Skip to main content

જાપાનમાં ઓસાકા ખાતે યોજાયેલી બ્રિક્સ સંગઠનના અગ્રણીઓની અનૌપચારીક બેઠક અંગે સમીક્ષા

જાપાનના ઓસાકા ખાતે યોજાયેલી જી-વીસ દેશોના વડાઓની શિખર પરીષદ વખતે, બ્રીકસ સંગઠનના – બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના વડાઓની બેઠક પણ ઓસાકામાં યોજાઇ ગઇ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, બ્રાઝીલના વડા જે. બોલસેનારો, રશિયાના વ્લાદિમીર પુતીન, ચીનના – શી જીનપીંગ તથા દક્ષિણ આફ્રિકાના સીરીલ રામફોસાએ, જી – વીસ સંગઠનની શીખર પરિષદનું આયોજન કરવા તથા આ બેઠકમાં વેપાર, નવકલ્પના જેવા મુદ્દાઓ બાબતે ચર્ચા કરવા માટે જાપાનને અભિનંદન આપ્યા હતા.

બ્રીકસના આગેવાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વિશ્વનો આર્થિક વિકાસ દર ધીરે ધીરે Âસ્થર થઇ રહ્યો છે જાકે આગામી ૨૦૨૦ સુધીમાં તે વધશે. જાકે રાજકીય તથા ભૌગોલીક ક્ષેત્રે વધતા જતા તનાવો ચીજ વસ્તુઓની કિંમતમાં થતી અસાધારણ વધ-ઘટ અસમાનતા જેવા વિવિધ કારણોસર આર્થિક વિકાસ દર મજબૂત બનાવવો એ પડકાર છે.

બ્રીક્સ સંગઠને આંતરરાષ્ટ્રીય વેપારમાં સાતત્યપૂર્ણ વિકાસ માટે અનુકૂળ આર્થિક વાતાવરણની તરફેણ કરી છે.

છેલ્લા દસકામાં બ્રીક્સ સંગઠનના દેશો વૈશ્વિક વિકાસના મુખ્ય ચાલકબળ રહ્યા છે. તેઓ વિશ્વના ઉત્પાદન ક્ષેત્રે ત્રીસ ટકા હિસ્સો ધરાવે છે. માળખાકીય સુધારા જા યથાવત રખાશે તો બ્રિકસના વિકાસની ક્ષમતામાં વધારો થશે.

બ્રિક્સ સંગઠનના સભ્ય દેશો વચ્ચે વેપારનું સંતુલીત વિસ્તરણ થાય તો આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રે વધુ કામગીરી શક્ય બનશે.

બ્રિક્સના અગ્રણીઓએ મુકત બજાર, આર્થિક Âસ્થરતા, સંકલીત બૃહદ આર્થિક નીતિ જેવા મુદ્દાઓના મહત્વનો સ્વીકાર કર્યો છે.

બ્રીક્સ સંગઠન, પારદર્શક, ભેદભાવ વિનાના મુક્ત તથા સર્વગ્રાહી આંતરરાષ્ટ્રીય વેપારની તરફેણ કરે છે.

બ્રીક્સ સંગઠનના વડાઓએ આંતરરાષ્ટ્રીય ધારાઓ આધારીત વ્યવસ્થા પ્રતિ પ્રતિબદ્ધતા વ્યક્ત છે. તેમણે વિશ્વ વેપાર સંસ્થા સાથે નિયમ આધારીત બહુસ્તરીય વેપાર વ્યવસ્થાને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો. જા કે આ સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું છે કે, ડબ્લ્યુ.ટી.ઓ.ના સુધારાઓ, ડબ્લ્યુ.ટી.ઓ.ના મૂલ્યો તેની તટસ્થતા તથા પાયાના સિધ્ધાંતોને જાળવાવવા જાઇએ.

બ્રિક્સ સંગઠને માળખાકીય સુવિધા વિકાસ ક્ષેત્રે નવી વિકાસ બેંક એન.ડી.બી.ની ભુમિકાને આવકારી છે.

બ્રિક્સ સંગઠને, માળખાકીય મૂડીરોકાણ ક્ષેત્રે પડતર કેસો ઉકેલવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપર ભાર મુક્યો છે. આ હેતુથી એન.ડી.બી.ને પ્રાદેશિક ઓફિસોની સ્થાપના વડે મજબૂત બનાવવામાં આવશે.

બ્રિક્સ સંગઠને, સભ્ય દેશોના સ્થાનિક ચલણોની મદદથી †ોતો એકઠા કરવાની એન.ડી.બી.ની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી છે.

બ્રિક્સ સંગઠને આતંકવાદી હુમલાઓને વખોડીકાઢ્યા છે. સંગઠને, સંયુક્ત રાષ્ટ્રસંઘની સીધી દેખરેખ હેઠળ આતંકવાદનો સામનો કરવા સર્વગ્રાહી તથા સાહિયારા પ્રયાસો કરવાની અપીલ કરી છે.

તેમણે ભારપૂર્વક કહ્યું છે કે, આતંકવાદીઓને મળતી આર્થિક રોકવાની જવાબદારી બધા જ દેશોની છે.

બ્રીક્સ દેશોએ ગ્રીન હાઉસ ગેસ એટલે કે પર્યાવરણને અનુકૂળ ન હોય તેવા વાયુનું ઉત્સર્જન અટકાવવા, ઉર્જાની સુનિશ્ચીતા હોય ઉર્જા સરળતાથી ઉપલબ્ધ હોયતેવી પારદર્શક તથા વધુ ફેલેકસીબલ ઉર્જા કાર્યક્ષમતાવાળી પધ્ધતી માટે સહકારનું મહત્વ પણ માન્ય રાખ્યું છે.

બ્રીક્સના બધાજ સભ્ય દેશો આબોહવા અંગેની પેરીસ સમજૂતીને અમલમાં મૂકવા સંમત થયા હતા.

બ્રીક્સ સંગઠનના સભ્ય દેશોએ જણાવ્યું છે કે, રચનાત્મક પરિણામ મેળવવા આ વર્ષે સપ્ટેમ્બર માસમાં યોજાનારી આબોહવામાં પરિવર્તન અંગેની શીખર પરિષદ ઉપર તેઓ મીટ માંડીને બેઠા છે.

બ્રાઝીલના બ્રાસીલીયા ખાતે બ્રીક્સ દેશોની વાર્ષિક બેઠક યોજાશે. બ્રીક્સે સ્વીકાર્યું છે કે, વિકાસ માટેનું મુખ્ય પરિબળ છે નવકલ્પના.

બ્રીક્સના આગેવાનોએ નવી ઉદભવતી ટેકનોલોજી તથા ડિજીટલાઇઝેશનના લાભો વધારવા પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

બ્રીક્સ દેશોના અગ્રણીઓએ સભ્ય દેશો વચ્ચે ઉદ્યોગ સાહસીકતા ક્ષેત્રે સહકાર, વૈજ્ઞાનીક તથા ટેકનીકલ બાબતોના સહકારના મહત્વ ઉપર ભાર મૂક્યો છે.

લેખક : પદમસિંહ, આકાશવાણીના સમાચાર વિશ્લેષક

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...