Skip to main content

અફઘાનિસ્તાનના પુનઃ નિર્માણમાં ભારતની મહત્વની ભૂમિકા અંગે સમીક્ષા

તાલિબાનની દોહા ખાતેની રાજકીય કચેરીના વડા મુલ્લા અબ્દુલ ઘની બરદારના વડપણ હેઠળના પ્રતિનિધી મંડળે. અફઘાનિસ્તાન શાંતિ પ્રક્રિયામાં હવે પછી ચર્ચા કેવી રીતે આગળ વધારવી તે અંગે વાતચીત કરવા પાકિસ્તાનની મુલાકાત લીધી છે.

છેલ્લા 10 મહિનામાં મુલ્લા બરદારની પાકિસ્તાનની આ બીજી મુલાકાત છે. અગાઉ ઓક્ટોબર 2019માં તેણે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. વર્ષ 2019ની મુલાકાત પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તાલિબાનો અમેરીકન સૈનિકો ઉપર હુમલા કરી રહ્યા હોવાનો આક્ષેપ કરીને અફઘાન શાંતિ પ્રક્રિયા અધવચ્ચે રોકી હતી. 

ઇસ્લામાબાદમાં યોજાયેલી વાતચીતમાં પાકિસ્તાનની કુખ્યાત આઈ.એસ.આઈ.ના વડા લેફટનંન્ટ જનરલ ફૈઝ હમીદ પણ ઉપસ્થિત રહ્યા હતા. રશિયાએ વર્ષ 1980માં અફઘાનિસ્તાનમાં પ્રવેશ કર્યો ત્યારથી આઈ.એસ.આઈ. અફઘાનના તાલિબાનો સાથે સારો સંબંધ ધરાવે છે. તાલિબાનોને શાંતિ પ્રક્રિયામાં જોડવામાં તથા અમેરિકા સાથે ગત ફેબ્રુઆરી માસમાં સમજૂતી કરવામાં આઈ.એસ.આઈ.એ મહત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે.

તાલિબાનો અફઘાનિસ્તાનની અશરફ ઘની સરકારને માન્યતા આપતા નથી. તેઓ વર્તમાન અફઘાન સરકારને પશ્ચિમી દેશોનો પ્રભાવ ધરાવતી સરકાર માને છે. 

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને આતંકવાદી પ્રવૃત્તિઓને સમર્થન આપનાર 88 જૂથોની યાદીમાં અફઘાન ત્રાસવાદી જૂથને સામેલ કર્યું હતું. તેના બીજા દિવસે ઇસ્લામાબાદમાં અફઘાનિસ્તાનનું પ્રતિનિધી મંડળ શાંતિ પ્રક્રિયા અંગે વાતચીત કરવા આવ્યું હતું. એ જાણીતી બાબત છે કે, પાકિસ્તાન તાલિબાનો ઉપર નિયંત્રણ રાખી શકે છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વર્ષોથી સાંસ્કૃતિક સંબંધો સ્થપાયેલા છે. અફઘાનિસ્તાનના પુનઃ નિર્માણ અને પુનઃવસન કાર્યમાં ભારતે નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. 

ભારત માને છે કે, લોકશાહી અને વિકાસ આ બે બાબતોના લીધે અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતાની જાળવણી થશે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ હમીદ કરઝાઇએ ઓક્ટોબર 2011માં ભારતની મુલાકાત લીધી હતી. ત્યારે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બંને દેશોના સંબંધો મજબૂત બનાવતી સમજૂતી ઉપર હસ્તાક્ષર થયા હતા. બંને દેશો વચ્ચે રાજકીય આર્થિક સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રના સંબંધો મજબૂત બનાવવા દ્રઢ નિર્ધાર કરવામાં આવ્યો હતો. 

વર્ષ 2003થી અફઘાનિસ્તાનના પુનઃ નિર્માણ કામગીરીમાં ભારત સંડોવાયેલું છે. અત્યારસુધીમાં ભારતે અફઘાનિસ્તાનમાં બંધ, માર્ગો, હોસ્પિટલો જેવી માળખાકીય સુવિધાઓ વિકસાવવા બે અબજ અમેરિકી ડોલરનું રોકાણ કર્યું છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ અશરફ ઘનીએ સાથે મળીને હારી નદી ઉપર બંધાયેલા સલમા બંધનું ઉદ્દઘાટન કર્યુ હતું. આ બંધ અફઘાનિસ્તાનમાં 75 હજાર હેકટર જમીનમાં સિંચાઇની સુવિધા ઉપલબ્ધ કરાવે છે.

