Skip to main content

ભારત – આસીયાન સંબંધો વધુ 

ભારતની એક્ટ ઇસ્ટ નીતી અને ભારત પ્રશાંત વિસ્તારની ભાવિ સ્થિતિને ધ્યાનમાં રાખીને આસીયાન તેમજ ભારતના તજજ્ઞોના સંગઠન AINTTની છઠ્ઠી ગોળમેજી બેઠક ગયા અઠવાડિયે ઓનલાઈન યોજાઈ ગઈ. બેઠકમાં આ વર્ષે ચર્ચાના કેન્દ્રમાં કોવિડ પછીની સ્થિતિમાં આસિયાન અને ભારતની સહભાગિતા વધુ મજબૂત બનાવવાનો મુદ્દો મુખ્ય હતો. ભારતે 2009માં AINTTની સંકલ્પના રજૂ કરી હતી. અને આસીયાન દેશો તેમજ ભારતની વ્યૂહાત્મક સહભાગિતાને બળ આપવાનો તેનો હેતુ હતો. તેમાં માહિતીના આદાન પ્રદાનની ખાઈ દૂર કરવા અને સહકારના સંભવિત ક્ષેત્રોની નીતી વિષયક ભલામણ કરવાનો ઉદ્દેશ પણ હતો. વિદેશમંત્રી ડો.એસ.જયશંકર, થાઈલેન્ડના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રી ડોન પ્રમુદવિનાય અને આસિયાનના મહાસચિવ દાતોલિમ જો હોઈએ આ વર્ષની ગોળમેજી પરિષદમાં ભાગ લીધો હતો.

ડો.જયશંકરે એવી દલીલ મુકી હતી કે, આ રોગચાળાએ એક તરફ પ્રતિસ્પર્ધાત્મક આંતરરાષ્ટ્રીય રાજનીતી અને બીજી તરફ બહુપક્ષવાદ પર ઉંડી અસર કરી છે. સૌથી મહત્વનો પાયાના પ્રશ્ન એ હતો કે, કોવિડ-19 વિશ્વ વ્યવસ્થાને કેવું રૂપ આપશે. કારણ કે, ભારત અને અગ્નિ એશિયાને વૈશ્વિકરણમાં પરસ્પર હિત છે. વિદેશમંત્રીએ તેમની ટકોરમાં કોવિડ-19એ વૈશ્વિક અંર્થતંત્ર સામે ઊભા કરેલા અભૂતપૂર્વક પડકારો તરફ ધ્યાન દોર્યું હતું. આ રોગચાળાને કારણે અંદાજે વૈશ્વિક કુલ ઉત્પાદનમાં 5800ને લઈને આઠ હજાર 800 હજાર અબજ અમેરિકન ડોલર એટલે કે, સાડા છથી 9.7 ટકા જેટલું નુકસાન થશે. આટલા મોટા પડકારને પહોંચી વળવા સાથે મળીને ઉકેલ શોધવો જરૂરી બન્યો છે.

કોવિડ-19ના કારણે વિશ્વના અર્થતંત્રમાં પુરવઠાની સાંકળ તૂટવાની અને ઉત્પાદન વિવિધતા પર ફટકો પડવાનો મોટું જોખમ છે. તેમાં પણ વેપાર અને ટેકનોલોજીને આવરી લેતી રાષ્ટ્રીય સુરક્ષાના મહત્વના ઘટક સાથે આર્થિક સુરક્ષા પર માઠી અસર થશે. આ સંદર્ભમાં ડો.જયશંકરે જણાવ્યું હતું કે, વૈશ્વિક પુરવઠા સાંકળમાં વ્યૂહાત્મક સ્વાયતતાનો ખ્યાલ મહત્વનો છે અને વિશ્વમાં સમાનતા ઊભી કરવા વ્યાપક સમતુલાની જરૂર છે. આરોગ્ય વિષયક ખતરા ઘટાડવા અને સ્વનિર્ભરતા ઊભી કરવાની ભારત પ્રાથમિકતા આપે છે. સ્વનિર્ભર ભારતનો ખ્યાલ એકલા થવાની કે સંરક્ષણવાદની હિમાયત કરતો નથી, પરંતુ સ્વનિર્ભર ભારત વિશ્વને કંઈક વધુ આપવા માંગે છે. આસિયાન સંગઠન અને ભારત પોતાની આર્થિક શક્તિને ધ્યાનમાં રાખીને એશિયા અને કોવિડ પછીની દુનિયાનું ભવિષ્ય ઘડે તે જરૂરી છે.

