Skip to main content

સંસદના ગત સપ્તાહ અંગે સમીક્ષા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે, ભાજપના વડપણ હેઠળની એન.ડી.. સરકાર ભારતના નાગરિકોની આશાઆકાંક્ષાઓ મુજબના મજબૂત, સલામત, સમૃદ્ધ તથા સર્વસમાવેશક ભારતના નિર્માણની દિશામાં આગળ વધી રહી છે.
તેમણે કહ્યું કે, ભારતના વિકાસ પ્રગતિનું ચાલકબળ છેસબકા સાથ સબકા વિકાસ અને સબકા વિશ્વાસ. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે, સંસદના સેન્ટ્રલ હોલમાં લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધતાં વધુમાં કહ્યું કે, કેન્દ્ર સરકાર દેશના નાગરિકોનું જીવનધોરણ સુધારવા પ્રતિબદ્ધ છે.
હેતુથી સરકાર તેમને જરૂરી સુવિધાઓ પૂરી પાડશે, તથા ગેર વહિવટના બદલે સારા વહિવટ દ્વારા તેમનું દુઃખ દૂર કરશે. દેશના નાગરિકોએ સરકારના પ્રથમ કાર્યકાળની કામગીરી જાયા પછી, બીજી મુદ્દતમાં તેમને મજબૂત સમર્થન પૂરૂં પાડ્યું છે.
વખતની લોકસભામાં અડધો અડધ સાંસદો પ્રથમવાર ચૂંટાયા છે, જ્યારે મહિલા સાંસદો પણ મોટી સંખ્યામાં ચૂંટાઈ છે. શ્રી ગોવિંદે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર ગ્રામીણ ભારતને મજબૂત કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
સરકારે મહિલાઓના સશÂક્તકરણને પણ ટોચની અગ્રતા આપી છે.  ગ્રામીણ વિસ્તારના લોકો અસરકારક રીતે સમાજમાં તથા આર્થિક પ્રવૃત્તિઓમાં સહભાગી થાય, તે વિકસીત દેશના દરજ્જા માટે જરૂરી છે.
સરકારની મહત્વની પહેલો અંગે બોલતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, કિસાન સન્માન નીધી યોજના હેઠળ દેશના દરેક ખેડૂતને આવરી લેવાનો નિર્ણય લેવાયો છે.
ખેડૂતોની આવક વર્ષ ૨૦૨૨ સુધીમાં બમણી કરવા માટે પગલાં લેવાયા છે. એવી રીતે નાના દુકાનદારો તથા છૂટક વેચાણકર્તાઓ માટે શરૂ કરાયેલી પેન્શન યોજનાની રાષ્ટ્રપતિએ પ્રશંસા કરી હતી.
તેમણે બધા સાંસદોને એક રાષ્ટ્રએક ચૂંટણી દરખાસ્ત અંગે વિચારવા અનુરોધ કર્યો હતો.  શ્રી કોવિંદે દેશની દરેક પુત્રી તથા બહેનને સમાનતાનો અધિકારી આપવા માટે ત્રિપલ તલાક તથા નિકાહહલાબા જેવી પ્રથાઓ નાબૂદ કરવા આહવાન કર્યું હતું.
એવી રીતે બજેટ સત્રના આરંભે સાંસદોને સંબોધતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષોને તેમની સંખ્યા ઉપર ધ્યાન કેન્દ્રિત નહીં કરવા તેમજ દેશ હિતને ધ્યાનમાં લઈને તથા લોક કલ્યાણને કેન્દ્રમાં રાખીને ગૃહમાં દરેક મુદ્દાઓ અંગે તટસ્થ અભિગમ અપનાવવાનો અનુરોધ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સક્રિય અને અસરકારક વિપક્ષ લોકશાહી વ્યવસ્થા માટે જરૂરી છે. શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, વિપક્ષનો દરેક શબ્દ ખૂબ કિંમતી હશે.
તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી ધણી રીતે આગવી ગણાવી શકાય. કારણ કે આઝાદી મળ્યા બાદ થયેલી ચૂંટણીઓની સરખામણીએ વખતની ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદારોએ મતદાન કર્યું હતું. એવી રીતે મહિલા મતદારોની સંખ્યા પણ નોંધપાત્ર રહી હતી.
પ્રધાનમંત્રીએ સંસદમાં પ્રથમવાર ચૂંટાયેલા નવા સાંસદોને આવકારતાં કહ્યું હુતં કે, તેમની સાથે નવી આશાઓ અને નવી આકાંક્ષાઓ મળવાની સાથે સાથે દેશ સેવા મોટીની નવી પ્રતિબદ્ધતા પણ જાવા મળશે.
બજેટ સત્રના પ્રારંભે લોકસભાના કાર્યકારી અધ્યક્ષ વિરેન્દ્ર કુમારે નવા સાંસદોને શપથ લેવડાવ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ શપથ લીધા હતા.
બુધવારે લોકસભાએ સર્વસંમતીથી ભાજપના બીજી મુદ્દત માટે ચૂંટાયેલા સાંસદ ઓમ બીરલાને ૧૭મી લોકસભાના નવા અધ્યક્ષ તરીકે ચૂંટ્યા હતા.
શ્રી ઓમ બીરલા રાજસ્થાનની કોટા-બુંદી લોકસભા બેઠક પરથી ચૂંટાયા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓમ બીરલાનું નામ સુચવ્યું હતું, જેને શ્રી અમીત શાહ, શ્રી રાજનાથસિંહ તથા શ્રી નીતિન ગડકરીએ સમર્થન આપ્યું હતું.
પ્રધાનમંત્રીએ ઓમ બીરલાએ ગુજરાત તથા ઉત્તરાખંડમાં ધરતીકંપની આપત્તી વખતે કરેલી સેવાની કામગીરીનો ઉલ્લેખ કરી તેમની પ્રશંસા કરી હતી.
ત્યારબાદ બધા સાંસદોએ શ્રી બીરલાને અભિનંદન આપ્યા હતા.
સન્માનનો પ્રતિભાવ આપતા શ્રી બીરલાએ તેમની જવાબદારી પૂરી નીષ્ઠાથી નીભાવવાની ખાતરી આપી હતી તથા ગૃહની કામગીરી સરળતાથી ચલાવવા બધા સભ્યોનો સહકાર માગ્યો હતો.
ત્યારબાદ પ્રધાનમંત્રીએ તેમના મંત્રીમંડળના સભ્યોનો ગૃહના સભ્યોને પરિચય આપ્યો હતો.

લેખકઃ વી. મોહન રાવ, પત્રકાર

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...