Skip to main content

ભારત – અમેરિકા સંબંધો મુદૃ વાટાઘાટા u


અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પીઓની ભારતની મુલાકાત દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ સાથે મહત્વપુર્ણ બેઠકો યોજાઈ હતી. ભારત અને અમેરિકા વચ્ચેના વિવિધ મહત્વપુર્ણ મુદૃ દ્વિપક્ષીય મતભેદો જેવા કે, વેપાર, ઈરાન સાથે સંબંધોને મંજુરી, ભારતીયોને એચ-વન-બી વીઝા અંગેના નિયમો, વેનેજુએલા સાથે ઉર્જા વેપાર અને રશિયા પાસેથી હથિયારોની ખરીદી જેવા વિવિધ મુદૃ બંને દેશો વચ્ચે તણાવપુર્ણ માહોલ હતો. જે અંગે બે દેશના નેતાઓ વચ્ચે વાટાઘાટો અત્યંત જરૂરી હતી. ઓસાકામાં જી-ર૦ શિખર સંમેલન દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરીકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની મુલાકાત તેમજ જાપાન, ભારત અને અમેરીકા વચ્ચે ત્રિ-પક્ષીય બેઠક પહેલા અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પીઓની ભારત મુલાકાત અત્યંત મહત્વપુર્ણ અને જરૂરી ગણવામાં આવે છે. આ મુલાકાતને એ માટે પણ મહત્વની ગણવામાં આવે છે કેમ કે ર૦૧૯ ની લોકસભાની ચુંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી જવલંત સફળતાબાદ અમેરિકાના ઉચ્ચ પદાધિકારીની ભારતની આ પ્રથમ મુલાકાત છે. જે મુદૃઓ ઉપર મતભેદો હતા. તેને અનુલક્ષીને જા વાત કરવામાં આવે તો અમેરિકી વિદેશમંત્રીની મુલાકાત પહેલા જ એવા સંકેત આપી દેવામાં આવ્યા હતા કે આ તમામ મુદૃ નવા કરારો થવાની સંભાવના છે અને આ અંગે નવી જાહેરાતો અને નવી પહેલ પણ થઈ શકે છે. ઈરાન મુદૃ અમેરિકાની Âસ્થતિને ભારત સુપેરે સમજતુ હતું. પરંતુ ભારત અમેરિકાને સમર્થન આપે તેવી પરીÂસ્થતિમાં ન હતું. અમેરિકાનું માનવુ છે કે ઈરાન ત્રાસવાદને પ્રોત્સાહન આપતું રાષ્ટ્ર છે. અફઘાન મુદૃ ભારતની નીતીને અમેરીકા સમજી શકે છે. પરંતુ અમેરીકી વિદેશમંત્રીએ સ્પષ્ટ કર્યુ છે કે ટ્રમ્પ વહીવટી તંત્ર તાલીબાનો સાથે વાટાઘાટો કરીને અફઘાનીસ્તાનમાં શાંતી સ્થપાય તે માટે શરૂઆતથી જ પ્રયત્નશીલ છે અને આ વર્ષના સપ્ટેમ્બર માસ સુધીમાં અમેરિકા પોતાના લશ્કરી દળ અફઘાનીસ્તાનમાંથી પાછા ખેંચી લેશે.

ભારતીય નિકાસ માટે જીએસપી હટાવી લેવા માટે અમેરિકી નિર્ણયનો મુદૃ ભારતે ઉઠાવ્યો. અમેરિકાએ હજી પણ એ મુદૃ ઉઠાવવાનો ચાલુ રાખ્યો છે કે અમેરિકી નિકાસ પર ભારતીય દરો વધારે છે. સચિવે એવો સંકેત આપ્યો કે એચ.વન.-બી વિઝા પર ભારતીયો માટે કોઈ મર્યાદા નહી હોય, પરંતુ એવુ કહયું નથી તે અગાઉની નીતી જ ચાલુ રહેશે. ચર્ચા દરમિયાન ભારત દ્વારા રશિયન યુધ્ધ હથિયારો ખરીદાયાનો મુદૃ પણ આવ્યો હતો. ભારતે જણાવ્યું કે તે તેના રાષ્ટ્રીય હિતમાં હતું તેથી તેમાં કોઈ સમાધાન શકય નહોતું.