આ ઉપરાંત બંધ ખાતે 42 મેગાવોટ વિજ ઉત્પાદન કરતાં એકમો પણ ગોઠવવામાં આવ્યા છે. ભારતે અફઘાન નાગરિકોના શૈક્ષણિક અને કૌશલ્ય વિકાસની પ્રવૃત્તિઓ હાથ ધરી છે. 

ભારત અફઘાનિસ્તાનમાં થઇ રહેલી ઘટનાઓ ઉપર ચાંપતી નજર રાખી રહ્યો છે. ભારતે અમેરિકા અને તાલિબાનો વચ્ચે સધાયેલી સમજૂતીને આવકારી છે. ભારત અફઘાનિસ્તાનમાં અશરફ ગની સરકારને માન્યતા આપે છે અને તાલિબાનો અફઘાનિસ્તાનમાં લોકતાંત્રિક માળખું ગોઠવાય એવી ઇચ્છા ધરાવે છે. 

કોરોનાના લીધે ઉભી થયેલી પરિસ્થિતિમાં પણ ભારતે અફઘાનિસ્તાનને અનાજ અને દવાઓનો જથ્થો પૂરો પાડયો હતો. સમગ્ર વિશ્વ અત્યારે કોરોનાની બિમારી સામે ઝઝુમી રહ્યું છે ત્યારે અફઘાનિસ્તાન કોરોના ઉપરાંત શાંતિની સ્થાપના માટે પણ સંઘર્ષ કરી રહ્યું છે. ઘણા અફઘાન નાગરિકો શાંતિ પ્રક્રિયાને તાલિબાનો સાથે દાયકાઓ જૂના સંઘર્ષને નાબુદ કરવાનો શ્રેષ્ઠ ઉપાય ગણાવે છે. 

અફઘાનિસ્તાનમાંથી અમેરીકી દળો પાછા ખેંચાયા બાદ અફઘાનિસ્તાનમાં વિવિધ જૂથો શાંતિની જાળવણી પ્રત્યે કેટલા સમર્પિત છે તેનો વાસ્તવિક માહિતી મળી શકશે.




શ્રીરંગ, નવીન


લેખિકા – વ્યૂહાત્મક વિશ્લેષક ડો. સ્મિતા

Comments

Popular posts from this blog

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

શું આરબોની દુનિયામાં નવા યુગમાં ખલીફા બગદાદીના મોતથી કંઈ ફેર પડશે ?

પોતે જ વિસ્ફોટ કરી પોતાને મોતને ઘાટ ઉતારનાર આતંકી સંગઠન આઈએસઆઈએસના ખલીફા - અબુ બકર અલ બગદાદીના મોતના સમાચારથી ઇરાકના મોસુલની શેરીઓમાં ખુશી ફેલાઈ હતી. જ્યાં વર્ષ 2014માં આ અત્યાચારીએ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરીયાની સ્થાપનાની જાહેરાત કરી હતી. અને ત્યારબાદ હત્યાકાંડ, સામૂહિક હત્યા, સામૂહિક બળાત્કાર, શેરી હિંસા, તોડફોડ, અપહરણ, ખંડણી જેવી આફરા-તાફરી મચી હતી. મોસુલ શહેરના 30 હજાર લોકોને શહેર છોડવાની ફરજ પડી હતી અને હજારો લોકોએ તેમના પ્રિયજન ગુમાવ્યા હતા. અલ બગદાદી આતંકી સંગઠન આઈએસઆઈએસનો વડો હતો. જેણે ભૂતકાળમાં ઘણા રૂપ બદલ્યા હતા. અને જે સિરીયા અને ઇરાક વચ્ચેના બ્રિટન જેટલા મોટા પ્રદેશનું નિયંત્રણ કરતો હતો. અબુ બકર અલ બગદાદીએ સિરિયાની સભ્યતા-સંસ્કૃતિ પર ઘણી ખરાબ છાપ પાડી છે. તેમણે પાલમિરા શહેરને ધ્વંસ કર્યું. તો મોસુલની ઐતિહાસિક અલ-નૂરી મસ્જિદને વર્ષ 2017માં ઉડાવી દીધી હતી. જ્યાં તેણે 2014માં ઇસ્લામિક ખિલાફતની જાહેરાત કરી હતી. ઉલ્લખનીય છે કે, ઇરાક અને સિરીયામાં અમેરિકાના નેતૃત્વ હેઠળનું યુદ્ધ હતું અને સિરીયા અને બહાદુર કુર્દ આગેવાનની હેઠળના યુદ્ધમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં આઈએસઆઈએસએ નોં...

રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય,  દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે.  નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે.  ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે.  સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે.  નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે.  આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે.  જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે.  વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ...