Skip to main content

એફ.એ.ટી.એફ.માં પાકિસ્તાનની બદનામીનો ચાલુ રહેલો દોર – અંગે સમીક્ષા

અમેરીકાના ઓર્લેન્ડોમાં યોજાયેલી આર્થિક કામગીરી કાર્યદળ - એફ.એ.ટી.એફ.ની પૂર્ણકક્ષાની બેઠકમાં પાકિસ્તાને દર્શાવેલી પ્રતિબધ્ધતાઓના પાલનમાં તેને નિષ્ફળતા મળવા માટે પાકિસ્તાનને કડક શબ્દોમાં ઠપકો અપાયો હતો.

એટલું જ નહી પણ પ્રતિબધ્ધતાઓનું પાલન કરો અથવા ગ્રે લીસ્ટ માંથી વધુ એક શ્રેણી ગૂમાવીને બ્લેક લીસ્ટમાં મુકાવવા તૈયાર રહો તેવી ચેતવણી પણ અપાઇ છે. છેલ્લા એક વર્ષથી પાકિસ્તાને મનીલોન્ડરીંગ પ્રવૃત્તી રોકવા તથા આતંકવાદીઓને મળતી આર્થિક સહાય રોકવા સી.ટી.એફ. અંગે નક્કર કાર્યવાહી કરવાની પ્રતિબ્ધતા એફ.એ.ટી.એફ.સમક્ષ વ્યક્ત કરી હતી.

જા કે આ ક્ષેત્રે પાકિસ્તાનનો દેખાવ નબળો રહ્યો છે. પોતાની ધરતી પર સક્રિય આતંકવાદીઓ અને તેમની પ્રવૃત્તિઓ રોકવા દેખાવ પૂરતા પગલાં લેવા સિવાય પાકિસ્તાને કશું જ કર્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આતંકવાદીઓને મળતી આર્થિક સહાય તથા મની લોન્ડીરંગની સમસ્યાઓ ડામવા સમયસર, ચોક્કસ લક્ષ્ય સાથે અને અસરકારક રીતે પગલાં લેવાના મુદ્દે એફ.એ.ટી.એફ. એ છેલ્લા ૩૦ વર્ષમાં નોંધપાત્ર શાખ ઉભી કરી છે.

એક તરફ એફ.એ.ટી.એફ.નું દબાણ વધતુ જાય છે. ત્યારે મની લોન્ડરીંગ તથા આતંકવાદીઓને મળતી સહાય મુદ્દે કામગીરી કરવામાં થયેલી ભૂલો અને ખામીઓ દૂર કરવાની કામગીરી પાકિસ્તાન માટે મુશ્કેલ બનતી જવાની છે.

ફેબ્રુઆરી ૨૦૧૯માં કાશ્મીરના પુલવામાંમાં થયેલા આતંકવાદી હુમલા બાદ એફ.એ.ટી.એફ. જેવી વૈશ્વિક સંસ્થાઓએ તેની કડક શબ્દોમાં ટીકા કરી હતી. સંસ્થાઓએ નોંધ લીધી હતી કે ઘણા લોકોની હત્યા કરનાર આતંકવાદી હુમલો એ આતંકવાદના સમર્થકો અને આતંકવાદીઓ વચ્ચે નાણાની સહાય વગર શક્ય નથી.

આ સંસ્થાઓએ એવું પણ નોંધ્યું હતું કે આતંકવાદીઓના સમર્થકો, આતંકવાદ વિરોધી પગલાની વ્યવસ્થામાં રહેલી ત્રુટીઓ શોધતા હોવાથી વિશ્વમાં ઘણા વિસ્તારોમાં આતંકવાદ વિરોધી પગલાં લેવાની બાબત પડકારજનક બનતી જાય છે.

જુન – ૨૦૧૯ ના એફ.એ.ટી.એફ. ના અહેવાલમાં સ્પષ્ટ નોંધ મુકવામાં આવી છે કે મની લોન્ડરીંગ અને આતંકવાદીઓને મળતી આર્થિક સહાય રોકવાના ક્ષેત્રે પાકિસ્તાનને નિષ્ફળતા મળી છે.

પાકિસ્તાને એફ.એ.ટી.એફ. સંસ્થા સાથે મળીને આ પડકારોને નાથવા કાર્યયોજના ઘડી કાઢી હોવા છતાં મળેલી નિષ્ફળતા ઘણી ગંભીર ગણાવી શકાય. અહેવાલમાં નોંધ્યુ છે કે પાકિસ્તાને આ બે સમસ્યાઓ ઉકેલવા માટે કેટલાક પ્રમાણમાં પગલાં લીધા છે. છતાં આ સમસ્યાને પૂર્ણ રીતે પાકિસ્તાન ઓળખી શક્યુ નથી.

પાકિસ્તાને તૈયાર કરેલ ૧૦ મુદ્દાની કાર્યયોજના અમલમાં મુકવામાં પાકિસ્તાનને મળેલી નિષ્ફળતા માટે એફ.એ.ટી.એફ. સંસ્થાએ ચિંતા વ્યક્ત કરી છે.

એફ.એ.ટી.એફ.એ પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જા તે પોતાની પ્રતિબધ્ધતાઓ આગામી ઓક્ટોબર સુધીમાં પૂરી કરશે નહી, તો તેની સામે આગળનું પગલું લેવામાં આવશે.

જા કે, પાકિસ્તાન સરકાર તથા પાકિસ્તાની અખબારોએ આ મુદ્દે પાકિસ્તાનના નાગરિકોને ગેરમાર્ગે દોરતા જણાવ્યું છે કે એફ.એ.ટી.એફ.એ પાકિસ્તાનની પ્રશંસા કરી છે. ભારતના વિદેશ મંત્રલાયે આશા વ્યક્ત કરી છે. કે, પાકિસ્તાને એફ.એ.ટી.એફ.ને આપેલ પ્રતિબધ્ધતા પૂર્ણ કરવા વિશ્વસનીય, ચકાસી શકાય એવા અને સાતત્યપૂર્ણ પગલાં જરૂર લેશે.

પાકિસ્તાન ખુબ જ વિકટ આર્થિક Âસ્થતિનો સામનો કરી રહ્યું છે, ત્યારે પોતાના કેટલાક મિત્રદેશો, જે એફ.એ.ટી.એફ.ના પણ સભ્ય દેશો છે તેમની સહાનુભૂતિ મેળવવા પાકિસ્તાને પ્રયાસો કર્યા હતા.

જા કે, એફ.એ.ટી.એફ. એ પાકિસ્તાનને કોઇપણ વિકલ્પ આપ્યા વિના આતંકવાદીઓને મળતી આર્થિક સહાય રોકવા તથા મનીલોન્ડરીંગનું દૂષણ ડામવા નક્કર પગલાં લેવાનો માર્ગ જ ખુલ્લો રાખ્યો છે.


લેખક ઃ ડા. અશોક બેહુરીયા , આઇ.ડી.એસ.એ.ના દક્ષિણ એશિયા કેન્દ્રના સંકલનકાર

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...