિકલ કોલેજ તથા હોÂસ્પટલોમાં ફેરવવામાં આવશે.

શિક્ષણ ક્ષેત્રે, સમગ્ર ભારતમાં સાત નવી આઈઆઈટી, ૧૪-આઈઆઈઆઈટી અને ચાર એનઆઈડી સંસ્થાઓ સ્થાપવામાં આવી રહી છે.

હવામાનનો વર્તારો તથા સુનામી અંગેની ચેતવણીના ક્ષેત્રે આગાહી કરનાર દેશોમાં ભારત વિશ્વમાં ચોથું સ્થાન ધરાવે છે. અવકાશ ક્ષેત્રે ભારત વર્ષ ૨૦૨૨ સુધીમાં અવકાશયાત્રી સહિતનું અવકાશયાન મોકલવાની નેમ ધરાવે છે.

એવી જ રીતે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઇસરો અવકાશમાં પોતાનું અવકાશમથક તરતું મૂકવા પ્રયાસ કરી રહી છે.

ભારત ઉર્જાક્ષેત્રે વધુ મૂડીરોકામ કરવાની નેમ ધરાવે છે. શ્રી મોદીએ કહ્યું કે, નવું ભારત પણ ધોરીમાર્ગો, રેલવે, ઉડ્ડયન, સ્ટાર્ટ અપ તથા નવકલ્પનાની માગણી કરી રહ્યું છે.

જે દેશ નાગરિકો તેમજ આધુનિક સમયની માગણી તરફ ધ્યાન આપતો નથી, તે આર્થિક રીતે પાછળ પડતો જાય છે.

પ્રધાનમંત્રીએ ભારતીય અર્થતંત્રને વર્ષ ૨૦૨૪ સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા કરેલા અનુરોધ ઉપર ધ્યાન આપવાની જરૂર છે. અત્યારે ભારતીય અર્થતંત્ર ૨.૮ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર છે અને સમગ્ર વિશ્વમાં છઠ્ઠા સ્થાને છે.

વર્ષ ૨૦૨૪ સુધીમાં ભારતીય અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું બનાવવા માટે ભારતનો હાલનો વિકાસ દર ૬.૭ ટકા છે. તેને આગામી પાંચ વર્ષમાં વધારીને ૧૦થી ૧૧ ટકા કરવાની જરૂર રહેશે.

ભારત સામેનો આ મોટો પડકાર છે પણ તે આ પડકાર ઝીંલવા સક્ષમ છે. પ્રધાનમંત્રી મહાત્મા ગાંધીજીની જયંતીને ૧૫૦ વર્ષ થઈ રહ્યા છે તેમજ દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે એ બંને ઐતિહાસિક મહત્વ ધરાવતાં પ્રસંગોની ઉર્જા અને ઉત્સાહ સાથે ઉજવણી કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનુરોધ કર્યો છે. તેમણે આ પ્રસંગે ભારતને આઝાદ કરવા પ્રાણનું બલિદાન આપનાર સ્વાતંત્ર્ય વિરોના સપનાના ભારતને સાકાર કરવા માટે સઘન પ્રયાસ કરવા દેશના દરેક નાગરિકને અનુરોધ કર્યો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે નાગરિકોના હિતમાં ઘણા નિર્ણયો કર્યા છે. જેનાથી ખેડૂતો, વેપારીઓ, યુવાનો અને સમાજના અન્ય વર્ગોને લાભ થવાનો છે. તેમણે ભારપૂર્વક દોહરાવ્યું હતું કે, તેમની સરકાર નાગરિકોને આપેલા વચનો પરિપૂર્ણ કરવા કામ કરી રહી છે.

પ્રધાનમંત્રીએ દેશના ઘણા વિસ્તારોમાં પાણીની અનુભવાતી તંગીની સમસ્યા ધ્યાનમાં લઈને જળસંગ્રહને ટોચની અગ્રતા આપવા દરેક નાગરિકને અનુરોધ કર્યો છે.

શ્રી મોદીએ કહ્યું કે, તેમની સરકાર દરેક પરિવારને ઘરમાં પાઇપલાઇન વડે પાણી આપવા માટે પ્રતિબદ્ધ છે. અને આ હેતુથી જલશÂક્ત મંત્રાલયની રચના કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ સંસદમાં કરેલા સંબોધનમાં નવા ભારતના નિર્માણ માટે બધા જ રાજકીય પક્ષોએ સાથે મળીને પ્રયાસ કરવો પડશે તેવો સંકેત અપાયો છે.

લેખકઃ શંકરકુમાર, પત્રકાર

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...