થાઈલેન્ડના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી ડોન પ્રમુદવિનાએ તેમની ટિપ્પણીમાં આસિયાન ભારત વ્યૂહાત્મક સહભાગિતામાં વહેચવામાં મૂલ્ય પર ખાસ ભાર મુક્યો હતો. તેમણે સૂચવ્યું હતું કે, પુરવઠાની સાંકળ હોવા, પ્રાદેશિક સંપર્ક અને આંતર માળખા સહિત સહકારના મહત્વના પાંચ ક્ષેત્રોમાં કામ કરવાની જરૂર છે. તેમણે આ માટે ભારત-મ્યાનમાર-થાઈલેન્ડ હાઇવે પ્રોજેક્ટ, માનવ સંપત્તિનો વિકાસ, પ્રાદેશિક વિકાસ અને પેટા પ્રાદેશિક સહકાર વધારીને આ દિશામાં આગળ વધવા સૂચવ્યું હતું. તેમણે આ માટે આયેવાડ્ડી, ચોપરાયા, મેકોંગ આર્થિક સહકાર વ્યૂહ ટૂંકમાં એ.સી.એમ.ઈ.સી.એસ. તેમજ મેકોંગ-ગંગા સહકાર (એમ.જી.સી.), વહાણવટા માટે અનુકૂળ વાતાવરણ અને આપત વ્યવસ્થાપન અને વાયરસ વિરોધી દવાઓ તથા રસીઓનું સંશોધન અને વિકાસ જેવા ક્ષેત્રોમાં સહકારની જરૂર જણાવી હતી.

આ વખતે AINTT વર્ચ્યુઅલી યોજાઈ હતી. જોકે, છેલ્લી પાંચ રાઉન્ડ ટેબલ બેઠકોની યજમાની ભારત, વિયેતનામ, હુનોઈ, કુમાઈ લુમ્પર અને જાકાર્તા એ કરી હતી. આ વખતની AINTT, ભારતીય વિદેશ મંત્રાલય, થાઈલેન્ડ વિદેશ મંત્રાલય અને RIS, આસિયાન અભ્યાસ કેન્દ્ર તથા ચુલાલોંગકોર્ન યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી. જેમાં ચર્ચાના મુખ્ય મુદ્દાઓ, વિશ્વની બદલાઈ રહેલી સ્થિતિ અને કોવિડ બાદ આસિયાન-ભારતના સંબંધો, કોવિડ-બાદ ઉભરતી મુલ્ય સાંકળો – આસિયાન અને ભારત માટે નવી તક, ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં આસિયાન-ભારત સહભાગીતાને પ્રોત્સાહન, હિંદ-પ્રશાંત ક્ષેત્રે આસિયાનનો દૃષ્ટિકોણ , હિંદ-પ્રશાંત પહેલો, પૂરકતા અને સહભાગીતા તથા ભારત-આસિયાન સંબંધો આગળ ધપાવવા – વગેરે હતા.

દક્ષિણ એશિયા, ભારતની એક્ટ ઇસ્ટ નીતી માટે ચાવીરૂપ છે. પરસ્પર હિતોની સુરક્ષા માટે હિંદ-પ્રશાંત વિસ્તારમાં મુક્ત, સમાવેશી અને નિયમો આધારિત વ્યવસ્થા પ્રવર્તે છે.

જેમાં ભારતમાં આસિયાનની કેન્દ્રીયતા, હિંદ-પ્રશાંત ક્ષેત્રે આસિયાનના અભિગમ અને દરિયાઈ સહભાગિતા પ્રત્યક્ષ અને ડીજીટલ જોડાણ, દરિયાઈ અર્થતંત્ર તથા માનવીય સહાય જેવા સિદ્ધાંતો કેન્દ્ર સ્થાને છે.

દક્ષિણ પૂર્વ એશિયા સાથે ભારતના વ્યૂહાત્મક સંબંધો વેપાર, જોડાણ અને સંસ્કૃતિ પર આધારિત છે અને ભારત-આસિયાન વ્યૂહાત્મક સહભાગિતાને નવી ઉંચાઈ આપવાના ઉદ્દેશ સાથે ભારત આસિયાનમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે.

ગાઢ બનાવવા તજજ્ઞોની બેઠક

લેખક : તિતલી બાસુ

ભરતભાઈ, નીકીતા શાહ, રમેશ પરમાર

Comments

Popular posts from this blog

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતની નીતીઓ ટેકનોલોજીની ક્રાંતી મુજબની છે. આ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્બન મુકત ઉર્જા વિકાસના ભારતના ભાવી આયોજનની વિગતો આપીને જણાવ્યું હતું કે, ભારત રીન્યુએબલ અર્થાત નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે મુડીરોકાણ માટે આકર્ષક તથા મહત્વનું કેન્દ્ર છે. નવીનીકરણીય ઉર્જા અંગેની પરીષદ – ર૦ર૦ નું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રીએ આ ક્ષેત્રે ભારતની વધતી જતી પ્રગતિ અને હિસ્સા અંગે જાણકારી આપી હતી. છેલ્લા છ વર્ષમાં ભારત આ ક્ષેત્રે અસાધારણ ગતીથી પ્રગતિ કરી રહયું છે તેમજ ભારતનો નાગરીક પોતાની ક્ષમતાનો ઉપયોગ કરી શકે તે હેતુથી દરેક નાગરીક સુધી વીજળી પહોંચાડવા સરકાર વીજ ઉત્પાદન ક્ષમતા વધારી રહી છે. વિડીયોના માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે ભારતમાં નવીનીકરણીય ઉર્જા શકિત ધ્વારા વીજ ઉત્પાદનની ક્ષમતામાં વધારો થઇ રહયો છે. ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી માર્ક રુટ પણ પરીષદના ઉદઘાટન સત્રમાં જોડાયા હતા. ત્રણ દિવસ માટેની આ વૈશ્વિક પરીષદ નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રે વિકાસ અને આ ક્ષેત્રની ઉર્જાના વિસ્તરણમાં વિશ્વભરના પ્રયાસોને વધારવાના હેતુથી તથા વૈશ્વિક મુડીરોકાણકારોને ભારતના ઉર્જા ક્ષેત્રના લાગતા વળગતાઓ સાથે જોડાવાન...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો હોબાળો

પાકિસ્તાન હવે ઘાંઘુ બન્યું છે. અનુચ્છેદ ૩૭૦ રદ કરવાના ભારતના નિર્ણયથી તેની વર્તણૂંક બદલાઈ ગઈ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈપણ મુદ્દા વિના હોબાળો મચાવી રહ્યું છે. ભારતે જમ્મુ-કાશ્મીરને અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાં તેને કોઈ જ અસર ન હોવા છતાં તે બેબાકળું બન્યું છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતને ધમકીઓ આપવાની એકપણ તક જતી કરતા નથી. તેઓ તો યુદ્ધ, આતંક અને હવે અણુ હુમલાની ધમકી સુધી પહોંચી ગયા છે તે દ્વારા ભારત સામે ઝેર ઓકી રહ્યા છે. ઈમરાન ખાને કહ્યું કે, જા કાશ્મીર મુદ્દે વિશ્વના અગ્રણી નેતાઓ કોઈ નિર્ણય નહીં કરે તો બંને દેશો વચ્ચે લશ્કરી અથડામણ થાય તેવી શક્યતા છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહંમદ કુરેશીએ પણ એ જ રાગ આલાપ્યો છે. જા કે તેમણે કહ્યું કે, કાશ્મીર પ્રશ્ન ઉકેલવા માટે યુદ્ધ એક માત્ર ઉપાય નથી. પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રાશીદે એક જાહેરસભામાં કહ્યું કે, ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થાય તેવું લાગી રહ્યું છે. આમ પાકિસ્તાનના નેતાઓ એકમત નથી અને આડેધડ નિવેદનો દ્વારા હોબાળો કરી રહ્યા છે. કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં પાકિસ્તાને કશું જ બાકી રાખ...

પ્રધાનમંત્રી તહેવારોની ઉજવણી સાવચેતીપૂર્વક કરવા- કરેલી અપીલ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં આકાશવાણી પરથી પ્રસારિત મન કી બાત કાર્યક્રમમાં વિજયા દશમી એટલે દશેરાની શુભેચ્છાઓ આપતા આગામી સમયમાં આવનાર ઇદ, શરદ પૂનમ તથા દિવાળી સહિતના તહેવારોની ઉજવણી વખતે સાવચેતી રાખવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, કોવિડના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ આપણે સહુએ આ તહેવારોની ઉજવણી ધીરજ અને સંયમ સાથે કરવાની છે.  પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તહેવારોની ઉજવણીના વિચાર સાથે સૌ પ્રથમ બજારમાં ખરીદી કરવા જવાનો વિચાર આવે એ સ્વભાવિક છે. શ્રી મોદીએ આ વખતે ખરીદી કરતી વખતે સ્થાનિક ઉત્પાદનોને અગ્રતા આપવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, આપણે લોકડાઉનનો સમય અને તે દ્વારા મળેલી શીખને ભૂલવી જોઇએ નહિં. લોકડાઉનના સમયમાં આપણને સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટી ગાર્ડ સહિત વિવિધ લોકો દ્વારા સૌને મળતી મદદનો પરિચય થયો હતો.  સંકટના આ સમયમાં તેઓ આપણી સાથે રહ્યા હતા. આથી જ તહેવારોના આગામી સમયમાં આપણે તેમને સાથે રાખવા જોઇએ.  પ્રધાનમંત્રીએ આ સૌ મિત્રોને તહેવારોની ઉજવણી વખતે શક્ય હોય એટલા પ્રમાણમાં સાથે રાખીને ઉજવણી કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, પરિવારથ...