જા કે ભારત અને અમેરિકા વચ્ચે ઘણા મુદૃઓ ઉપરના મતભેદો વણ ઉકેલ્યા છે, પરંતુ જુદા જુદા દ્રષ્ટીકોણને જે પરીપકવતા સાથે અમેરિકી સચિવ અને ભારતીય વિદેશ મંત્રીએ ઉદેશ્યા છે તે આવકારજનક પગલુ છે. આ બંને મંત્રીઓ વચ્ચેની ઉપયોગી બેઠક હતી. જેમાને કેટલાક મુદૃ જુદા જુદા દ્રષ્ટીકોણ હોવા છતાં આ મતભેદો ઉકેલવા માટે ચર્ચંં) આગળ ચાલુ રાખવા વચન આપ્યું હતું. બે વસ્તુઓ ઉપર સ્પષ્ટ પણે સંમતી સધાઈ હતી. એક હતી, આતંકવાદ સામે સહે જ પણ સહનશીલતા ના રાખવી અને બંને દેશોએ સહયોગ ચાલુ રાખવા સાથે સાથે આતંકવાદ વિરોધી સહયોગી વધારવાની જરૂરીયાત તથા બીજુ ભારત - પ્રશાંત વિસ્તારમાં દ્વિપક્ષીય, ત્રિપક્ષીય, ચતુપક્ષીય અને બહુપક્ષીય વ્યવસ્થાઓ દ્વારા શાંતી અને Âસ્થરતા જાળવવા ભારત – અમેરીકી સહયોગની જરૂરીયાત.

ભારત –અમેરિકા વચ્ચેની વ્યુહાત્મક ભાગીદારી બંને દેશો દ્વારા બે દાયકાથી વધુ સમયથી પોષવામાં આવી છે અને અમુક મુદૃઓ અને મતભેદોના કારણે તેની પર કોઈ અસર થઈ નથી. અમેરિકાની ઈરાન નીતી એ સીધી રીતે ભારતની ઉર્જા સલામતીના કેન્દ્રને અસર કરે છે. જા કે અમેરિકાએ ભારતને તેલ વેચવાનો પ્રસ્તાવ કર્યો છે અને ભારતે તેનો સ્વીકાર કર્યો છે, ખરેખર તો છેલ્લા કેટલાક મહિનાઓમાં અમેરિકા પાસેથી તેલની ખરીદીમાં ઘણો વધારો થયો છે.

તેવી જ રીતે રશિયા પાસેથી એસ-૪૦૦ મીસાઈલો ખરીદવાના ભારતના પગલાનો વિરોધ કરતાં અમેરીકાએ ભારતને મહત્વનું સંરક્ષણ ભાગીદાર બનાવ્યું છે અને ભારતને અત્યાધુનિક હથિયારો બંને સાધનો વેચવા માટે નિયમો હળવા કર્યા છે. ટ્રમ્પ વહીવટી તંત્રએ ફરીયાદ કરી છે કે ભારતમાં અમેરિકી વસ્તુઓ ઉપર ઉંચા કરવેરા લાગુ કરાય છે, પરંતુ તેણે પણ એલ્યુમીનીયમ અને સ્ટીલ ઉપરના કરવેરા વધાર્યા છે. જેનાથી ભારતીય અર્થતંત્રને અસર થઈ છે.

ભારતે વધુ વાટાઘાટો માટે તેના દ્વારા ખુલ્લા સંખ્યા છે, સાથે સાથે બદામ જેવી અમુક અમેરીકી નિકાસો પર પ્રતિક્રિયાત્મક કરવેરા લાધ્યા છે.

વાટાઘાટોની શકયતા જણાય છે અને ઓસાકામાં પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચેની બેઠકમાં બંને દેશો આવા મુદૃ અંગે ચર્ચા કરવા કૃતનિશ્ચિયી જણાય છે.

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...