Skip to main content

ધાર્મિક સ્વતંત્રતા પરના અમેરિકાના અહેવાલ અંગે ભારતની અવગણના


અમેરિકાએ ભારતની ધાર્મિક સ્વતંત્રતા અંગેની કામગીરી ઉપર ટીકા કરતા આપેલા અહેવાલને રદિયો આપ્યો છે અને તેને દંભી ગણાવ્યો છે.

અમેરિકી સરકારના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા વિષય પરના વાર્ષિક અહેવાલ અન્ય દેશોની ધાર્મિક સ્વતંત્રતા અંગેની વિશ્વસનીયતા પર નૈતિક ચુકાદા આપવાની અમેરિકાની ગેરનીતિ બતાવે છે. અહેવાલના જણાવ્યા મુજબ, હિંસક ઉગ્રવાદીઓ દ્વારા લઘુમતી સમુદાયના લોકો પર સામૂહિક હુમલાની ઘટનાઓ ૨૦૧૮માં ચાલુ હતી.

આ અહેવાલની કડક નિંદા કરતા ભારતે કહ્યું હતું કે, તેના નાગરિકોની Âસ્થતિ અંગે ટિપ્પણી કરવાનો અમેરિકાને કોઈ અધિકાર નથી. ભારત તેની ધર્મનિરપેક્ષ, તેમજ વિશ્વની સૌથી મોટી લોકશાહી અને સહિષ્ણુતા અને સમાવેશકતા માટેની દીર્ઘકાલીન પ્રતિબદ્ધતા સાથેના બહુમતવાદી સમાજ તરીકેની ઓળખ પર ગૌરવ અનુભવે છે.

અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પંચના અધ્યક્ષ ટેન્ઝોન ડોરજીએ અમેરિકાના અહેવાલ અંગે અસહમતી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ભારત એક મજબૂત લોકશાહી અને ન્યાય વ્યવસ્થા સાથે ખુલ્લી સમાજ રચના ધરાવતા દેશ છે. પંચ દ્વારા ધાર્મિક સ્વતંત્રતાના ગંભીર ઉલ્લંઘન બહાર પાડવામાં આવે છે. ટ્રમ્પ વહીવટી તંત્રની વિચારધારાને ધ્યાનમાં લેતા, આ અહેવાલ તેમના સ્થાનિક સમર્થકો પર વધુ કેન્દ્રીત છે. ગયા વર્ષે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સે વોશિંગ્ટનમાં તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે, ધાર્મિક સ્વતંત્રતા એ ટ્રમ્પ સરકારની ટોચની પ્રાથમિકતા છે. આ સંબોધનમાં, તેઓએ ધાર્મિક સ્વતંત્રતા સામેના પડકારોની અને ધાર્મિક જૂથો સામે થતી સતામણી અને ભેદભાવની ઘટનાઓને ઘટાડવા માટેના ઉકેલો અંગે ચર્ચા કરી હતી.

માનવાધિકાર હોય કે ધાર્મિક સ્વાતંત્ર્ય કે પ્રસાર માધ્યમોનું સ્વાતંત્ર્ય હોય, અમેરિકાએ હંમેશાં જ ખરાબ પ્રદર્શન કરનાર દેશો પર ટીકા કરી છે. જાકે, તેના સાથી દેશોને હંમેશાં જ છૂટ આપી છે. અમેરિકાએ તેના વિરોધી દેશો દ્વારા થયેલી ગેરરીતિની ટીકા કરી ઉપહાસ કર્યો છે. જાકે, તેના સાથી દેશોદ્વારા થયેલી ગેરરીતિ પર તેઓ શાંત રહ્યા હતા. ફ્રીડમ હાઉસ દ્વારા કરાયેલા મુક્ત, અંશતઃ મુક્ત અને અમુક્ત દેશોના વર્ગીકરણમાં ભારતનો સમાવેશ કેટલીક વાર પ્રસાર માધ્યમો પર અત્યાચાર કરનાર દેશોમાં કરવામાં આવ્યો છે.

રસપ્રદ બાબત એ છે કે, ટ્રમ્પ વહીવટીતંત્ર જે અન્ય દેશોનાં લોકશાહી અને માનવીય હકોના રેકોર્ડ પર નિર્ણય આપે છે. તે હવે ફ્રીડમ હાઉસના રીપોર્ટથી પ્રભાવિત થયા છે. તે કહે છે કે, જ્યારે અમેરિકામાં લોકશાહી વૈશ્વિક ધોરણોથી મજબૂત બની છે. જે રાષ્ટ્રપતિ ટ્રમ્પના કાયદાના શાસન પર થઈ રહેલાં હુમલા સત્ય આધારિત પત્રકારત્વ અને અન્ય સિદ્ધાંતો તથા લોકશાહીના માપદંડોમાં વધારે તૂટવાનું જાખમ છે જે ઘણું નબળું બની ગયું છે. ફીડમ હાઉસે ચેતવણી આપી છે કે આ રીતના હુમલા સંદર્ભે અમેરિકી લોકશાહી સંસ્થાઓની Âસ્થતિ સ્થાપક્તાને મંજૂરી કરી શકાય નહીં.

આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા પર અમેરિકી આયોગે ૨૦૦૯ પછી ભારતને તપાસની યાદીમાં રાખ્યું છે. ભારતીય વિકેશ મંત્રાલયે આ રિપોર્ટને રદ કરી દીધો છે. ૨૦૧૫ તથા ૨૦૧૮માં આ આરોપને નકારી કાઢ્યા છે.

પૂર્વ રાષ્ટ્રપતિ ઓબામાએ ભારતની યાત્રા દરમિયાન ધાર્મિ સહિષ્ણુતા પર ભારતના રેકોર્ડ પણ પડકાર્યો હતો.

કોઈપણ દેશ કદાચ એવો દાવો ના કરી શકે કે ધાર્મિક સ્વતંત્રતા વિરુદ્ધ કોઈ પક્ષપાત નથી. પરંતુ ભારતમાં અદાલત, માનવાધિકાર આયોગ, લઘુમતીઓ માટે રાષ્ટ્રીય આયોગ તથા લઘુમતીઓ બાબતોનું મંત્રાલય સહિત એક મજબૂત લોકશાહી અને મજબૂદ સંસ્થાઓ છે. જેમાં ઘણા વિભાગોમાં અમલ કરવાની શÂક્ત હોતી નથી. પરંતુ તેમની પાસે તપાસ કરવાની સત્તા હોય છે.

બધા કહે છે કે, ભારતની ધાર્મિક સ્વતંત્રતા વિશે અમેરિકામાં ગેરસમય પ્રવર્તે છે. આવા બિનજરૂરી અહેવાલો ભાગ્યે જ મદદરૂપ બને છે. કારણ કે, તેમાં ભારતની આંતરિક બાબતો અને ખેંચતાણ વિશે દખલગીરી હોય છે. ભારતમાં ધર્મનિરપેક્ષતા કસોટીની એરણે છે. ભારતમાં લઘુમતીઓ બંધારણીય માન્યતા મેળવીને ભારતીય બંધારણના કારણે સુખી સુરક્ષિત છે. ઘણાં દેશોએ પોતાના નાગરિકોને આ પ્રકારના અધિકાર નથી આપ્યા. એટલે જ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલબિહારી વાજપેયીએ જણાવ્યું છે કે, ભારતની ધર્મનિરપેક્ષતાને કોઈ પડકારી શકશે નહીં.

લેખકઃ ડો.એશ નારાયણ રોય,

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...